________________
૩૧૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૯) પુદ્ગલમાં નિરંતર થાય પૂરણ-ગલન !
૩૧૭ પ્રશ્નકર્તા : પૂરણ થતું કેવી રીતે અટકાવવું ?
દાદાશ્રી : જ્ઞાન ના લીધું હોય એણે પૂરણ થતું અટકાવાય નહીં, પણ આમ ફેરફાર કરી શકાય. કોકનું ખરાબ કામ કરતી વખતે, મનમાં એમ ભાવ થાય કે “આવું ન થવું જોઈએ, આવું ન થવું જોઈએ” એ પૂરણ છે. અગર તો સારું કામ કરો અને મનમાં એમ થાય કે “આ થવું જોઈએ' તેય પૂરણ છે. એ પૂરણ પછી ગલન એની મેળે થયા કરે.
પૂરણ ફેરફાર કરવાનું એકલું આપણા હાથમાં છે, થોડુંક જ. તેય સંજોગો હોય તો વિચાર આવે, નહીં તો ના આવે. ખરાબ કરતા હોય ને સારું કરવાના ભાવ જે થાય તેય સંજોગો બધા પાંસરા હોય તો થવા દે, નહીં તો ના થવા દે. પોતાના હાથમાં કોઈ સ્વતંત્ર સત્તા નથી.
પ્રશ્નકર્તા: કોઈ માણસ કેવો ખરાબ છે, કેવો અધમ છે, એના દોષ જોઈએ, આપણે એ વિચારની સાથે તન્મયાકાર થઈ જઈએ તો એ પણ પૂરણ છે ? - દાદાશ્રી : ના, (મહાત્માઓ માટે) એ પૂરણ નથી, એ ગલન
મૂળાની ગંધ કેમ આવે છે ? મેં તો મૂળો ચાર કલાક પહેલાં ખાધો હતો.” અત્યારે મૂળાની ગંધ ના આવવી જોઈએ. તો પછી શું થાય એનું? આ પૂરણ કર્યું હતું એ ગલન થાય છે.
આજથી દશ વરસ પહેલાં હોટલનું ખાધેલું હોય અને આજ મરડો થાય, એમાં એનો શો દોષ તે ? હોટલોમાં ગમે તે ખાધેલું હોય અને જ્ઞાન થયા પછી મરડો થાય, ત્યારે લોકો કહે, ‘મરડો કેમ થાય ?” અરે મૂઆ, એનું પૂરણ થયેલું છે. તે ગલન થાય એમાં તું શું કામ કચકચ
પ્રશ્નકર્તા : તન્મયાકાર થઈ જઈએ, એય ગલન ?
દાદાશ્રી : તન્મયાકાર તેય ગલન. આ તો દાદાનું વીતરાગ વિજ્ઞાન છે. કોઈના દોષ જોયા ને એ દોષમાં તન્મયાકાર થઈ ગયા, તોય એ ગલન છે. એ પૂરણ થયેલું હતું તેનું ગલન છે, પૂરણ થઈ રહ્યું નથી.
કૃપાળુદેવે કહે છે કે, ‘સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે.” તે જ વાત થઈ આપણે મહાત્માઓને. સહજ રૂપે સ્થિતિ થવી એટલે પુદ્ગલ સારું-ખોટું તમારે એ જોવાનું નહીં. તમારે તો જાણવાની જ જરૂર છે. એ સારું-ખોટું ગણવા ક્યાં જાવ છો ? પૂરણ થયેલું છે એ ગલન થાય છે. તમે મૂળા ખાધા હોય, પછી ચાર કલાક પછી પેશાબ કરવા જાવ ત્યારે તમે કહો કે, “સાલુ, આ
મહાત્માતા કર્મો, ગલત જ ! આ જ્ઞાન પછી દેહભાવે કર્તા માનતો'તો, એ કર્તાપણું ઊડી ગયું, એટલે થયો અકર્તા. હવે વ્યવસ્થિતનાં તાબામાં ગયું બધું. એની પ્રેરણાથી ચાલ્યા કરે. પૂરણ ક્યાં સુધી ? દેહભાવે કર્તા હતો ત્યાં સુધી પૂરણ થતું હતું. નવું પૂરાવાનું બંધ થઈ ગયું. જૂનું ગલન ચાલુ છે. જે ભરેલો છે એ નીકળે, ગલન થયા કરે છે. નવું નહીં કરે. કોઈ છે તે ચીકણો સ્વભાવ હોય, તે ચીકાશ નીકળે. કોઈ નોબલ હોય તો નોબલપણું નીકળે. જે ભરેલો માલ છે એ નીકળ્યા કરે. એટલે આ અક્રમ વિજ્ઞાન છે.
અને ક્રમિક માર્ગમાં શું છે કે જે બધું છે એ છોડી દેવાનું છે. છોડતાં છોડતાં એકલા થવાનું છે. એટલે પગથિયે પગથિયે, આજે આ છોડ્યું, આ અવતારમાં આટલું છૂટ્યું. આ અવતારમાં આટલા સુધી છૂટ્યું. પણ એક બાજુ છૂટે છેય ખરું, પાછું નવું બંધાય છેય ખરું, એટલે આનો મેળ પડતો નથી.
પ્રશ્નકર્તા : દાદા, પણ ઘણીવાર આ ગલન થતું હોય તે વખત ગમતું નથી હોતું, એનું કંઈ કારણ ?
દાદાશ્રી : ના ગમે, તો કોને ના ગમે તે ? અભિપ્રાય ફક્ત જુદો પડ્યો આપણો કે આ કામનું નહીં. અને પૂરણ થયેલું હોય તે ગલન થયા વગર રહે જ નહીં ને !