________________
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૫૧
૩૫ર
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
ખાનાર દેહ છે. ખાનાર જાણતો નથી અને જાણનાર ખાતો નથી. ક્રિયા કરે એ પરતત્ત્વ અને જાણનાર સ્વતત્ત્વ છે ! લૂંટે છે ને લૂંટાય છે એ બેઉ અનાત્મા છે.
પ્રશ્નકર્તા : પુદ્ગલમાં કોઈ ધરાયું નહીં.
દાદાશ્રી : એટલે ધરાયા એવું કોઈને થયેલું નહીં. ત્યાં પેલું પુદ્ગલેય થોડું ભિખારી તો રહેવાનું જ છે ને ! તો એના કરતા પહેલેથી જ ભિખારી કહી દઈએ તો શું ખોટું ? નિવેડો આવે ને, પાર આવે ને !
પુદ્ગલોનો ભવોભવ તિરસ્કાર કરેલો છે, તે જ તને નડે છે. આ જગતમાં એવી કોઈ ચીજ નથી કે શ્યાં બેઠા હોય ત્યાં બેઠા બેઠા ચીજો ન મળે, તેવો આત્માનો વૈભવ છે.
પુદ્ગલની કરામત તો એવી છે કે તમો જે વસ્તુને તરછોડશો, તે પછી ક્યારેય ભેગી ન થાય. આ ભવમાં તો કદાચ મળે પણ બીજા ભવમાં ન મળે.
લોકભાષામાં આ સારું, આ ખોટું કહેવાય છે ને ભગવાનની ભાષામાં એક જ કહેવાય છે, વસ્તુ એ વસ્તુ. પુદ્ગલ, પુદ્ગલના સ્વભાવમાં છે ને આત્મા, આત્માના સ્વભાવમાં છે.
પુદ્ગલનો સ્વભાવ કેવો ? ભેગું થવું, વિખરાવું, ભેગું થવું, વિખરાવું. ત્યારે લોક કહેશે, આ ઊડી ગયું બધું. પુદ્ગલને એવું કશું છે નહીં કે ઊડી જતું રહે. એ તો ઊડી જાય, ભેગું થાય, ઊડી જાય ને ભેગું થાય.
આ ચોખાને ગરમ કરીએ તો ચઢી જાય. એટલે લોક કહેશે, આ ચઢ્યા ને પેલા કાચા હતા, તે કકળાટ કર્યા કરે ને ડખા કર્યા કરે છે. પણ આ તો પહેલાંની પેલી ટેવ પડી ગઈ છે ને, “આ સારું ને આ ખોટું, આવું થાય તો સારું ને આવું થાય તો ખોટું.” આવું સારું-ખોટું પુદ્ગલમાં છે જ નહીં કશું. પુદ્ગલ તો પુદ્ગલના સ્વભાવમાં જ છે.
પુદ્ગલ એનો સ્વભાવ છોડે નહીં. ચેતન એનો સ્વભાવ છોડે નહીં. પોત પોતાના સ્વભાવમાં રમે અને આ (અહંકાર) ડખો કરે. યે આમચા ને તે આમચા. યે આમચા ને તેય આમચા. અને બહારથી બૈરી પૈણી લાવ્યો, તેય આમચી. જો ઉપાધિ ઘાલી છે ને !
પ્રશ્નકર્તા : હમણાં દાદા, વધારે ચાલ્યું છે, બહુ ચાલ્યું છે આ.
દાદાશ્રી : વધારે છે, મમત્વ ટોપ ઉપર બેઠું છે અત્યારે. ત્યારે મારેય ખાયને એવો ! વ્યવહારમાં ચોક્કસ માણસ જોડે બેસનારા તમે, આ આજ અચોક્કસ કંપનીનું ધામ બેઠું છે આ !
ધાર્મિક પુદ્ગલેય બને અટકણ ! પ્રશ્નકર્તા : ઑર્નામેન્ટલ માર્ગમાં (ધર્મમાં) કંઈક કરીએ છીએ એવો એક જાતનો આત્મસંતોષ રહે છે.
દાદાશ્રી : મિથ્થા સંતોષ અને એક જાતની શાંતિ રહે. જેમ કોઈ જગ્યાએ ડુંગર આમ દેખાવમાં બહુ સરસ હોય, તો કુદરતી ઑર્નામેન્ટલ હોય. તે ત્યાં આગળ મનમાં એમ થાય કે આ કેવું સુંદર દેખાય છે ! આ વાતાવરણ કેટલું સુંદર લાગે છે ! એવું કોઈ ઓર્નામેન્ટલ વાતાવરણ લાગ્યા કરે. એ બધી પૌગલિક મસ્તી, પુદ્ગલની મસ્તી બધી, બધા ઑર્નામેન્ટલ રસ્તા. લોકોનેય ગમે અને વિરોધાભાસ તદન. અરે ભાઈ, અત્યાર સુધી હું ઉત્તરમાં ચાલતો હતો, હવે દક્ષિણમાં કેમ ચાલવાનું થયું? ત્યારે કહે, ‘એ તો રસ્તો જે બાજુ જતો હોય તે બાજુ જવાનું. ત્યારે એનો અર્થ શું છે ? ઉત્તરમાં ચાલ્યા પછી દક્ષિણમાં ચાલવાનું. એવો રસ્તો કોણે દેખાડ્યો ? ધારો કે રસ્તો બદલાય તોય પણ ઉત્તરથી પુર્વ ભણી જાય અને તે નોર્થ-ઈસ્ટ બદલાય પાછો. એકલું ઈસ્ટમાં નહીં પણ નોર્થ-ઈસ્ટમાં જતો હોય. પણ સાઉથ-ઈસ્ટમાં તો ના જ જતો હોય ને ! એટલે બધી જાગૃતિ જોઈએ કે ના જોઈએ ?
પ્રશ્નકર્તા : તે બધી પુદ્ગલની મસ્તી છે ને ? દાદાશ્રી : એ બધી પુદ્ગલની મસ્તી છે. સંસારના લોકો જે