________________
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૬૫
આપણે ગ્રાહક શેના છીએ, એટલું જોવું. શેના ગ્રાહક છીએ ? પ્રશ્નકર્તા : આત્માના.
દાદાશ્રી : હા, શુદ્ધાત્માના ગ્રાહક. તેમ છતાં પુદ્ગલ જોવામાં વાંધો નથી. પુદ્ગલ એટલે પુદ્ગલ.
મહાવીરે ભાળ્યાં એક પુદ્ગલ !
બબ્બે હજાર વર્ષથી સાધુ-સંન્યાસીઓ, આચાર્યો કહેતા આવ્યા છે. સાપ હોય તેનો ણો ઇંડામાંથી નીકળે છે ને તેને આંગળી અડાડો તો તરત ફેણ માંડે. હજી તો સાપના સંસ્કાર પણ નથી જોયા, તેમ આ ઈન્દ્રિયો ફેણ માંડે છે તે ઈન્દ્રિયોનો સ્વભાવ છે. આપણે કહીએ કે નથી સાંભળવું તો સંભળાઈ જાય, ના જોવું હોય તોય જોવાઈ જાય. તે તેનો સ્વભાવ છે. હવે આ ઈન્દ્રિયો પુદ્ગલ છે, પરમાણુઓની બનેલી છે. પૂરણ-ગલન છે, આત્માની કોઈ ચીજ નથી. તે ખરેખર ભોગવતો નથી. ઈન્દ્રિયો ભોગવે છે પણ ‘પોતે’ માને છે કે ‘હું ભોગવું છું’, તેવો અહંકાર કરે છે અને વિકલ્પ કરે છે કે મેં ભોગવ્યું. દુઃખો પણ મેં ભોગવ્યાં, મને પડ્યાં.’
તેથી દુ:ખ આત્મા નથી ભોગવતો, ઈન્દ્રિયો ભોગવે છે. પણ આ ‘હું છું’ તેની આંટી પડી ગઈ છે. એક માણસ ખોળી લાવો કે જેણે એક પણ ઈન્દ્રિય જીતી હોય !
પૌદ્ગલિક રીતે કોઈ જિતેન્દ્રિય જિન થયેલો નહીં. એ ‘જ્ઞાન’ થાય તો જ જિતેન્દ્રિય જિન થાય. અજ્ઞાન હોય ને ઇન્દ્રિય જીતે એ બને નહીં. કારણ કે ઇન્દ્રિયો પૂરણ-ગલન સ્વભાવની છે. એકને જીતે ત્યારે બીજી ફાટે.
અતીન્દ્રિય પ્રત્યક્ષ આત્માની કળા છે. ઈન્દ્રિય પ્રત્યક્ષ સર્વાંગ
પુદ્ગલની કળા છે. આ અમારું કથિત કેવળજ્ઞાન છે.
આ જગતમાં પુદ્ગલ એકલું શેય છે.
પ્રશ્નકર્તા : જ્ઞેયો બધાં પૌદ્ગલિક સ્વરૂપે હોય ?
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : હા, પરમાણુ સ્વરૂપે ના હોય પણ સ્કંધ રૂપે હોય. જે પૂરણ-ગલન થયેલું હોય એ શેય છે. પૂરણ થયેલું ના દેખાય ત્યારે ગલન થયેલું અવશ્ય દેખાય. પુદ્ગલ એટલે જે પૂરણ થયેલું છે, એ ગલન શી રીતે થયું, એટલું જોયા કરે.
૩૬૬
છેવટે ભગવાન મહાવીરે શું જોયું ? ગાંડો દેખાય, ડાહ્યો દેખાય, ચોર, લુચ્ચો કે લબાડ દેખાય, વેશ્યા કે સતી દેખાય, તે બધામાં એક જ પુદ્ગલ જોયું. જેમ સોનાના જાત જાતના અને ભાત ભાતના દાગીના હોય તે ન જોતા એક માત્ર સોનું જ બધામાં જુએ તેમ આ ‘માણસ’માં ‘તેની’‘પ્રકૃતિ' કશું જ ન જોતાં, બધા જ એક માત્ર પુદ્ગલ છે તેમ જોવાનું છે. એથી આગળ તો આ જ પોતાનાં પુદ્ગલમાં જોવાનું, બીજાના પુદ્ગલોને નહીં જોવાનું. તને હજુ સિનેમા-બિનેમા જોવાનું ગમે ખરું ? જતો નથી ?
પ્રશ્નકર્તા : ઘણા વર્ષથી નથી ગયો.
દાદાશ્રી : ત્યારે સારું. આ બધી જાત જાતની સિનસિનેરી હોય છે ને, એ બધું જોવાનું ગમે છે ત્યાં સુધી તો બધું એ, અને સ્ત્રી ગમવી-ના ગમવી બધું સરખું જ છે. જેને બહાર કશું ગમે જ નહીં જોવાનું, મહીં જ જોવાનું ગમે બધું એ જ શુદ્ધાત્મા.
ભોજનાલય ને શૌચાલય, પૂરણ-ગલન ને શુદ્ધાત્મા, આ પાંચ વસ્તુ છે. એમાં સ્ત્રી વેદ છે જ કંઈ ? તમે ઓળખો કે નહીં સ્ત્રી તરીકે આ ? આ સ્ત્રી છે એવું જાણો ને કે ભૂલી જવાય છે ? પ્રશ્નકર્તા : ના ભૂલાય.
દાદાશ્રી : ના ભૂલાય, નહીં ? ત્યાર તો પછી આત્મા એટલો છેટો રહે ને !
શુદ્ધાત્મા સિવાય બધું પુદ્ગલ !
પ્રશ્નકર્તા : દાદાના તરફથી જે બધી ક્રિયા મને સમજાય છે એ બધીય પુદ્ગલ છે ને ?