________________
(૮) ખોરાકના પરમાણુની અસરો !
૩૦૩
૩૦૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨) અંદર જે સૂક્ષ્મ પરમાણુ છે તે આ સ્થળને ખેંચે છે. બેઉને ખેંચાખેંચ ચાલ્યા કરે છે. તેમાં આ વચ્ચે ‘મેં પીધું ને મેં આમ કર્યું” અહંકાર કરે છે.
પૂરણ-ચલન એ મારા હાથમાંય સત્તા નથી ને તમારા હાથમાંય સત્તા નથી, પરસત્તા છે. આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિન્ડસ છે અને ડૉક્ટરને પણ અંદરના પરમાણુ ખેંચે તેટલું જ ખવાય.
આ દારૂ પીવે છે તે પીતો નથી પણ અંદરનાં પરમાણુ ખેંચે છે. આપણું સાયન્સ, અક્રમ વિજ્ઞાન એમ કહે છે કે પરમાણુ ખેંચે છે, એમાં એનો શો દોષ ? એ તો અહંકાર કરે છે કે “મેં પીધો.” પાછો કહે, ‘નહોતો પીવો છતાંય પીધો.” અલ્યા, નહોતો પીવો ને પીધો, બે શી રીતે બોલાય ? અંદર પરમાણુ ખેંચે છે. આ સાયન્ટિફિક શોધખોળ
પછી મેં મગ ધર્યા પણ તે અડી નહીં. પછી મેં જલેબીનો નાનો ટુકડો ધર્યો, તે તેણે ચટ દઈને પકડી જ લીધો ને મોંમાં મૂકી દીધો, તે શું ? એને તો કશી જ સમજ નથી કે આ વાનગી છે. પણ ના, આ તો એવું છે કે મહીંના પરમાણુ માગે છે. તે ભેગું થઈ જાય છે. અને ખાઈ લીધી પછી ના સાંભરે.
પ્રશનકર્તા : ખોરાકમાં પણ લાઈક-ડીસ્લાઈક, ગમે-ના ગમે એવું હોય છે ને ?
દાદાશ્રી : ખરું, ખરુંને ! બધામાં, એ દરેક વસ્તુમાં. ખોરાક ના ભાવવો અને અણગમો થવો એ બેમાં બહુ ફેર. એને ખાટું ખાવું હોય પણ ખવાય નહીં, એ જુદું પાછું. એ અંદર પરમાણુની ડખલ છે. ખાવા દે નહીં. ૧૯૬૦માં તમે કહેતા હો કે ગોળનો લાડવો મને ભાવતો નથી. અને ૧૯૭૦માં તમે કહો કે ખાંડનો ભાવતો નથી ને ગોળનો ભાવે છે, એવુંય કહો. શું કારણ ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. મહીં પરમાણુઓ બદલાયા. જે માંગનારા છે અંદર, તે બધા બદલાયા અને પેલાને, વ્યવહારિક માણસને સમજાય કે હું જ કરું છું આ બધું.
આપણે એને પૂછીએ, ‘તું કરતો હોય તો તારે ખાવું જ છે તો તારાથી કેમ નથી ખવાતું ?’ ‘પણ હું શું કરું ? ભાવતું નથી' કહે છે. અલ્યા પણ શાથી ? તારે ખાવું છે તો ભાવતું નથી તો કોની ડખલ છે. તે કહે મને. એ એમ જાણે કે ભાવતું નથી તે મારો સ્વભાવ થઈ ગયો. હવે શી રીતે આવી સમજણ પડે ? બીજી ડખલ છે, એની ખબર નહીં ને !
આ કોણ ખાય છે ? પરમાણુ ખેંચે છે. ન ભાવતું તમે નથી ખાતા તે શું છે ? તમારામાં રહેલા પરમાણુ ના પાડે છે. અને આ ભાવતું છે તે શું છે ? મહીંના પરમાણુ ખેંચે છે, એટલે તે ખાય છે. ત્યારે લોક કહે છે, “દાણે દાણે નામ લખેલું છે. તે સાયન્ટિફિક શોધ નથી, અદબદ વાત છે.
અમે બધા ડૉક્ટરોને ત્યાં ઔરંગાબાદમાં ભેગા કર્યા'તા. મેં કહ્યું, ‘ખાય છે શી રીતે ?” અંદરના પરમાણુ ખેંચે તેટલું જ ખવાય, થાળીમાંથી એ જ ચીજ ખવાય અને બીજી ચીજ પડી રહે.
જગતને પોષાય એવું નથી એટલે ખુલ્લું કરતા નથી. નહીં તો પુરાવા સાથે આપવા તૈયાર છું. પણ આ વાત ખુલ્લી કરતા નથી. આ સાયન્સ ખુલ્લું થયેલું નથી કોઈ કાળે, એટલે આ સાયન્સ હું (જાહેર પબ્લિકમાં) ખુલ્લું નથી કરવા માંગતો.
આ તો વ્યસનથી બચાવવા માટે વખતે બોલવું હોય તો વાત કરીએ. વ્યસનીનો દોષ નથી, વ્યસની ઉપર દ્વેષ ના કરશો. મહીં પરમાણુ ખેંચે છે અને તે પ્રમાણે એનાથી ખવાઈ જાય છે અને પછી કહેશે કે ‘મેં ખાધું', તેથી આવું થયું. તમારી ઈચ્છા નથી હોતી તોયે ખવાઈ જાય છે કે નથી ખવાઈ જતું ? તમને કેવું લાગે છે ?
પ્રશનકર્તા : પરમાણુ ખેંચે છે, તે વખતે મન શું કામ કરે છે ? દાદાશ્રી : પરમાણુ ખેંચે છે તેમાં અહંકાર બોલે છે કે મારે નથી