________________
૩૨૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૯) પુલમાં નિરંતર થાય પૂરણ-ગલન !
૩૨ ૧ ન લઈએ ને ગલન થાય ત્યારે હતાશ ન થઈએ.
આ ભરેલો માલ હતો તે ખરી પડવું એનું નામ પુદ્ગલ. પછી ખરી પડે, એની મેળે જતા રહે. પછી ફરી નામ નહીં દે પાછા.
પ્રશ્નકર્તા : આત્મ તત્ત્વ તથા પુદ્ગલ પ્રપંચ સિવાય આ જગતમાં અન્ય કોઈ વસ્તુ ખરી ?
દાદાશ્રી : પુદ્ગલ પ્રપંચ ને આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ છે નહીં. પણ પુદ્ગલ પ્રપંચમાં શું શું વસ્તુ છે, એ તમે શું સમશ્યા ? કારણ કે અહંકાર, ક્રોધ-માન-માયા-લોભ એ પુદ્ગલ પ્રપંચ છે. તો જો તમે એવું સમશ્યા હોય તો કરેક્ટ છે.
પ્રશ્નકર્તા : આ જે તાંત્રિક વિદ્યા છે એ પુદ્ગલ પ્રપંચથી ઊભું થયેલું છે કે આત્માનું છે કંઈ એમાં ?
દાદાશ્રી : આત્માને તો આમાં લેવાદેવા જ નહીં ને ! આત્મા એટલે આત્મા જ છે, પરમાત્મા છે. આ બધું પુદ્ગલ પ્રચંચ છે. એટલે અમે હાથ ઘાલીએય નહીં ને ! નહીં તો આ વિદ્યા અમે ના શીખ્યા હોત ? અમે હઉ શીખ્યા હોત. જો આત્મા અંગેનું હોત તો અમે શીખવા જાત. અમે જાણીએ કે આ બધું સંડાસ છે. એટલે અમે હાથ જ ના ઘાલીએ. વખતે રસોડું હોય તો હાથ ઘાલીએ, સંડાસમાં શું હાથ ઘાલવાનો ?
‘રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો.’
- શ્રીમદ્ રાજચંદ્ર એટલે એક રજકણ, નાનામાં નાની, જેની વેલ્યુ નથી. એવી વેલ્યુ જેની, શ્યાંથી વેલ્યની શરૂઆત થાય છે, ત્યાંથી તે વેલ્યુ ક્યાં આગળ કમ્પ્લીટ જાય છે, રિદ્ધિ વૈમાનિક દેવની, કે જે ઊંચામાં ઊંચું પદ છે, તે બધા પદ સર્વે માન્યા પુદ્ગલ એટલે પૂરણ-ગલન સ્વરૂપ છે. એટલે અમારું એ નહોય કશું, કહે છે. એક જ સ્વભાવનું આ બધું પૂરણગલન. પૂરણ થયું કે પાછું ગલન થઈ જશે. વૈમાનિક દેવમાં તું મહેન્દ્ર
પણ થયો, એટલે થતાં પહેલાં પૂરણ થયેલું છે, એટલે તું આ ગલન થવા માટે મહેન્દ્ર થયો. મહેન્દ્ર થયો ત્યાંથી છે તે ગલનની બીગિનિંગ અને તારું ગલનનું એડ થવું (એટલે મહેન્દ્ર પર પૂરું) એ બસ. આ દેવ, મહેન્દ્ર પદનું પૂરણ મનુષ્ય અવતારમાં કર્યું અને ગલન ત્યાં (દેવગતિમાં) જઈને કરે છે.
છેલ્લે ક્રમિકમાં પણ અક્રમ ! પ્રશ્નકર્તા : ક્રમિકમાં છેલ્લા સ્ટેપમાં ભાવકર્મ ચાર્જ થાય કે ના થાય ?
દાદાશ્રી : છેલ્લા સ્ટેપમાં નહીં, ત્યાંથી તો ઘણા સ્ટેપ પહેલેથી ચાર્જ તો બધું બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : ચાર્જ એનું બંધ થઈ ગયું હોય તો તો પછી આગળ ઉપર છેલ્લા સ્ટેપમાં તો પૂરું થઈ જાય ?
દાદાશ્રી : ના, પછી ગલન રહ્યું ને પણ ! ગલન એમાં, ક્રોધમાન-માયા-લોભ ગલન થતાં જાય ને !
પ્રશ્નકર્તા : ચાર્જ પણ બંધ થતું થતું એનું ક્રમમાં પછી આગળ અક્રમ શરૂ થયું ?
દાદાશ્રી : એ અક્રમ જેવું જ થઈ જાય છે, એ લોકોને છેલ્લો ભાગ અક્રમ જેવો. એ ક્રોધ-માન-માયા-લોભ છે ને, ત્યાંથી ચાર્જ થયા કરે. એ પૂરું થયું ને પછી છે તે બીજો આખો જે ભાગ બાકી રહ્યો, તે થોડો ગલન થઈ જાય. પછી એકાકાર. (‘હું', મૂળ આત્મામાં એકાકાર થઈ જાય.)
પ્રશ્નકર્તા : આ તીર્થંકરની જે સ્થિતિ છે, છેલ્લી વખતે તો અક્રમ માર્ગમાં જ હોય ને ?
દાદાશ્રી : એ અક્રમ માર્ગ. મુક્ત ભાગમાં અક્રમ હોય છે.