________________
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૨૫
૩૨૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨).
બીજું બધું પુગલ જ છે અને એ પ્રકૃતિ કહો કે પુદ્ગલ કહો. શુદ્ધાત્મા અને પુદ્ગલ બે જ છે આ. અને પરમાણુ છે એ જુદી વસ્તુ છે, એ શુદ્ધ વસ્તુ છે. પરમાણુના મોટા ગઠ્ઠા થયા હોય તોય શુદ્ધ !
પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો ને એ આત્મા સિવાયનું પુદ્ગલ પછી જે કંઈ હોય.
દાદાશ્રી : દેહમાં આત્મા સિવાયનું બીજું બધું પુદ્ગલ.
પુદ્ગલ વસ્તુ ફરકવાળી જ છે, આત્મામાં ફરક નથી. પણ પુદ્ગલ મિલ્ચર છે. આ જે પુદ્ગલ થયેલું છે તે સ્વભાવિક પુદ્ગલ નથી આ, વિશેષભાવી પુદ્ગલ છે. વિશેષભાવી પુદ્ગલ એટલે આની મહીં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય બધું મિલ્ચર થયેલું છે. સ્વભાવિક પુદ્ગલ હોય તો તો વાંધો નહીં, પણ આ તો મિલ્ચર થયેલું છે. એટલે આનો તાળો મળે જ નહીં ને !
આ પુદ્ગલમાં આત્મા ચેતન વસ્તુ છે, શુદ્ધ ચેતન છે. આ શુદ્ધ ચેતન છે એ સિવાય બીજો ભાગ પુદ્ગલ છે. આત્મા એ પુદ્ગલ નથી. આત્મા પૂરણેય નથી અને ગલનેય નથી. એક જ વસ્તુ છે, ચેતન વસ્તુ. હવે બીજું કશું પૂછવું છે ?
પ્રશ્નકર્તા : પુદ્ગલ તો બધા અણુઓનું બનેલું છે ને, પુદ્ગલ.
દાદાશ્રી : પુદ્ગલમાં તો બધી, છયે ચીજો (વિભાવિક આત્મા અને બીજા પાંચ તત્ત્વો, મૂળ આત્મા સ્વભાવથી જુદો છે) ભેગી આવી એનું નામ પુદ્ગલ. ખરી રીતે પુદ્ગલ અણુ એકલાનું જ ગણેલું છે પણું ખરું જોવા જાય તો બધુંય ભેગું થાય ને આ પુદ્ગલની મહીં, બધું હોય પણ લોકો એને સમજે કે અણુ એકલાને જ પુદ્ગલ ગયું છે, રૂપી તત્ત્વને. - પુદ્ગલ એટલે પૂરણ થયેલું અને ગલન થયા કરે. ગલન એટલે ડિસ્ચાર્જ અને પૂરણ એટલે ચાર્જ. તે ચાર્જ-ડિસ્ચાર્જ. ચાર્જ આપણે બંધ કરી દઇએ છીએ અને ડિસ્ચાર્જ એકલું રહે છે.
આ શરીર આખું જ તત્ત્વોનું સંમેલન છે અને એ પાછું સ્વભાવનું કેવું છે ? વિસર્જન થાય એવું છે. છ તત્ત્વ સંમેલન થયા પછી કહેવાય શું ? પુદ્ગલ કહેવાય. અને પુદ્ગલ પાછું વિસર્જન એની મેળે થયા જ કરે છે. એટલે આ પાંચ ઘોડા છે, પાંચ ઈન્દ્રિયો, તે પાંચ ઘોડાની લગામ છોડી દે. વિસર્જન થયા જ કરે છે નિરંતર. મોક્ષે જવું હોય તો તું લગામ છોડી દે, કહે છે. વ્યવસ્થિતને સોંપી દે લગામ અને તું છોડી દે. આ તો લગામ છોડે શી રીતે, ‘પોતે કોણ છું' એ નક્કી થયા સિવાય ? નહીં તો ‘પાંચ ઇન્દ્રિયો હું જ છું, આ હું જ છું. એટલે ઘોડાયે હું જ છું, હાંકનારેય હું જ છું, ગબડનારેય હું જ છું, બગડી જનારેય હું જ છું, બધું હું જ છું' કહે છે. એટલે જ્ઞાની જ્ઞાન આપીને છૂટો કરે આમાંથી પોતાને, તે છૂટો ર્યા પછી લગામ છોડી દીધી કે તરત ખબર પડી જાય કે આ પુદ્ગલ એની મેળે વિસર્જન થઈ જ રહ્યું છે. દાઢી અટકાવીએ તો અટકે નહીં ને ? અટકે કંઈ ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તેમ આ કશું અટકે એવું નથી. એની મેળે જ વિસર્જન થાય છે. ખાલી ઈગોઈઝમ કરે છે કે “આ મેં કર્યું. મેં કર્યું.’ જેમ દાઢી અટકતી નથી તેમ કશું અટકતું નથી. બધું ચાલ્યા જ કરે છે.
પ્રશ્નકર્તા : આ એક સમજવા માંગું છું કે ‘છ તત્ત્વ સંમેલન પુરગલ વિસર્જન.”
દાદાશ્રી : એ શું કહેવા માંગે છે કે આ છ તત્ત્વના સંમેલનથી આ જગત ઊભું થયું છે આનું પરિણામ શું આવે છે ? ત્યારે કહે છે, પુરગલ હતું તે વિસર્જન.
આ દેહ જભ્યો ત્યારથી વિસર્જન થયા જ કરે છે. તેને પોતે એમ જાણે કે હું તો મોટો થઉં છું. ત્યારે કહે, ના, વિસર્જન થયા જ કરે છે નિરંતર. પુરગલ તો બહુ મોટું હતું. પણ આ વિસર્જન થયા કરે છે, તોય આવડું મોટું શરીર દેખાય છે. જેમ પુદ્ગલ વધારે તેમ કાયા નાની હોય. તે નાનાં છોકરાંઓને પુદ્ગલ વધારે હોય, માલ વધારે ભરેલો