________________
૩૩૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૨૯ આવે ? તત્ત્વમાં આવે કે નહીં ?
દાદાશ્રી : પુદ્ગલ તત્ત્વમાં. પ્રશ્નકર્તા : એ પરમાણુ તત્ત્વ છે, જે ચિરંજીવ છે ?
દાદાશ્રી : એ પુદ્ગલ પરમાણુનો પર્યાય છે આ તો. કારણ કે તમે જોયું છે ને ? આવન-જાવન એને જોયેલું કે નહીં જોયેલું ? આવે ને જાય ? ભરાય ને ઠલવાય. ભરાય ને ઠલવાય એ બધું પુદ્ગલ.
પ્રશ્નકર્તા : આ ઈલેક્ટ્રિસિટી કોઈ વખત મરતી નથી. એટલે ઈલેક્ટ્રિસિટી કન્ટીન્યુઅસ જ હોય છે, તો એ ઈલેક્ટ્રિસિટી એક તત્ત્વ છે. એ કાયમનું છે. એ તત્ત્વ ગણાય કે નહીં ?
દાદાશ્રી : ના, પર્યાય એટલે અવસ્થા. બંધ થઈ જાય, ઉત્પન્ન થાય, બંધ થાય.
ફેર, કરવામાં તે ક્રિયામાં ! પ્રશ્નકર્તા : ચેતન પુદ્ગલમાં ફસાયું છે, તો એ પુદ્ગલમાં ક્યાં છે અને પુદ્ગલનો કેટલો ભાગ રોકે છે ?
દાદાશ્રી : ચેતન ફસાયું જ નથી. પુદ્ગલનો ભાગ રોક્યો નથી એણે, એ એના ભાગમાં છે. પુદ્ગલ, પુદ્ગલના ભાગમાં છે, બેઉની પોતાની સ્વતંત્ર જગ્યાઓ છે.
‘પોતે’ ‘હું ચંદુલાલ છું’ એમ કહે છે, એ પુદ્ગલને ‘હું છું” એમ માને છે. કર્તા પુદ્ગલ છે, એને “મેં કર્યું માને છે. એટલે પુદ્ગલ ચોંટ્યું “એને’.
કોનો સ્વભાવ ક્રિયા કરવાનો ? ત્યારે લોક કહેશે, ‘મારો સ્વભાવ ક્રિયા છે ! હું ના હોઉં તો કોણ કરે ? પુદ્ગલ કરતું હોય તો આ બેંચ કેમ નથી કરતી, આ ડેસ્ક કેમ નથી કરતું ?” મૂઆ, એ પુદ્ગલ ના કહેવાય.
પ્રશ્નકર્તા : એ પુદ્ગલ કોને કહે છે ? જે આ ક્રિયા કરી રહ્યું
છે એ પુદ્ગલ જ ભાગ છે ને ?
દાદાશ્રી : જીવની સાથે જે હોય એ બધું પુદ્ગલ કહેવાય. બાકી આ પુદ્ગલ ના કહેવાય. એ તો પરમાણુઓનો સ્વભાવ છે. કોહવાઈ જવું, સડી જવું, આ તો પૂરણ-ગલન. જેવું પૂરણ કર્યું'તું તેવું જ ગલન થાય છે.
પુદ્ગલ એટલે પૂરણ થયેલું તે ગલન થવા લાયક છે તે. અને પાછું ફરી પોતે ગલનમાંથી પુદ્ગલ ઊભું થાય. શ્યાં સુધી આત્મા ભાનમાં ના આવે ત્યાં સુધી, ગલનમાંથી પુદ્ગલ ઊભું થાય અને પુદ્ગલમાંથી પાછું ગલન ઊભું થાય પૂરણ-ગલન, પૂરણ-ચલન થયા જ કરે.
અનંત અવતાર સુધી આની આ જ ક્રિયા છે.
‘આ મેં જાણ્યું ને મેં આ કર્યું એ ગુણ આત્માનોય નહીં અને જડનોય નહીં. આત્મા જાણે ખરો પણ કરે નહીં. અને જડમાં તો પોતાનામાં કરવાનોય ગુણ નથી, ક્રિયાનો ગુણ છે. એનામાં ક્રિયાનો ગુણ છે પણ તે સ્વાભાવિક ક્રિયા છે. અને આ જે પુદ્ગલ ઊભું થયું, એ તો વિકૃત ક્રિયા છે, વિકારી ક્રિયા !
પ્રશ્નકર્તા : કર્મ કોણ કરે છે ? આત્માને કર્મ લાગે છે કે પુદ્ગલને કર્મ લાગે છે ?
દાદાશ્રી : એવું છે ને, ચંદુભાઈ કર્મ કરે છે અને શ્યારે ‘તમે’ ચંદુભાઈ નથી એવું તમને ભાન થશે ત્યારે કર્મ નહીં બંધાય.
પ્રશ્નકર્તા : ચંદુભાઈ છે એ પુદ્ગલ છે, શ્યારે આત્મા જુદી ચીજ છે. જે કર્મ કરે છે તે મુદ્દગલ કરે છે, તો પછી આત્માને શા માટે લાગવાં જોઈએ ?
દાદાશ્રી : (વ્યવહાર) આત્માની પોતાની બિલીફ આ રોંગ છે કે “હું ચંદુભાઈ છું.” એટલે આ રોંગ બિલીફથી કર્મ લાગે છે. પુદ્ગલ એકલું કર્મ નથી કરતું પણ આત્માની રોંગ બિલીફ છે. રોંગ બિલીફ એ પણ પુદ્ગલ છે, એ અહંકાર કામ કરે છે. એ ઈગોઈઝમ જો તમારો