________________
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૫૩
૩૫૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
મસ્તીમાં પડ્યા છે એ મસ્તી આની.
પ્રશ્નકર્તા : દાદા, આ પૌદ્ગલિક મસ્તીથી સંસાર વધને ? દાદાશ્રી : સંસાર વધે એટલું જ નહીં, અનંતો થાય.
પ્રશ્નકર્તા : અનંતો થાય, તો તો આ ગલે મેં ફાંસી જેવું. એ જાણે છે કે હું તો કાંઈક કરું છું પણ આ તો ઉપરથી ફાંસી આવી !
દાદાશ્રી : બેભાનપણે માર ખાય છે ને !
પ્રશ્નકર્તા : કૃપાળુદેવના પુસ્તકમાંથી “જૈન પુદ્ગલભાવ ઓછો થયે આત્મધ્યાન પરિણમશે.’ તે એમ કેમ કહે છે ? તે યથાર્થ કહે છે. જૈન લોકો એમ કહે છે કે પુદ્ગલભાવ ઓછો થશે તો..
દાદાશ્રી : એવું નથી કહેતા. ‘હું જૈન છું, હું જૈન છું', એ કર્મ શ્યારે જશે ત્યારે આત્મધ્યાન પરિણમશે.
પ્રશ્નકર્તા : જૈન હોવાનો ભાવ એ જૈન પુદ્ગલભાવ ?
દાદાશ્રી : હા. એ રોગને, એટલે એ કર્મ ચોંટ્યાં ! વીતરાગોના ધર્મને કર્મ હોય નહીં, રિયલ ધર્મ. અને આ જૈન ધર્મ છે. જૈન ધર્મ તો રિલેટિવ ધર્મ છે. કૃપાળુદેવનું એક-એક વાક્ય વાંચવા જેવું છે. એકએક વાક્ય સમજવા જેવું છે.
મૂર્તિયે ઉત્પન્ન થયેલી છે. ભગવાને ચાર નિક્ષેપો કહ્યા. નામ નિક્ષેપ, પછી આ સ્થાપના નિક્ષેપ. મૂર્તિયે દેખાય. પછી દ્રવ્ય નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ એટલે જે ભરેલો માલ, જૈન હોય તે જૈનનો માલ ભરેલો હોય. તે પ્રતિક્રમણ-સામાયિક એવું કર્યા કરતો હોય. વૈષ્ણવ છે તે વળી, મૂર્તિને નવડાય નવડાય કરતો હોય. જેણે જે માલ ભરેલો હોય એ નીકળ્યા કરે. જૈન, જૈન પુદ્ગલમાં હોય, વૈષ્ણવ, વૈષ્ણવ પુદ્ગલમાં હોય. એ પુદ્ગલ શ્યારે એને બિલકુલ ખલાસ થઈ જશે, એ બંધનમાંથી રહિત થશે ત્યારે ઉકેલ આવશે. એ પુદ્ગલ હશે તો નવાં પુદ્ગલ ઊભાં થાય છે ને જૂનું છે તે નિર્જરે છે અને નવું બંધન થાય છે પાછું, નવો બંધ પડે છે.
વૈષ્ણવને વૈષ્ણવ પુદ્ગલ મોક્ષે ના જવા દે ને જૈનને જૈન પુદ્ગલ મોક્ષે ના જવા દે.
પ્રશ્નકર્તા : જૈન પુદ્ગલ અને વૈષ્ણવ પુદ્ગલ એટલે શું?
દાદાશ્રી : જે આરાધ્યું તે, આરાધના કરી તે પુદ્ગલની જ કરી ને ! દર્શન કરવા ગયા, મહારાજને નમસ્કાર કરવા ગયા એ બધું પુદ્ગલને જ આરાધ્યુંને, એમાં આત્માને શું લેવાદેવા ? જેમાં પડ્યો તેનો કાટ લાગ્યા વગર રહે જ નહીં. પણ આ બધાં ટેપીંગ છે. જૈન પુદ્ગલમાં માતાજીની ભક્તિવાળુ ડિસ્ચાર્જ તેમને ગમે નહીં. આમાં (વૈષ્ણવમાં) માતાજી ને બીજું જાતજાતનું હોય. આમાં બધું પુદ્ગલ જ છે ને ! જાત જાતના વાડા છે.
પ્રશ્નકર્તા : પછી આગળ “જૈન પુદ્ગલ ભાવ ઓછો થયે આત્મધ્યાન પરિણમશે.” એમ કહે છે કે કેમ ? તે યથાર્થ કહે છે. પણ આ ક્રમ માર્ગનું છે ને ?
દાદાશ્રી : ના, ના, ક્રમ માર્ગનું નહીં, બધેય જૈન પુદ્ગલ ભાવ એટલે જે જૈન છે ને, તે આ બીજાં પુલ છોડીને જૈનનાં પુદ્ગલ ગ્રહણ કર્યા કરે. વૈષ્ણવે વૈષ્ણવનાં પુદ્ગલ ગ્રહણ કરેલાં હોય. તે આ સામાયિકો કરતાં શીખ્યા હોય, બીજું કરતાં શીખ્યા હોય, બીજું બધું શીખ્યા હોયને, એ બધાં પુદ્ગલ ભાવો શીખ્યા હોય, એ બધા જૈન પુદ્ગલ પાછાં છોડવાં પડશે. એનાથીય બંધન છે.
જૈન પુદ્ગલ ભાવ કહેવાય છે. આ સ્થાનકવાસીને સ્થાનકવાસી પુદ્ગલ હોય, પુદ્ગલ ભાવ હોય. દેરાવાસીને દેરાવાસી પુદ્ગલ ભાવ હોય. આ વૈષ્ણવ પુદ્ગલ ભાવ તો આ ખાલી લાકડાનું ખોખું હોય ને તેવાં નરમ છે, પણ આ જૈન મુગલ ભાવ એ તો તાંબાનાં પતરાં જેવાં કઠણ છે. એટલે આ પુદ્ગલથી તો બહુ રખડવાનું છે. જૈન પુદ્ગલ તો જે છે તે તાંબાનું વાસણ છે, તૂટે નહીં. એ આવરણ તૂટે નહીં અને આ વૈષ્ણવનું પુદ્ગલ તો લાકડાનું ખોખું, એક દા'ડો સડી જઈને તૂટી જાય.