________________
(૧૦) પુદ્ગલની પરિભાષા !
રાગ-દ્વેષ થાય. અને રાગ-દ્વેષ થાય એટલે પાછું પુદ્ગલ થાય. જેમ કોઝિઝ એન્ડ ઈફેક્ટ, ઈફેક્ટ એન્ડ કોઝિઝ ચાલ્યા જ કરવાનું નિરંતર. પ્રશ્નકર્તા : પહેલું પુદ્ગલ કેવી રીતે થયું ? પહેલું પુદ્ગલ કે પહેલું રાગ-દ્વેષ ?
૩૩૩
દાદાશ્રી : એ પાછું ગુલાંટ ખાઉ છું ? આપણે આ માળા છે, એમાં પહેલો મણકો કર્યો ?
આખો સંસાર જ પુદ્ગલનો છે. પણ પુદ્ગલમાં રાગ-દ્વેષ થવો, એનું નામ બંધન ને પુદ્ગલમાં રાગ-દ્વેષ ના થવો, એનું નામ મુક્તિ.
પાંચમાંથી ચાર ઈન્દ્રિયો એક પક્ષે વીતરાગ છે. શ્યારે સ્પર્શ બન્નેવ બાજુ રાગી છે. અને મિશ્રચેતન છે કે જે અતિ વધારેમાં વધારે નુકસાનકારક છે. બન્નેવમાં વીતરાગતા હોય તો છૂટે. સ્પર્શમાં વિષય વાસના આવી જાય. સુંદર દૃશ્ય અને તેને જોનાર બન્નેવ પુદ્ગલ છે. એક રાગી, બીજો વીતરાગી. સુંદર ગાયન અને તેને સાંભળનાર પુદ્ગલ છે. એક રાગી અને બીજો વીતરાગી. સુવાસ અને સુગંધ લેનાર પુદ્ગલ છે. એક રાગી, બીજો વીતરાગી.
પૌદ્ગલિક માટી એવી છે કે નીકળવાનો પ્રયત્ન કરે તો વધારે ને વધારે ખૂંચતો જાય.
આ પુદ્ગલ તો શ્યાં સુધી ચોખ્ખું હોય છે, નેચરલ હોય છે, ત્યાં સુધી વાંધો નથી પણ વિભાવિક પુદ્ગલના પરિણામ જોઈએ તો રાગ ના થાય. આ ખોરાક ખાય છે ત્યારે ખાધા પહેલાં કેવો દેખાય છે અને પછી એની દશા શી થાય છે, એ જોઈએને તો પણ ના ગમે.
પુદ્ગલતો ભાર, ગતિતો આધાર !
પુરુષ અને પ્રકૃતિ બે જુદી છે. પુરુષને શુદ્ધાત્મા કહે છે. પ્રકૃતિને પુદ્ગલ કહે છે, એ પૌદ્ગલિક સ્વભાવની છે. શુદ્ધાત્મા જ્ઞાન સ્વભાવનો છે. પુદ્ગલમાં જ્ઞાન હોતું નથી અને પેલામાં પુદ્ગલ હોતું નથી. એટલે બેઉ પોતપોતાનાં સ્વભાવથી જ જુદાં પડી જાય છે.
આપ્તવાણી-૧૪ (ભાગ-૨) સ્વભાવથી ઓળખીએ તો આપણે આમાંથી તાંબું ને સોનું જુદું પાડી શકીએ, એવો આ પ્રયોગ કહેવાય.
આનો આ જ માલ સ્ત્રી થાય અને પુરુષ થાય. ‘આ બધું કોણ કરે છે’ અને ‘પોતે કોણ છે' એટલું જ જો શીખી જાય, તો છૂટકારો થાય. પણ આ સાયન્સ આગળ બધા જ મૂંઝાયેલા. બહુ વિચારવંત હોય તેનેય ના સમજાય તેવું છે. બધું છોડીને ભાગી ગયા તેમનેય આ બાજી સમજાય તેવી નથી.
૩૩૪
સ્ત્રી થાય, પુરુષ થાય, બધું એક જ પુદ્ગલ. આ જે બધી ધાતુઓ છે ને, તે એક જ પુદ્ગલની જ બનેલી ચીજો છે.
પ્રશ્નકર્તા : બધી ?
દાદાશ્રી : બધી જ, એક જ પુદ્ગલ.
પ્રશ્નકર્તા : પણ એના સ્વતંત્ર સ્વભાવવાળીને બધી ? આમ સાયન્સ શું કહે છે ?
દાદાશ્રી : ના, એ તો એવિડન્સના આધારે બધી ભેગી થઈ. આને એવિડન્સ આ મળ્યા તે સોનું થયું. આને એવિડન્સ આ મળ્યા તે પિત્તળ થયું. એવિડન્સના ઉપર આધાર રાખે છે.
પ્રશ્નકર્તા : એટલે મૂળભૂત એક જ તત્ત્વ ?
દાદાશ્રી : બાકી એ તો મૂળભૂત એક જ તત્ત્વ છે. એમાં છે તે, આમ સરખામણી આની (મૂળ પરમાણુ તત્ત્વ) જોડે કરાય નહીં. જેટલી મેટલ્સ ને નોન મેટલ્સ, એ બધી મૂળભૂતે એક જ વસ્તુ છે.
આ જે હાઈડ્રોજન, ઓક્સિજન, જેટલા બધા વાયુ છે ને, એ બધા પુદ્ગલ તત્ત્વના છે. બીજું કશું છે નહીં. એક જ તત્ત્વનો સામાન છે આ બધો. આ જેટલા પ્રકારના રંગ છે, એ બધા એક જ તત્ત્વના છે.
આ વાદળના બે પ્રકાર હોય છે. આપણા અહીં બધા પૈડા માણસ જાણે કે વાદળ આવ્યું છે પણ ગરમ છે, કહેશે. એટલે ટાઢ-બાઢ ના