________________
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩પ૯
૩૬૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો વાંધો નથી. ના કામ કરતો હોય, અને વ્યવહાર છે ને બધો આ. એમાં આ કાઢનારો જુદો ને તમે જુદા છો. કાઢનાર જુદો નહીં ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ પુદ્ગલ મસ્તી કહેવાય. પુદ્ગલ સામસામી ટકરાય, વઢે, લઢે તેને જુએ એ જ્ઞાતા, એ આત્મા. અને તે રૂપ થાય, તેમાં પ્રવેશી ગયો તો માર પડ્યો. પ્રવેશ ક્યારે થાય ? એ બહુ જ ભરાઈ ગયેલું હોય એની જોડે, એ વિચારો જોડે વણાઈ ગયેલો હોય ભેગો, ત્યારે એ થઈ જાય. તે છૂટું પડી જાય તો કશો વાંધો નહીં. પણ થઈ જાય પછી તમારે ચંદુભાઈને કહેવું, ‘પ્રતિક્રમણ કરો. એ ભાઈને તમે કાઢી મેલ્યો, માટે એનો પસ્તાવો કરો. ઉકેલ લાવો.” ભલે દ્વેષ ના આવ્યો હોય તોય કહેવું ખરું. એમાં ચોખ્ખું થઈ જાયને ! કપડું ધોયું ત્યારે થોડું પેલું એમાં ટીનોપોલ નાખે છે ને, તે આપણે ત્યાં મફત છે. ટીનોપોલ અને પેલું બજારમાંથી વેચાતું લાવવું પડે.
પ્રશ્નકર્તા : ‘સહુમાં જોઈ શુદ્ધાત્મા અને પુદ્ગલ તણી કુસ્તી, ફક્ત છે આત્મવત્ દ્રષ્ટા, હો વંદન ચૌદ લોકધણી.”
દાદાશ્રી : આ બધી પુદ્ગલની કુસ્તી છે. આખું જગત પુદ્ગલની કુસ્તી છે. તે કુસ્તીમાં કોઈ હાથ ઊંચો કરતો હોય, કોઈ હાથ આપણને માથામાં મારતો હોય, બધી કુસ્તી જ છે. આપણને મારતો હોય તેમ કુસ્તી છે.
બધી જ પુદ્ગલની બાજી છે. ભગવાનનો તો એક જ શુદ્ધ ઉપયોગ છે. આ સંસારમાં ઉપયોગ ન મૂકીએ તોય ચાલે, પણ સમજે શી રીતે ?
આ સારું-ખોટું દેખાય છે, તે પુદ્ગલની વિભાવિક અવસ્થા છે. એને જુદું પાડશો નહીં કે આ સારું કે આ ખોટું. કંઢવાળાઓએ જુદું
પાડ્યું બધું. એ વિકલ્પો છે. નિર્વિકલ્પીને સારું-ખોટું, બન્ને વિભાવિક અવસ્થા દેખાય.
| ગમતું-ના ગમતું, સારું-ખોટું, નફો-તોટો, આ બધાં ઠંદ્ર કોણે ઊભા કયાં ? સમાજે. ભગવાનને ઘેર ઠંદ્ર નથી. આ બાજુ અનાજ હોય ને આ બાજુ સંડાસ હોય તો ભગવાનની દૃષ્ટિમાં બન્ને “મટિરિયલ’ છે. આને ભગવાન શું કહે ? “ઓલ આર મટિરિયલ્સ'. (આ બધું પુદ્ગલ જ છે.)
સિવાય આત્મા, બધું પુદ્ગલાધીત ! પુદ્ગલ છે તે ડખો કરે છે, વઢવઢા કરે છે, આત્માને કશુંય નહીં. આ જ્ઞાન મળ્યા પછી સમજાય કે આત્મા વીતરાગ છે, તો આ પુદ્ગલ વઢવઢા કેમ કરે છે ? તે આપણું ધારેલું નથી કરતો, ઈચ્છા હોય તોય કરે નહીં. થાય છે ને એવું? શાથી ? આ પુદ્ગલ એટલે પૂર્વકર્મનો ઉદય, બસ ઉદયનું પોટલું છે આ, એવો કંઈક ઉદય આવે ને પ્રગટ થાય, ઉદય આવે ને પ્રગટ થાય, એમાં પેલો અજ્ઞાની માણસ અહંકાર કરે કે હું કરું છુંઆ. એ કરતો નથી, આ કર્મ કર્યા કરે છે. આ શરીર-બરીર એના ઉદયને આધીન બધું. એટલે હાથ-બાથ બધું ચલાવવાનું એના આધીન, બુદ્ધિ, મન-બન બધુંય પુદ્ગલને આધીન. એક અહંકાર એય એના આધીન છે, પણ બીજો નવો અહંકાર એ પાછો ઊભો કરે છે, કે આ ‘હું કરું છું.” એ એને લાગે છે, તે ભ્રાંતિ છે. એનાથી કર્મ બંધાય છે અને પછી એ કર્મથી પછી દુનિયા ચાલે છે. એ અમે જ્ઞાન આપ્યા પછી એ કર્તાપણાનો અહંકાર તરત નીકળી જાય, પછી ભોક્તાપણાનો અહંકાર રહે. એટલે આ લઢવાડ કોણ કરે છે ? આ પુદ્ગલ કરે છે. તેને આપણે “જોયા કરવાનું છે. આ ને આ, બે પુદ્ગલ શું કરે છે, મારમારા કરે છે કે શું કરે છે, એ આપણે જોયા કરવું બન્નેવ. નહીં તો બીજાં કર્મ બંધાય પાછાં.
પ્રશ્નકર્તા : બધા પુદ્ગલ પરમાણુને ક્લિયર કરવા પડશેને, ત્યારે મોક્ષ થશેને ?
દાદાશ્રી : એ તો થઈ જ જાય. આપણે શુદ્ધ થઈને આપણા