________________
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૬૧
૩૬૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
ઘરમાં બેસી જઈએ એટલે પેલું ક્લિયર થઈ જાય એની મેળે. પેલું કરવા જઈએ ત્યારે ના થાય. બારણા વાસીને બેઠા એટલે પછી એની મેળે બહાર જયા કરે, વાવાઝોડું બંધ થઈને સવારમાં ટાઢું પડી ગયું હોય બધું. એમાં ભાગ લીધો કે બગડ્યું. એટલે આપણે કશું કરવાનું ના હોય. જેમ મરવા માટે કશું કરવું ના પડે એવું. કશું જ કરવું ના પડે. આપણા ઘરમાં સૂઈ ગયા હોય તો પછી નિકાલ થઈ ગયો.
ઈફેક્ટમાં હાથ ઘાલવો નહીં. દેહ તો, મન-વચન-કાયા તો ઈફેક્ટ છે ખાલી, એમાં શું કરવાનું ? એટલે કશું કરવાની જરૂર જ નથી ને !
આત્મા માન્યો પુદ્ગલતે ! વૈભવ હોય છતાં ઈન્ટરેસ્ટ ના હોય. વૈભવ તો પુદ્ગલનો હોય, એ કંઈ આત્માને હોતો હશે ? પુદ્ગલની જાહોજલાલી હોય, તોય પોતે પુદ્ગલમાં પેસે નહીં. જુઓને આ છે પુદ્ગલ, છતાંય લોકોનો જીવ એમાં હોય. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એમાં હોય. અને કેટલાકને (જ્ઞાન દશા પછી) એમાં કશું હોય નહીં.
પ્રશ્નકર્તા : દાદા, એ કયા કારણથી પુદ્ગલમાં જીવ ખેંચાતો હશે?
દાદાશ્રી : એ પોતે પોતાની જાતને પુદ્ગલ માને છે. “આ ચંદુભાઈ હું જ છું ” એટલે પછી પુદ્ગલ ઊંધું પેસે મહીં. પોતે પુદ્ગલ છે અને પોતે જાણે કે આ જ છું.
પ્રશ્નકર્તા : આ નથી પોતે અને છતાંય પોતાની જાતને એ પુદ્ગલ માને છે, તો એની પાછળ કયું કારણ ?
દાદાશ્રી : પુદ્ગલ માનતો નથી એ પોતાની જાતને, એ તો “હું આત્મા જ છુંએવું કહે છે પણ પુદ્ગલને આત્મા કહે છે. એ કાયદેસર રીતે કોને આત્મા કહે છે ? આ યુગલને. આત્માને આત્મા કહે તો તો કલ્યાણ થઈ ગયું !
પ્રશ્નકર્તા : હા, પણ એ પુદ્ગલને આત્મા કેમ કહે છે ?
દાદાશ્રી : લોકો કહે એટલે. લોકો કહે છે ને કે તમે જૈન છો, તો તમે પછી માની લીધું કે હું જૈન છું. લોકો કહે કે આ બેનના ધણી, તો એ જ માની લીધું કે હું ધણી. ‘હું આત્મા છું' એવું નથી કહેતા ને ? આ ‘હું ધણી છું’ એમ કહે છે ને ? માટે એ માન્યતા દેઢ થઈ ગઈ. એને રોંગ બિલીફ કહીએ છીએ અમે. આ એને સાયકોલોજી થઈ ગઈ છે. અમે રોંગ બિલીફને તોડી નાખીએ બસ, ફ્રેકચર કરી નાખીએ. આત્મા તો આમાં પુદ્ગલમાં જતોય નથી અને પુદ્ગલ આત્મા થતુંય નથી, ખાલી માન્યતા જ. એટલે અમે કહીએ છીએ કે આ ધોકડામાં ચેતન છે જ નહીં. આ જે કાર્ય કરી રહ્યું છે એ ધોકડું એમાં ચેતન જેવી વસ્તુ જ નથી. પણ એ બહાર કહેવા જેવી વસ્તુ નહોય. પબ્લિક આખું એમ જ કહે કે હું જ છું આ, હું જ ચેતન છું. ચેતન નથી છતાં ખાય છે, પીવે છે, શાસ્ત્રો વાંચે છે, શાસ્ત્ર લોકોને શીખવાડે છે. ચેતન નહીં હોવા છતાં બધી જ જાતનું કામ ચેતન જેવું કરે.
દેહ, પડછાયા સમ ! દેહ તો પડછાયાની જેમ ઊભો થાય છે. પડછાયાને આપણે આમ આમ કરીએ કે (હાથના ઈશારાથી) જતો રહે, જતો રહે, ત્યારે એ શું કરે ? એ પડછાયો એવું કરે કે જતો રહે ? અલ્યા, હું કરું છું, તું શું કરવા ચાળા પાડું છું? એટલે આ દેહ પડછાયાની પેઠ વળગ્યો છે. પુદ્ગલની છબી છે આ. ભ્રાંતિથી આપણે માન્યું છે કે આ હું જ છું, તેથી ચેતન જેવો દેખાય છે. પણ શ્યારે બપોરના બાર વાગેને, ત્યારે આપણે પડછાયો ખોળવા જઈએ તો દેખાય નહીં. જડે નહીં કોઇ જગ્યાએ. અલ્યા, પડછાયો કંઇ ગયો ? ત્યારે કહે, સમાઇ ગયો. ઉપર બાર વાગેને, એટલે સમભાવમાં આવ્યો સૂર્ય. તેમ આ આત્માં સમતામાં આવે, તે પેલું ઊડી ગયું, હડહડાટ. સમતામાં આવ્યો કે ઊડી ગયું.
પોતાના ચેનચાળા પોતાને કડવા લાગે છે પણ તે પુદ્ગલના છે ને અભિપ્રાય બુદ્ધિનો છે, પણ તે પોતાના જ ભરેલા છે.
પુલ જોડે એકતા કરી એટલે પુલ વિનાશી છે તો ‘આપણે'ય