________________
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૩૫
૩૩૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
વાય. ઊલટું બફારો થયા કરે રાત્રે બાર વાગેય. અને કેટલાક દહાડે બાર વાગ્યે વાદળાં આવે ને, તોય કહેશે કે ઠંડા વાદળ છે. તે ટાઢ વ્હાય. એટલે જાતજાતના પરમાણુ. એ બે સામાસામી ભેગા થાય ને અથડાય ને ખડાડાડા... ખડાડાડા.. જુઓને, લોકોને રાગે પાડી દે છે ને ! તે પેલો તો જાગી ઊઠે.
પ્રશ્નકર્તા : અણુબોમ્બ ને હાઈડ્રોજન બોમ્બ બધા ઘર્ષણથી જ થાય ?
દાદાશ્રી : જેટલા બોમ્બ છે ને, એ બધું પુદ્ગલ તત્ત્વનું છે. આ બધો વ્યવહાર જ આપણો પુદ્ગલ તત્ત્વનો છે ને ! ખઈએ છીએ તે પુદ્ગલ, બધું પુદ્ગલ તત્ત્વ જ છે આ. આ ફક્ત આપણે ચાલીએ, ફરીએ, આ અહીંથી છે તે પવન આવે છે ને, તે છાપરા ઊડાડીને અહીંથી માઈલ છેટે લઈ જાય. અલ્યા મુઆ, પતરા ઉ ઊડ્યા ? ત્યારે કહે, હા, પતરા હઉ ઊડ્યાં. ઊડે ખરાં ? એ પુદ્ગલ જ. પુલને સંચાલન કરે છે ‘આ’ (વ્યવસ્થિત). નહીં તો ઘઉં ક્યાં પાકે છે ને અહીં કોને ત્યાં આવે છે ? ચાલીને આવે છે ઠેઠ હરિયાણાથી ? તારે ઘેર રોટલી હલ થાય ? જો ઘઉં ચાલે છે, બાજરી ચાલે છે, બધું જ ચાલે છે. ચાલે છે કે નથી ચાલતું ? એ તત્ત્વો ચલાવે છે આ.
મેટલ અને નોન મેટલના પારિણામિક ભાવ જુદા હોય, તેમ આત્મા અને અનાત્માના પારિણામિક ભાવ તદન જુદા જ છે. અનાત્માનો પરિણામિક ભાવ ભારે થતો જવાનો ને આત્માનો પારિણામિક ભાવ હલકો થવાનો છે. આ લોડ શાનો છે ? આત્માનો લોડ નથી પણ આત્માની સાથે કોઝલ બોડી જાય છે ને, તે પરમાણુ સ્વરૂપે છે પણ વેઈટ તો ખરું ને ?
હવે પુદ્ગલનો સ્વભાવ અધોગામી છે. પુદ્ગલનો સ્વભાવ શી રીતે અધોગામી વધારે થાય ? ત્યારે કહે, શરીર જાડું હોય તેના આધારે નહીં, વજનદાર હોય તેના આધારે નહીં, કેટલો અહંકાર મોટો છે ને કેટલો લાંબો-પહોળો છે, એના ઉપરથી હોય. પાતળો મારા જેવો હોય
પણ અહંકાર આખી દુનિયા જેવડો હોય. અને હોય મજબૂત આવો, અઢીસો કિલોનો, પણ તેને અહંકારને એવું કશું નહીં. જાડીયો હોય તોય એ ડૂબે નહીં.
અહંકાર એટલે વજન. અહંકારનો અર્થ જ વજન. અને નીચે ઉતરવું. ધીમે રહીને પેલાનું જેમ જોર વધે તેમ નીચે ઊતરે, અધોગતિ. અને આત્માનો સ્વભાવ ધીમેધીમે ઊર્ધ્વગતિ ભણી અને આ પુદ્ગલ વેઈટ આવે એટલે નીચે ઉતારે.
પ્રશ્નકર્તા : પુલ નીચે લઈ જાય !
દાદાશ્રી : વેઈટી (વજનવાળું) પુદ્ગલ આવે છે. વેઈટી પુદ્ગલ આવે એ કેમનું ? આ પાપવાળું પુદ્ગલ, એ બધું વેઈટી કહેવાય. પુણ્યવાળું એ વેઈટી કહેવાય, પણ પુષ્યવાળું ઓછું વેઈટી કહેવાય.
નીચે ઊતારે, જેમ પાપ વધે તેમ નીચે ઊતરતો જાય. પાપ ઘટતાં જાય તેમ ઊંચે ચઢતો જાય. પુષ્ય વધતાં જાય તેમ ચઢતો જાય પછી પાપ-પુણ્ય બેઉ પૂરાં થાય ત્યારે પૂરું ચઢી રહ્યો કહેવાય.
પ્રશ્નકર્તા : હા, બરાબર. બન્ને ખલાસ થઈ જાય એટલે પતી
ગયું.
દાદાશ્રી : હં, શ્યાં સુધી પાપમાં પ્રવૃતિ છે ત્યાં સુધી નીચે જશે. અત્યારે પાપ પ્રવૃતિ ચાલતી હશે ?
પ્રશ્નકર્તા : દાદા, એ જ ચાલે છે ને ! દાદાશ્રી : એનું ફળેય એ જ આવે ને ? પ્રશ્નકર્તા : અધોગતિ થાય પછી. દાદાશ્રી : એમાં કંઈ પોલીસવાળાને પૂછવા જવાનું હોય ?
પુદ્ગલ, કોને આધીત ? પ્રશ્નકર્તા : કર્મનો ભોગવટો આવે છે તેમાં તેનું નિષ્પક્ષપણું ને?