________________
૩૨૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૨૭ હોય. મોટો થાય તેમ તેમ નીકળતું જાય.
પ્રશ્નકર્તા : પુદ્ગલ બધું ગલન થતું જાય.
દાદાશ્રી : હા, ડિસ્ચાર્જ થતાં વાર લાગે. એટલે આ હાથીનાં કર્મ ઓછાં હોય અને કીડીનાં બહુ હોય. હાથીનું પુદ્ગલ મોટુંને, તે કર્મ ઓછાં અને કીડીને કર્મ બહુ હોય. આ જગતનું બેઝમેન્ટ આખું પૂરણ-ગલન ઉપર છે.
પૂરણથી સ્કંધ, ગલતથી પરમાણુઓ... પ્રશ્નકર્તા : આ પુદ્ગલમાંથી આત્મા છૂટો પડી જાય (મૃત્યુ પછી) તો આ ક્રોધ-માન-માયા-લોભ છે તો બીજા પાંચ તત્ત્વોમાંથી કયા તત્ત્વોમાં ભળી જાય છે ?
દાદાશ્રી : કોઈ તત્ત્વમાં ભળતું નથી, એને જ ભગવાને પુદ્ગલ તત્ત્વ કહ્યું છે.
પ્રશ્નકર્તા : એને જ વિશેષ પરિણામ કહેવામાં આવે ?
દાદાશ્રી : હા, વિશેષ પરિણામ. પણ એ પુદ્ગલનાં ગણાય છે, આત્માનાં નથી ગણાતાં. પુદ્ગલ એ તત્ત્વ નથી. એ તો આ લોકોએ સમજણ પાડી. પરમાણુ એ તત્ત્વ છે.
પ્રશ્નકર્તા : પણ દાદા, આ પરમાણુઓ ભેગા થઈ અને જે સ્કંધો વગેરે બને છે, એમાં આત્મા ભેગો થતો નથી. તો એને પુદ્ગલ નહીં કહેવાનું?
દાદાશ્રી : ના, એ પુદ્ગલ ના કહેવાય. હવે એને આ લોકો પુદ્ગલ કહે છે. ભાષા એવી થઈ ગઈ છે. બાકી, પુદ્ગલ તો ફક્ત કોને કહેવાય કે, ક્રિયેચર હોય કોઈપણ. એટલે ઝાડપાન, જીવતી વસ્તુ તેના આત્મા સિવાય બીજા ભાગને પુદ્ગલ કહેવાય. શ્યાં આગળ કોઈ પણ ઝાડ હોય ને, ઝાડનું લાકડું એ પુદ્ગલ કહેવાય. ઝાડ એય પુદ્ગલ કહેવાય. પછી કાપે ત્યારે તો લાકડુંય પુદ્ગલ કહેવાય.
પ્રશનકર્તા : એમાંથી આત્મા તો નીકળી ગયો. એમાં આત્મ તત્ત્વ હોય નહીં.
દાદાશ્રી : ના, આત્મ તત્ત્વ નીકળી ગયું. પણ આત્માને લઈને આ પરમાણુની દશા આવી થઈ ને ! પરમાણુની દશા શાથી આવી થઈ ?
પુદ્ગલમાં પૂરણવાળો માલ રૂંધવાળો હોય અને ગલનવાળો માલ સ્વભાવિક હોય. પૂરણ કરતી વખતે સ્કંધ થાય અને ગલનમાં સ્કંધમાંથી પરમાણુ રૂપે, સ્વભાવિકતાએ ગલન થાય.
ઈલેક્ટ્રિસિટી પણ પુદ્ગલમાં ! વિભાવિક પુદ્ગલ વિનાશી છે. સ્વભાવિક પુદ્ગલ પરમેનન્ટ છે. પુદ્ગલને આત્માનું કંઈ અવલંબન નથી, પોતાનું સ્વતંત્ર છે. એક ક્ષણવાર અવલંબનમાં આવ્યું નથી. એક ક્ષણવાર અવલંબનમાં આવી જાય, તો કાયમનું આવી જાય. પછી આત્મા છોડે જ નહીંને, પોતાના તાબામાં આવી જાય પછી. પણ આત્મા કોઈના તાબામાં નથી, કોઈ આત્માના તાબામાં નથી.
પ્રશ્નકર્તા : પુદ્ગલને જાણી શકાય ખરું? પુદ્ગલને વશ કરી શકાય ખરું?
દાદાશ્રી : એને જાણી શકાય. પુદ્ગલ આપણને વશ ન કરી શકે, આપણે પદ્ગલને વશ ન કરી શકીએ. એ આપણને કશું જ ન કરી શકે, આપણે એને કશું ન કરી શકીએ. બધા સ્વતંત્ર છે અને સામસામે અહિંસક છે.
પ્રશ્નકર્તા : આપણા શરીરની અંદર જે લોહીનું સરક્યુલેશન હોય છે ત્યારે આત્માનો એને સ્પર્શ થાય છે કે નહીં ?
દાદાશ્રી : ના, એને કશું લેવાય નહીં ને દેવાય નથી. આ મગજને ને એ બધું આ પુદ્ગલનું જ છે.
પ્રશ્નકર્તા : આ જે ઈલેક્ટ્રિસિટી છે, એ ક્યા તત્ત્વની અંદર