________________
(૯) પુદ્ગલમાં નિરંતર થાય પૂરણ-ગલન !
૩૧૫
૩૧૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
યોગ્ય ને શૌચાલય તે છોડવા યોગ્ય. એટલે આખું જગત આમાં આવી ગયું, આ પાંચ શબ્દોમાં. આવા આના પાછા આ બે શબ્દોમાં બધું આવી ગયું કે શુદ્ધાત્મા ને સંયોગો બે જ છે. લોકને ગુહ્ય વાતની જ સમજ નથી, ત્યાં ગુહ્યતર વાત ક્યાંથી સમજાય ? તો અમારી વાત તે તો પાછી ગુહ્યતમ છે.
જે ભાવે તું પૂરણ કરીશ તેવા ભાવે ગલન થશે. એ તો પેલો જેવું બોલ્યોને, તે વખતે પરમાણુ ખેંચાય એ પરમાણુ બધા એવા થઈ જાય. એટલે તે ઘડીએ પરમાણુ આવ્યા ત્યારે એનું નામ પુદું કહેવાય અને પછી એ પરમાણુ શ્યારે ફળ આપીને ગલન થાય ત્યારે ગલ કહેવાય. પૂરાય અને પછી ગલન થાય ફળ આપીને. કર્મ બાંધતી વખતે એ પૂરણ થાય છે અને કર્મ છોડતી વખતે ગલન થાય છે. એટલે પુદ્ગલ કહેવાય છે એને. એ ગલન થાય ત્યારે એને નિર્જરા કહે છે અને પૂરણ થાય ત્યારે બંધ કહે છે.
કોઈ દુર્જન હોય તેને આપણે અહીં બોલાવી લાવીએ, તેને દુર્જનતાનું પૂરણ થઈ રહ્યું છે. તેને સજનતાના સાગરમાં મૂકે તોય દુર્જનતાનું પૂરણ થયે જ જવાનું અને સજનતાનું ગલન થયે જ જવાનું. પણ જેની દુર્જનતાનું ગલન થઈ રહ્યું છે, તેને સજન બનાવી શકીએ. જે માલ પૂરેલો છે તે જ ગલન થાય છે. આ લીમડો મીઠું પાણી પીવે છે છતાં પાને પાને કડવાશ આવી જાય છે. કુહાડીથી કાપો તો કુહાડી કડવી સોડે (ગંધાય) છે, તે એક નાની લીંબોળીમાં કેટલી બધી કડવાશ ભરી છે તે તો જુઓ ! આ પુદ્ગલની કરામત તો જુઓ ! જે જે ઉપચાર કરો, મીઠું પાણી રેડો, પણ તેની કડવાશ વધે જ જશે. આ દુનિયામાં એક ચીજ પણ એવી નથી કે પૂરણ-ગલન ના થાય. પૂરણગલન સ્વભાવ જ છે, ઈટ ઈઝ બટ નેચરલ..
આ પૂરણ-ગલન એવરીવ્હેર એપ્લિકેબલ છે. ગલન કુદરતી રીતે થાય છે અને પૂરણ પણ કુદરતી રીતે થાય છે.
જ્ઞાન મળ્યું છે માટે ગલન ક્રિયા છે, પૂરણ કરતું નથી એ. જેમ
ભમરડો પૂરણ નથી કરતો, ગલન કરે છે. પૂરણ તો માણસ કરે છે ભમરડાનું અને ગલન ભમરડો કરે. તેવી રીતે આ આમાં છે તે, આત્માનો પ્રતિનિધિ છે તે “હું” પૂરણ કરે છે અને ગલન ભમરડો (દેહ) કરે છે. મન-વચન-કાયા ત્રણ ભમરડા ફર્યા જ કરે રાતેદા'ડો. આત્માનો પ્રતિનિધિ છે ને, તે પૂરણ કરે છે, અહંકાર. ‘હું છું, હું છું’, તે આત્માનેય ગાંઠતો નથી. આત્માની વાત જાણતો જ નહીં ને ! ‘હું જ છું કહે છે. પુદ્ગલ પોતે પૂરણ-ગલન કરી રહ્યું છે ને તમે માનો છો કે હું કરી રહ્યો છું.
જેટલું મહીં પૂરાયેલું હશે તેટલું જ ગલન થશે. નહીં પૂરાયેલું હોય તો પછી તમારું કોઈ નામ જ દેનારું નથી. આખું પુદ્ગલ તે વ્યવસ્થિતને આધીન છે.
જે ભાવે પૂરણ થયું તે ભાવે ગલન થશે. દાન આપતી વખતે ભાવ એવો થાય કે, ભઈ, આમના દબાણને લીધે મેં દાન આપ્યું. તો એનું ગલન થતી વખતે પાછું એવું થશે. રાજીખુશીથી દાન આપ્યું હોય તો એ ગલન થતી વખતે જુદી જાતનું ફળ આવે. એટલે આપણે પુદ્ગલ તો આવ્યા જ કરવાનું. બોલાબોલ થાય, બીજું બધું થાય, તે બધું આવે, પણ જીવ વગરનું નિર્જીવ. જીવ ભાગ ખેંચી લીધો એમાંથી, અચેતન એકલો રહ્યો, તે ગલન થયા કરે.
આ નફો-ખોટ શું છે ? પૂરણ-ગલન. આત્મા પરમેનન્ટ વસ્તુ અને આ બધું પૂરણ-ગલનવાળી વસ્તુઓ અને આ પૂરણ થાય ત્યારે ‘વધ્યું, વધ્યું' કહીને રાગ કરે અને ગલન થાય ત્યારે ‘ગયું” કહીને દ્વેષ કરે અને સંસાર બાંધે. આ તો પોતે પરમાત્મા છે પણ આ પૂરણગલનવાળા સંસારમાં અણસમજથી માર ખાય છે.
અજ્ઞાનતામાં પૂરણ અટકે નહીં પણ ફરે ! આપણે આત્મા છીએ કે આ તો પુલ છે. તે પુદ્ગલનું તો પૂરણ-ગલન થયા જ કરવાનું. છેવટે બાળી મેલે છે ને ! નનામી કાઢે છે ને !