________________
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૬૭
દાદાશ્રી : હા, પુદ્ગલ, પણ છોડાવનારું પુદ્ગલ છે. આપણને છોડાવવા આવ્યું છે એ પુદ્ગલ, સંપૂર્ણ મુક્તિભાવ અપાવે છે. એમાં બધા પ્રયત્નો છોડાવવાના પ્રયત્નો છે. આ બધું કરી રહ્યા છે ને અત્યારે તે શું કરવા માટે ? છૂટવા માટે. આ છેલ્લું પુદ્ગલ છે. છેલ્લા પુદ્ગલો એના પ્રયત્નો બધા ચાલી રહ્યા છે. જે બધું દેખાય છે એ બધું છૂટવા હારુ આવે છે, બાંધવા માટે નહીં.
પ્રશ્નકર્તા : આ સૂક્ષ્મ દેહ જે જાય છે, એનો કયો ભાગ જાય છે ને કેવી રીતે જાય છે, એની પ્રક્રિયા સમજાવો.
દાદાશ્રી : ક્યાં જાય છે ?
પ્રશ્નકર્તા: સૂક્ષ્મ દેહે જ્ઞાની ગમે ત્યાં જઈ શકે છે કે, અમેરિકા, મુંબઈ, બધે, એ શું છે ?
- દાદાશ્રી : એ બધું પુદ્ગલ છે. એમાં બીજું કશું છે નહીં અને તે પોતાની સત્તા બહારની વસ્તુ છે. એને પોતાની સત્તા માને છે, એ ઈગોઈઝમ છે.
પ્રશ્નકર્તા : તમે જે ઘણી વખત કહો છો ને, અમે સૂક્ષ્મ દેહે ગમે ત્યાં જઈ શકીએ.
૩૬૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨) મહીં સૂક્ષ્મ શરીરનું એ ખેંચાણની એની સ્વભાવિક ક્રિયાઓ છે.
પ્રશ્નકર્તા : પણ એ પુદ્ગલના ભાગમાં હોય છે ?
દાદાશ્રી : બધું પુદ્ગલ જ કહેવાય છે. શુદ્ધ ચેતન સિવાય બધુંય પુદ્ગલ. જગત એને ચેતન માને છે. જેને જગત ચેતન માને છે ત્યાં ચેતન છે જ નહીં.
પ્રશ્નકર્તા : એટલે આ જે અંતર્યામી દર્શન થાય છે ? દાદાશ્રી : બધું પુલમાં છે, આત્મામાં નહીં.
પ્રશ્નકર્તા : કો'ક સંતને માતાજીના દર્શન થાય અને માતાજી બોલે તે ?
દાદાશ્રી : એ તો જાડું પુદ્ગલ, તદન જા પુદ્ગલ, એ તો સ્થૂળ પુદ્ગલ.
પ્રશ્નકર્તા : તો એ પુદ્ગલોની અવસ્થા, એ ચેતનની વધારે નજીકના પુદ્ગલો ખરાં ?
દાદાશ્રી : ચેતનની નજીક આવે તેમ સૂક્ષ્મ થતાં જાય દહાડે દહાડે. તે આપણાં બધાં સૂક્ષ્મ થતાં ગયેલા હોય. પેલા સંતો તો માતાજીની પાસે દુરાગ્રહ કરે અને આ સૂક્ષ્મપણાવાળા આગ્રહ-દુરાગ્રહો ના કરે, પેલું સ્થૂળ કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે આ આધારે તમે કહો છો કે આ બધા લોકો છે તે હજુ ચેતન લગી પહોંચ્યા નથી ?
દાદાશ્રી : એક માણસેય ચેતન સુધી પહોંચ્યો નથી. ચેતનનો જે પડછાયો હોય તો ત્યાં સુધી પહોંચ્યું નથી, આ જગત.
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષનાં પુદ્ગલ પણ દિવ્ય હોયને ?
દાદાશ્રી : હોય ને ! હાથ અડાડે તોય કામ થઈ જાય. અને એથી દિવ્યાતિદિવ્ય તીર્થંકરોના. ટોપમોસ્ટ પુદ્ગલ આખા બ્રહ્માંડમાં !
દાદાશ્રી : એટલો એ (વ્યવસ્થિતના) એવિડન્સમાં આવી ગયેલો હોય, તે જાય.
પ્રશનકર્તા : હા, પણ તે એ શું છે ? એ કયો ભાગ જાય, આ દેહમાંથી ?
દાદાશ્રી : પુદ્ગલનો ભાગ.
પ્રશનકર્તા : તો એ શુદ્ધ ચેતન છે ? દાદા ભગવાન હાજર થાય, એ ક્રિયા તો એ શુદ્ધ ચેતનના આધારે થતી બહારની ક્રિયા છે ?
દાદાશ્રી : આધાર નહીં, એ તો સ્વભાવિક ક્રિયા છે. એ તો આ