________________
૩૩૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
આધીન છે અને વિભાવ દશામાં સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સને આધીન છે.
પુદ્ગલ પોતે જ સત્તાવાદી નથી, આત્મા સત્તાવાદી છે. વાણી આત્માને આધીન નથી. માટે તેને પરાધીન કહીએ છીએ. એટલે વ્યવસ્થિતને આધીન છે એમ કહેવા માંગીએ છીએ.
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૩૩ ને તેય વ્યવસ્થિતને તાબે ને ?
દાદાશ્રી : હા, તે વ્યવસ્થિતને તાબે. પુદ્ગલની સત્તા પણ વ્યવસ્થિતને આધીન. પુદ્ગલની સ્વભાવિક સત્તા નથી.
પ્રસનકર્તા : પુલની સત્તા તો ખરી ને ? દાદાશ્રી : પુદ્ગલની સત્તા જ નથી, વ્યવસ્થિતને આધીન છે. પ્રશ્નકર્તા : તો કર્મ જેવું ના રહ્યું ને ? દાદાશ્રી : ખરી વાત છે, કર્મ જેવું છે જ નહીં. પ્રશ્નકર્તા ઃ તો તો પુણ્ય-પાપેય ના રહ્યું ને ?
દાદાશ્રી : ‘હું કરું છું’ એ આરોપિતભાવે કર્મ છે ને તેનાથી પુણ્ય-પાપ છે. કર્તાભાવ ગયો તો કર્મ ગયા.
પ્રશ્નકર્તા : પુલની પરસત્તા ક્યાં સુધી હોય ?
દાદાશ્રી : પુદ્ગલની ? શ્યાં સુધી આપણે આ સ્વરૂપની બાઉન્ડ્રીમાં હોઈએ ત્યાં સુધી. આપણે આપણી બાઉન્ડ્રીમાં, તો પુદ્ગલની સત્તા બહાર ગઈ. બાઉન્ડ્રીની બહાર નીકળીએ ફોરેનમાં, એ બધી પુદ્ગલની સત્તા. ત્યાં પકડે એ, કેમ અમારી હદમાં આવ્યા ?
સર્વસ્વ કર્મો બધાં અહીંયાં ઓગળી જાય એવાં છે પણ એને એની ગેડ બેસવી જોઈએ.
પ્રશ્નકર્તા : આ જે બધાં પુદ્ગલ છે, તો એ પુદ્ગલો પરાધીન કોને છે ?
દાદાશ્રી : જેને અજંપો થતો હોય તેને. અજંપો ના થતો હોય તેને પરાધીનય ક્યાં છે ?
પ્રશ્નકર્તા : એ તો ખરું. પણ કોને આધીન છે આ બધાં ? દાદાશ્રી : સ્વભાવ દશામાં તો એ સ્વાધીન છે, પોતે પોતાને
એ છે સમ્યક્ ચારિત્ર ! પુદ્ગલ પરિણામ કોઈ અટકાવી શકતું નથી. જ્ઞાનીએ બેઠક કરી આપી તમને બેસાડ્યા, જ્ઞાન આપ્યું ને કહ્યું કે તમને વિપ્નો નહીં આવે.
દેહ એ પુદ્ગલ પરિણામ છે ને મહીં સ્વપરિણામ છે. જગત આખું પુલ પરિણામ છે.
આ દેહમાં ક્રોધ, હર્ષ, શોક બધું જ ભરેલું છે, પણ તેમાં આત્મા તન્મયાકાર ના થાય ને પુદ્ગલના દરેક સંયોગોને પરપરિણામ જાણ્યું, એને સમ્યક ચારિત્ર કહેવાય !
પ્રશ્નકર્તા : એમાં ઉપમા બહુ સરસ આપી છે કે નદી છે એમાં પાણી ક્ષણે ક્ષણે વહેતું જ હોય છે.
દાદાશ્રી : એ નદીની પેઠ જ કર્મના ઉદય વહ્યા કરે છે. બીજું કશું છે નહીં, કર્મના ઉદય છે અને ઉદય એટલે શું ? પરિણામ. ઉદય એટલે પરિણામ કહેવાય એને. નદી વહેતી જ છે. તે કોઝ નથી, પરિણામ છે એ. એટલે પરિણામને અને ચેતનને કશી લેવાદેવા નથી. કોઝિઝ અને પરિણામમાં ના હોય, એનું નામ ચેતન. કોઝિઝ અને પરિણામ બધાં પુદ્ગલના છે.
સર્જન કરવું તે તમારી સત્તા છે, વિસર્જન કરવું એ પુદ્ગલની સત્તા છે. માટે સર્જન કરો તે સવળું કરજો. તમારું સર્જન કરેલું, તે વિસર્જન કર્યા વિના પુદ્ગલ છોડે જ નહીં.
પરિણામનો વિચાર નહીં કરવાનો, એ આપણી સત્તાની વાત