________________
૩૨૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશનકર્તા : પરમાણુનું બંધાય છે બરાબર છે, પણ મૂળ તત્ત્વ તો જડ ને ?
દાદાશ્રી : જડ.
[૧૦] પદ્ગલતી પરિભાષા !
સત્ હોય તત્વ ! પ્રશ્નકર્તા : પુદ્ગલ સત્ છે એમ કીધું છે પણ જે પૂરણ-ગલન સ્વભાવનું હોય, તેને સત્ કેવી રીતે કહી શકાય ?
દાદાશ્રી : ‘સ’ હંમેશાં પૂરણ-ચલન ના હોય, અગુરુ-લઘુ હોય. એટલે પૂરણ ના થાય, ગલન ના થાય, વધે નહીં, ઘટે નહીં, પાતળું ના થઈ જાય. એનું નામ સત્ કહેવાય. આ પૂરણ-ગલન છે તે અસત્ છે, વિનાશી છે. પણ મૂળ જે પુદ્ગલ પરમાણુરૂપે છે એ સત્ છે, એ વિનાશી નથી. એમાં પૂરણ-ચલન થતું નથી, એ અગુરૂ-લઘુ છે.
પ્રશ્નકર્તા : હા, પણ છ તત્ત્વોમાં પુદ્ગલ તત્તેય ખરું ને એક ?
દાદાશ્રી : ના, એને પરમાણુ જ કહેવાય છે. એ તો ઓળખવા માટે બોલે પુદ્ગલ. પુદ્ગલ તો પૂરણ-ચલન થયેલું હોય એટલા ભાગને કહેવાય છે.
પ્રશ્નકર્તા : જે જડ છે, જડ એ તત્ત્વ છે ને ? એ જડને આપણે તત્ત્વ કહીએ છીએ ને એ જડમાંથી આ..
દાદાશ્રી : એ પરમાણુ છે.
પ્રશનકર્તા : જડના પરમાણુમાંથી પુદ્ગલના પર્યાય ઊભા થાય તો આ શરીર બંધાય છે ને ?
દાદાશ્રી : પુદ્ગલના પર્યાય નહીં. પુદ્ગલ એ પરમાણુનું જ આ બંધાય છે.
પ્રશ્નકર્તા : તો પુદ્ગલ જડ સ્વરૂપ છે ?
દાદાશ્રી : નહીં, એવું જડ સ્વરૂપ બોલશો જ નહીં. જડ સ્વરૂપ કશું દુનિયામાં હોતું જ નથી. પુદ્ગલ જડ સ્વરૂપ હોય નહીં, પુદ્ગલના પરમાણુ જડ હોય.
પુદ્ગલનું સ્વરૂપ, વિભાવિક-સ્વભાવિક ! પ્રશનકર્તા : આત્મા અને પુદ્ગલમાં ફેર શો ?
દાદાશ્રી : આત્મા એક જ વસ્તુ છે. એટલે એ વધઘટ થતી નથી. સ્વભાવિક વસ્તુ છે અને પુદ્ગલ સ્વભાવિક વસ્તુ નથી.
પ્રશ્નકર્તા : પુદ્ગલ કોને કહેવાય ?
દાદાશ્રી : પુદ્ગલ તો આ વિકૃત થયેલા પરમાણુને પુદ્ગલ કહેવાય.
પ્રશ્નકર્તા : હા પણ આને (ટેપરેકર્ડર) પુદ્ગલ ન કહે આ લોકો ? જગત શું કહે છે, નિર્જીવ છે. આ આને પુદ્ગલ કહેવાય ?
દાદાશ્રી : મૂળ પરમાણુનો જે સ્વભાવ છે ને તે નહીં, વિકૃત થયેલું આ, વિકારી થઈ ગયેલું. આ ઝાડ રૂપે થયું ત્યારે આ લાકડું થયું ને ?
પ્રશનકર્તા : એટલે પુદ્ગલ કહેવાય ને ? દાદાશ્રી : હા, પુદ્ગલ તો બરોબર. ઝાડરૂપે થયું તેને. પ્રશનકર્તા : તમે બોલ્યા પુદ્ગલ એ પ્રકૃતિ છે એ શું ? દાદાશ્રી : પ્રકૃતિ એય પુદ્ગલ જ છે. આ આત્મા સિવાયનું