________________
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૫૭
૩૫૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨).
ભાન તો તમને થઈ ગયું, લક્ષ બેઠું. જે થયું તેમાં ડખો ના કરો, તો તે સહજ સ્વરૂપની સ્થિતિ છે.
જૈનને જ્ઞાન થયા પછી મોક્ષે જતા શું નડે ? જૈન પુગલ નડે. જૈન ના હોય તો તેને ? ત્યારે કહે, જૈનેતર પુદ્ગલ. સાધુ-આચાર્ય હોય, તેમને કયું પુદ્ગલ નડે ? ત્યારે કહે, તેમને ત્યાગી પુદ્ગલ નડે. કર્યું પુદ્ગલ કઠણ ? ત્યારે કહે, ત્યાગી પુદ્ગલ. એથી કયું પુદ્ગલ સારું ? ત્યારે કહે, જૈન પુદ્ગલ. એના કરતાં કયું સારું-નરમ ? ત્યારે કહે, જૈનેતર.
જ્ઞાન થયા પછી પુદ્ગલ નડે. તે ત્યાગીઓને આ પુદ્ગલ બહુ નડે છે. ‘હું મહારાજ છું, હું ત્યાગી છું, હું સંયમી છું આ બધો અહંકાર ભર્યોને ! પરમાણુ અહંકારવાળા બધાં જામી ગયા હવે શું કરવું પડે એમને ? અત્યાર સુધી મેં અહંકાર કર્યા એ બધાં ખોટા છે, આમ ગા ગા કરે ત્યારે એ નીકળી જાય, પસ્તાવો કરે તો નીકળી જાય.
કોઈને કશું ભાંજગડ થાય, કોઈને અન્યાય થતો હોયને, તે ઘડીએ અમારું શૂરાતન ચઢી જાય. અમે જાણીએ કે અટકણ આવી આ. તે બધાં પુદ્ગલ કહેવાય. ક્ષત્રિય પુદ્ગલ, વૈશ્ય પુદ્ગલ, બધાં પજવે, બધા હેરાન કરે. માન્યતાઓ હેરાન કરે.
છે પુદ્ગલ તણી મસ્તી ! ભગવાનને આવડેય નહીં આ ખટપટ બધી. આ બધી નરી ખટપટ જ છે અને તે જડ તત્ત્વની ખટપટ છે, ભગવાન તો ભગવાન છે. જે મૂંઝાય એ માર્યો જાય. આમાં જ્ઞાની પુરુષ છોડાવી આપે. કારણ કે જે છૂટા થયા તે છોડાવી આપે.
આ બધી પુદ્ગલની રમત છે. ભણવું, ભણાવવું, પાસ થવું, ત્યાગ લેવો, આચાર્ય થવું, શિષ્ય થવું, બધી પુદ્ગલની રમત. પુદ્ગલની રમત એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધા ભેગા થાય ને કાર્ય થાય. તેની પર ભગવાન મૂંઝાયા છે કે આ બધું શું હશે ?
હું કાયમનો સુખિયો, મારે આ શું બધું ?
મહેનત કરવાવાળા મહેનત કરે છે અને સુપ્રિટેન્ડન્ટવાળા સુપ્રિટેન્ડન્ટ રહે છે. આ બધી કરામત પુદ્ગલની છે પણ મૂંઝવણ આત્માની છે. સંયોગોના દબાણથી મૂંઝામણ છે. સંયોગો ક્ષણે ક્ષણે બદલાયા કરે, પહેલા જાય ને બીજા આવે, પાર વગરના સંયોગો છે.
પ્રશ્નકર્તા : નોકરીમાં આપણા હાથ નીચેનો કોઈ નોકર કામ કરતો ના હોય, તો એને આપણે નોકરીમાંથી કાઢી મૂકીએ તો, એનો આપણને દોષ લાગે કે વ્યવસ્થિત કહેવાય ?
દાદાશ્રી : ના. એવું નહીં. દોષ શાની ? આપણને દ્વેષ થાય તો દોષ લાગે. રાગ-દ્વેષ હોય તો દોષ લાગે. બીજી બધી કોઈ પણ ક્રિયા પુદ્ગલની મસ્તી છે. જો રાગ-દ્વેષ નથી તો તો પુદ્ગલ મસ્તી જ છે ખાલી. તે પુદ્ગલ સામસામી લડે છે. રાગ-દ્વેષ છે ત્યાં આગળ દોષ છે. એટલે આપણે જોઈ લેવું મહીં દ્વેષ છે એના તરફ કે કેમ ? એટલી તપાસ કરવી અને જ્ઞાન મળ્યા પછી ઠેષ રહેતો નથી એ ચોક્કસ છે અને જો રહેતો હોય તો નોકરને આપણે છૂટો કર્યો કહેવાય, તો ગુનો આપણને લાગુ પડે. છતાં એ કયો ગુનો હોય ? પેલું ડિસ્ચાર્જ છે, તો ગુનો આપણને લાગુ થાય. પણ તે આ ડિસ્ચાર્જરૂપે ગુનો, લાંબો ગુનો નહીં. રાગ-દ્વેષ થાય તો જ ગુનો છે, નહીં તો ગુનો નથી. કોઈ પણ ક્રિયા કરો અને રાગ-દ્વેષ થાય તો ગુનો છે. કોઈ પણ ખોટી-ખરાબ ક્રિયા દ્વેષ વગર થાય જ નહીં. સારી ક્રિયા રાગથી થાય. આ જ્ઞાન લીધા પછી એ ક્રિયા જુદી પડે.
પ્રશ્નકર્તા : કરનારો જ આખો જુદો થઈ ગયો !
દાદાશ્રી : અને સહેજ દ્વેષ થાય, તો વેર બાંધે આમ. સહેજ દ્વેષ ઉઘાડો જ દેખાય આપણને. આમને કંઈ દ્વેષ છે, નહીં તો આટલું બધું આમ આ ના થાય, ઓપન ફેક્ટ દેખાય. આ તો બધાં એનાં લક્ષણો તો દેખાયને ! કોઈ પણ વસ્તુ હોય એનાં લક્ષણ તો હોવાં જોઈએને ? એટલે તમે ષ સાથે નોકરને કાઢ્યો નથી ને ?