________________
૩૩૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૩૧ ફ્રેકચર થઈ ગયો તો ખલાસ થઈ ગયું. આ ઈગોઈઝમ જ કર્મ બાંધે છે ને કુદરત છોડે છે. કુદરત એના ટાઈમિંગ થાય છે ને એટલે એ બધું કર્મ છૂટે છે અને ઈગોઈઝમ ભોગવે છે ને કર્મ બાંધે છે. ભોગવે છે ને કર્મ બાંધે છે. બસ, ઈગોઈઝમનું જ કામ છે આ. શ્યારે ઈગોઈઝમ નહીં હોય ત્યારે કર્મ નહીં બંધાય.
પ્રશ્નકર્તા : એટલે તમે એવું કહેવા માંગો છો કે આત્મા પુદ્ગલ થકી કર્મ બાંધે છે અને પુદ્ગલ થકી છોડ છે.
દાદાશ્રી : એવું નથી. (મૂળ) આત્મા તો આમાં હાથ ઘાલતો જ નથી. ખરી રીતે આત્મા તો છૂટ્ટો જ છે, સ્વતંત્ર છે. આત્માની હાજરીથી આ અહંકાર કર્મ બાંધે છે અને ભોગવે છે તેય અહંકાર ભોગવે છે.
પ્રશ્નકર્તા : અહંકાર જે ભોગવે છે એ પુદ્ગલના માધ્યમથી ભોગવે છે ને ?
દાદાશ્રી : હા, પણ એ તો એનો બીજો રસ્તો જ નથી ને ! અહંકાર એ પુદ્ગલ છે અને આ કર્મય પુદ્ગલ છે. વસ્તુ તો એક જ છે, આમ જુદું જુદું બોલવું હોય તો જુદું જુદું બોલાય. કોણે ભોગવ્યું ?
કષાય છે પુદ્ગલ ! પ્રશ્નકર્તા : આ કષાય જે છે તે પુદ્ગલને આધીન જ છે ને પુદ્ગલથી જ પરિણામ પામે છે ને તે ?
દાદાશ્રી : એ પોતે જ પુદ્ગલમાં ગણાય છે. એ પુદ્ગલનો એક ભાગ જ છે.
પ્રશ્નકર્તા : ક્રોધ એ પુદ્ગલનો સ્વભાવ કે પ્રકૃતિનો ?
દાદાશ્રી : પ્રકૃતિ એ પુદ્ગલ જ છે, બધું આ. પ્રકૃતિમાં કોઈ ચેતન-બેતન નામેય નથી, એ બધું પુદ્ગલ જ છે.
પ્રશ્નકર્તા : એટલે ક્રોધ-માન-માયા ને લોભ એ પુદ્ગલમાં ? દાદાશ્રી : બધું પુદ્ગલ જ છે એ.
પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભ જે એનાં પરિણામ બતાવે છે એનું કારણ શું ?
દાદાશ્રી : એ બધું અજ્ઞાનતા હોય ત્યાં સુધી છે. ક્રોધ-માનમાયા-લોભ જે લઘુ-ગુરુ સ્વભાવના છે તે પુદ્ગલનું છે. અગુરુલઘુ સ્વભાવવાળું બધું આત્માનું. વગર બોલ્ય ગુસ્સો હોય તો ખબર પડે કે ના પડે ? પડે જ.
પ્રશ્નકર્તા : પઝલ કરનારું પુદ્ગલ જ કહ્યું, તે એમાં અજ્ઞાન નથી કહ્યું.
દાદાશ્રી : એ જ પુદ્ગલ, પુદ્ગલ એ જ અજ્ઞાનને !
ક્રોધ-માન-માયા-લોભ, અહંકાર, બધુંય પુદ્ગલ કહેવાય. એ મિશ્રચેતન પણ આમ પુદ્ગલમાં ગણાય.
ઉદયાસ્ત એ બધું જ પુદ્ગલ, આપણું નહોય. ક્રોધ-માન-માયાલોભ બધું ઉદયાસ્ત હોય, આપણું ના હોય.
રાગ-દ્વેષનું નામ બંધત ચોખું પુદ્ગલ અને રિલેટિવ પુદ્ગલ અર્થાત્ વિભાવિક પુદ્ગલ. સંજોગવશાત્ ઉત્પન્ન થયેલું.
સ્વભાવિક પુદ્ગલ ઈફેક્ટિવ નથી, વિભાવિક પુદ્ગલ ઈફેક્ટિવ છે.
પ્રશ્નકર્તા : દાદા, તમે એમ કીધું કે, કોઝિઝ હોય તો ઈફેક્ટ આવે, તો પહેલું કોઝ આવ્યું કે ઈફેક્ટ આવી ? સૌથી પહેલું શું આવ્યું?
દાદાશ્રી : એ તો બુદ્ધિનો પ્રશ્ન છે ને ! પ્રશ્નકર્તા : શરીર હોય, પુદ્ગલ હોય તો રાગ-દ્વેષ થાય ને !
દાદાશ્રી : હા, પુદ્ગલ હોય તો પણ પુદ્ગલ એટલે ઈફેક્ટ. તું પુદ્ગલ કહું છું ને, એને હું ઈફેક્ટ કહું છું કે આ ઈફેક્ટ છે તો આ