________________
(૧૦) પુદ્ગલની પરિભાષા !
વિનાશી થવું પડે. ‘પોતે’ જો પુદ્ગલથી જુદો રહે તો અવિનાશી છે, પોતાનું અમરત્વ માલૂમ પડી જાય. કર્તાપણાના ભાનથી પુદ્ગલ જોડે એકતા થઈ જાય છે.
૩૬૩
‘માય' એ બધું પુદ્ગલ છે, આખુંય પુદ્ગલ છે. વ્યવહારથી બોલવું પડે કે મારો કોટ છે, મારું આ છે. બધું વ્યવહારમાં બોલવું પડે ‘માય’ પણ પોતાનું (રિયલમાં) કરીએ નહીં તેને કશું અડે નહીંને ! બોલવામાં વાંધો નથી પણ મહીં પોતાનું (રિયલમાં) નક્કી કરી લઇએ તો, પણ વ્યવહારથી તો બોલવું પડેને ? પોલીસવાળો કહે કે આ ઘર કોનું ? ત્યારે કહીએ, ‘અમારું ઘર છે’, પણ મહીંથી અમારું ના હોય.
આ બધી જ પુદ્ગલની અસર છે. જો સહેજ પણ આપણા આનંદને, નિરાકુળતાને હલાવે તો એ પુદ્ગલની અસર છે, ઈફેક્ટ છે, બીજું કશું છે નહીં. પુદ્ગલની ઈફેક્ટ પોતા ઉપર લઈ લીધી છે કે મને થયું આ.
પુદ્ગલ ઈફેક્ટિવ સ્વભાવનું છે. બે જાતની ઈફેક્ટો આપે. એક શાતા આપે, બીજું અશાતા આપે. એ બે ઈફેક્ટો એને છે કાયમને માટે, એ ઈફેક્ટ આપણે અડવા ના દઈએ. શાતાય ના અડવા દઈએ ને અશાતાય ના અડવા દઈએ, એ આપણો સ્વભાવ. અમે મોઢે બોલીએ ખરા, બધાને જરા એન્કરેજમેન્ટ રહે એટલા માટે. ‘ઓહોહો ! તું તો સરસ મોટો થયો છું', એવું બોલીએ ખરા, પણ અંદર અમારા મનમાં ના હોય એવું. કરનાર માણસ અપેક્ષા રાખે છે, એ અપેક્ષા પૂરી કરીએ.
શ્યાં સ્વામીપણાનો અભાવ થયો એટલે સ્વનો સ્વામી થયો. આ દેહનો સ્વામી હું નહોય એનો તમને અનુભવ થઈ ગયો ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આ મનનો સ્વામી હું નહોય એનો અનુભવ થઈ ગયો ?
પ્રશ્નકર્તા : હા.
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : એમ કરતાં કરતાં સ્વસ્વામીપણાનો અનુભવ થાય. જેટલો પુદ્ગલના સ્વામીપણાનો અભાવ તેટલો જ સ્વસ્વામીપણાનો
અનુભવ.
૩૬૪
વર્તનને અને જ્ઞાનને કંઈ લેવાદેવા નથી. જ્ઞાન જ્ઞાનના સ્વભાવમાં છે ને વર્તન પુદ્ગલનું છે. વર્તન શુભ હોય કે અશુભ હોય, શુદ્ધ ના
હોય.
જે પુદ્ગલનો સ્વભાવ છે, તેને પોતે મારું માન્યું ને ત્યાં જ મુકામ કરી બેઠો છે, તે ક્યારે ઊકેલ આવે ?
વ્યથિત કોણ ? જાણતાર કોણ ?
પ્રશ્નકર્તા : પુદ્ગલને સુખ અને દુઃખની ઈફેક્ટ થતી હોય, ચંદુભાઈ રડતા હોય અને હું ચંદુભાઈને જોતો હોઉં, તો એ અનુભવથી જુદા કહેવાય કે શબ્દથી જુદા કહેવાય ?
દાદાશ્રી : અનુભવથી. ચંદુભાઈને અસર થાય એ ક્યાશ છે. મંદતા જે છે ચંદુભાઈની ને તે ડિસ્ચાર્જ રૂપે છે અને ડિસ્ચાર્જ તો કોઈને છૂટકો જ ના થાય ને !
ભગવાન મહાવીરને અહીં બરૂ પેસી ગયું હતું. તે મોઢા પર એ જે છ-આઠ મહિના રહ્યું, તે મોઢા ઉપર શું રહેતું હશે ભગવાનને ? વ્યથિત રહેતા હતા.
પ્રશ્નકર્તા ઃ દર્દ થાય એટલે વ્યથિત રહે ને !
દાદાશ્રી : તેથી કંઈ કર્મ ચોંટી પડ્યું ? અને તોય ઉકેલ આવ્યો. નિવારણ થઈ ગયું એમને. કંઈ ચોંટી પડ્યું નથી વ્યથિત થવાથી. કારણ કે પોતે વ્યથિત નથી, દેહ વ્યથિત છે. એવી રીતે તમે પોતે ક્રોધ-માનમાયા-લોભ કષાયમાં નથી, એ આ પુદ્ગલ છે. પુદ્ગલનો તો નિવેડો આવી જાય છે. એનો નિકાલ થવો જ જોઈએ. એનાથી કંટાળવાનું ના હોવું જોઈએ.