________________
(૯) પુદ્ગલમાં નિરંતર થાય પૂરણ-ગલન !
૩૧૯
૩૨૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : અમે કેટલું ભરી લાવ્યા છીએ તે ગલન થા થા કરવાનું, આનો ક્યારે છૂટકારો થશે ?
દાદાશ્રી : જેટલો લોભ એટલું ભરેલું હોય. જે પ્રકારનો જેનો લોભ હોય એટલા પ્રકારનાં પૂરણ. જમીનનો લોભ હોય તો નરી જમીન જ રાખ રાખ કરે, દરેક પ્રકારના, ખાવાનો લોભ હોય, ઇન્દ્રિયોના સુખનો લોભ હોય, ગમે તે રીતે ભોગવી લેવું એવો લોભ !
લગ્નમાં જાય અને આમ જે જે કરીએને તો પૂરણ થાય. તે છાતી ટાઈટ થઈ જાય. પછી કોઈ એને આમ જે જે’ ના કરે તો ત્યારે પાછું ગલન થાય ત્યારે ડિપ્રેસ થઈ જાય ! અહંકાર પૂરણ-ગલન થાય કે ના થાય ?
પછી ક્રોધેય પૂરણ-ગલન છે. શ્યારે ક્રોધ નીકળેને, તે નીકળતાની સાથે ૫00 ડીગ્રી હોય, પછી ૪00 ડીગ્રી થાય, પછી ૩૦ ડીગ્રી થાય, ૨૦૦ ડીગ્રી થાય, પછી ૧૦૦ ડીગ્રી થાય, એમ ઘટતો ઘટતો પછી ઝીરો થઈ જાય, એવું અનુભવમાં નથી આવતું ? લોભેય એવો પૂરણ-ચલન થાય. બધુંય પૂરણ-ગલન થયા કરે.
આ છોકરા માટે, છોકરીઓ માટે જેટલો મોહ પૂરણ કરેલો, તે હવે ગલન થવાનો જ. તો જે આવે તેનો સમભાવે નિકાલ કરી નાખો. તે વખતે દાદાના શબ્દો યાદ આવે એટલે નિકાલ થઈ જાય.
આ લગ્ન થાય છે ત્યારથી જ મેરેજ લાઈફ (લગ્ન જીવનનું ગલન થવા માંડે. પછી એક દહાડો બધું જ ગલન થઈ જાય એટલે ડોસો આમ જાય અને ડોસી તેમ જાય.
પૂરણ-ગલનનો સ્વભાવ એવો છે. એ પૂરણ કાયદેસર ધીમે ધીમે વધતું વધતું વધતું વધતું થાય, ગલન એકદમ થવાનું. એવું પાછું ગલનનો સ્વભાવ જુદો છે ને !
લોકો કહે છે કે આ વસ્તી વધી છે. ત્યારે મેં કહ્યું, એ વધી નથી, પૂરણ થયેલી છે. તે ધીમે ધીમે, દશક દશકે આટલી આટલી પૂરણ
થયા જ કરે છે, પણ ક્યારે ગલન આવે ત્યારે ?
પ્રશ્નકર્તા : એકદમ.
દાદાશ્રી : પૌગલિક વસ્તુ આ જગતમાં કોઈ અચળ નથી. આ મેરુ પર્વત અચળ છે. તેનો આકાર બદલાય નહીં. પણ પરમાણુઓનું પૂરણ-ચલન થાય પણ આકાર બદલાય નહીં.
બધી જ ક્રિયાઓના જ્ઞાતા-દ્રષ્ટા રહો તો બધી જ ક્રિયાઓ ગલન સ્વરૂપ છે. કુટેવો ને સુટેવો બધું જ ગલન સ્વરૂપ છે. પુદ્ગલ બધું પૂરણ-ગલન થયાં કરે છે, એને જોયા જ કરો, ડખો ના કરો. મહીં હાથ ઘાલવા જશો તો તણાઇ જશો, જોયા જ કરો. આ પૂરણ-ગલનને જે જાણી રહ્યો, તે જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી. તે આત્મા જ પરમાત્મા છે.
બધું પુદ્ગલ પ્રપંચ ! પૂરણ કર્યું છે તેનું ગલન થાય છે અને ગલન થયું છે તેનું જ પૂરણ થાય છે, તે તું જોજે. પોતે જ્ઞાનાકાર, આત્માકાર છે, તે ક્ષેત્રાકાર શું કામ થાય છે ? ‘હું પૈસાવાળો છું, હું નાદાર છું', તે ક્ષેત્રાકાર થઈ જાય છે.
તો આ પુરણ-ગલનમાં ક્યાં સુધી ભટક ભટક કરવું ? આમાં કંઈ સુખ મળ્યું નહીં. આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટનું સુખ કામમાં લાગે નહીં. એટલે પોતાનું સનાતન સુખ ખોળે છે. ભલે પૂરણ-ગલન થયા કરે, પણ એના ઉપરથી ભાવ છૂટી જાય અને સ્વરૂપનું ભાન થાય, એટલે સનાતન સુખ પ્રાપ્ત થાય. પછી એ સુખ ખૂટે નહીં. આ તો રાગ-દ્વેષેય પૂરણ-ગલનને લીધે થાય છે.
અતીન્દ્રિય સુખ એટલે કંઈ પણ બહારની વસ્તુ વગર મળેલું આત્મિક સુખ. ઈન્દ્રિય સુખ પૂરણ-ગલનવાળા કલ્પિત હોય છે, કાયમના ન હોય. એક દહાડો કલ્પિત કેરીનો રસ ખાવાનું કહે તો ખવાય કે ? ના, સાચી કેરીનો જ ખાવ ને ?
પૂરણ-ગલનનો સ્વાદ આપણે ન લઈએ. પૂરણ થાય ત્યારે ગર્વ