________________
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૪૯
૩૫૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
શુદ્ધાત્મા જાણ્યો એટલે વિધિ કરીને, ભગવાનને બહાર બેસાડીએ ને પછી સક્કરટેટી છે ને, તેને ચપ્પથી શ્યાંથી કાપવી હોય ત્યાંથી તું તારે કાપ. કાપનારોય સક્કરટેટી છે, કપાય છે તેય સક્કરટેટી છે.
ખાય પુદ્ગલ ને ખાલી અહંકાર કરે છે કે “મેં ખાધું'. એને ખબર જ નથી કે બીજો કોઈ છે. આ તો પારકી પીડા ‘પોતે’ લઈ
એમાં આવું કંઈક ગૂંગળામણ થઈ જાય, કંઈક વચ્ચે આડું આવી ગયું એટલે બંધકોષ થઈ જાય. આ બધું પુદ્ગલ જ છે. બિમારીનુંય પુદ્ગલ જ છે. પુદ્ગલને ‘જુઓ', પુદ્ગલમય ના થાવ, ‘જુઓ' કે શું થઈ રહ્યું છે. પણ હવે શી રીતે જુએ, એનો મોહ ઓછો થયા સિવાય ? મોહ શ્યાં સુધી તૂટે નહીં, ત્યાં સુધી ભ્રાંતિ જાય નહીં. અમુક પ્રકારનો મોહ રહ્યો હોય ત્યારે આપણી પાસે ભેગો થાય. તે મોહ આપણે એને કાઢી આપીએ. એને મોહ ભસ્મીભૂત કરી આપીએ પછી “જોવાનું થાય એ. મોહ ભસ્મીભૂત થયા સિવાય તો કોઈ દહાડો જ્ઞાન ઊભું ના થાયને ! વૈરાગ તો કેટલા દહાડા લાવશે ? વૈરાગ રહે નહીં.
પ્રશ્નકર્તા : પુદ્ગલની શક્તિ ખરી ?
દાદાશ્રી : પુદ્ગલનો સ્વભાવ પૂરણ-ગલન છે. પુદ્ગલને તાબે જો આ વાણીની શક્તિ કહીએ, પણ ત્યારે પુદ્ગલ જ બધું કરે. આ ભૂખ લાગે છે ત્યારે દેહ કશું કરે છે ? સંડાસ જવું હોય ત્યારે પુગલને તાએ પોતે (પુગલ) રહી શકે છે ? પુદ્ગલની સત્તા નથી પણ તેનો પૂરણ-ગલન સ્વભાવ છે.
પ્રશ્નકર્તા : એ સમજાયું નહીં બરાબર, એ નિરંતર પરિવર્તન થયા કરવું એ સ્વભાવ ?
દાદાશ્રી : પરિવર્તન તો થયા જ કરે છે, આખું જગત.
પ્રશનકર્તા : જે એક પુદ્ગલનો સ્વભાવ છે, એ સર્વ પુલનો સ્વભાવ છે ?
દાદાશ્રી : હા, તે એક જ પ્રકારનો સ્વભાવ બધા પુદ્ગલનો. ભૂખ લાગવી, તરસ લાગવી, લાગણીઓ ઉત્પન્ન થવી, ફલાણું થવું, થાક લાગવો, ગોરા થવું, ધોળા થવું, કાળા થવું, પીળા પડી જવું.
પ્રશનકર્તા : હા, બરાબર છે.
દાદાશ્રી : એક પુદ્ગલનો જે સ્વભાવ છે, બધાય પુદ્ગલનો સ્વભાવ એક જ, બધે જ એ સ્વભાવ છે.
જો પુદ્ગલ સત્તાધીશ હોત, વ્યવસ્થિત વગર, તો તો ભૂખ કોઈને લાગત નહીં, પણ તેવું નથી. પુદ્ગલ તેના સ્વભાવમાં જ કામ કરી રહ્યું છે.
પ્રશ્નકર્તા : ખાતી વખતે ખાવામાં કંટ્રોલ રહેતો નથી.
દાદાશ્રી : ખાતી વખતે ખા ખા કરે છે તે પુદ્ગલનો સ્વભાવ છે. તે પુદ્ગલ પુદ્ગલને ખેંચે છે. હમણાં પાંચસો જણ જમવા બેસે ને કોઇ એટીકેટવાળા સાહેબ હોય તો તેમને ‘જમવા બેસો’ કહીએ તો ના ના’ કરે પણ પછી બેસે ને ભાત આવવાની વાર હોય તો દાળમાં હાથ ઘાલ્યા કરે, શાકમાં હાથ ઘાલ્યા કરે. કારણ કે એ પુદ્ગલનો સ્વભાવ છે.
માગે છે પુદ્ગલ, તોય તેમાં આરોપ કરે છે કે, “મેં માંગ્યું', ખબરેય નથી એ તો પણ બીજું કોઈ માંગનારું છે જ નહીં ને એમાં, તપાસ કરતાં એવું જ લાગે છે ને ? એને તપાસ કરતાં શું લાગે ?
પ્રશનકર્તા : કશું જડે નહીં એને.
દાદાશ્રી : ‘બીજું કોઈ છે જ ક્યાં ? હું જ છું ને', કહેશે. આ બધું માગે છે જ પુદ્ગલ.
પ્રશનકર્તા : ખોરાક-પાણી, બધું ?
દાદાશ્રી : બધી ચીજો નહાવા-ધોવાનુંય પુદ્ગલ માગે છે. દાતણેય કરવાનુંય પુદ્ગલ માગે છે.