________________
(૭) પરમાણુની અસરનું સાયન્સ !
૩૦૧
પ્રશ્નકર્તા : દાદાને, જ્ઞાની પુરુષને કિડનેપ (અપહરણ) કરવાવાળા ઘણાં હશે ને ?
[૮] ખોરાકતા પરમાણુતી અસરો !
દાદાશ્રી : જ્ઞાની પુરુષ તો આ કળિયુગનો દેહ, એમાં શું ભલીવાર હોય ? આ તો દુષમ કાળનો દેહ છે ને પેલો ચોથા આરાનો દેહ કહેવાય.
અમારામાં આઠેય કર્મો ઊંચાં હોય પણ એમના જેવું ના હોય. કારણ કે તીર્થંકર પદ એ તો, આખી દુનિયામાં મોટામાં મોટું પદ એ. આ બધા પરમાણુ જે છે, તેમાંથી ઊંચામાં ઊંચા પરમાણુ ત્યાં ખેંચાઈને બધા ફીટ થઇ જાય. શરીર તો બધું પરમાણુનું બનેલું હોય, પણ ઊંચામાં ઊંચા. એ દેહનો આકાર જુદો, એના હાડકાં-લોહી જુદાં, બહુ સુંદર. દેહ સહેજે આકર્ષણ થાય એવો. એ વાણી જુદી. બહુ મધુર, અત્યંત મધુર હોય, સ્યાદ્વાદ વાણી. ચાદ્દવાદ એટલે મુસ્લિમો, પારસી એવી બીજી બધી અઢારેય નાત હોય, કોઇને વાણી દુઃખ રૂપ ના થઇ પડે એવી હોય. સહેજ પણ, આટલુંય કોઇના ધર્મનું નુકસાન ના થાય એવી વાણી હોય. ત્યારે એ તીર્થંકરો કેવા સુંદર હતા !
આખા બ્રહ્માંડમાં એ તીર્થંકર એટલે ઊંચામાં ઊંચું પુણ્ય. એમના આખા શરીરના પરમાણુ ઊંચામાં ઊંચી જાતના. એ જુદી જ જાતનું કહેવાય. ત્યાં દેવલોકોના પરમાણુ હિસાબમાં જ ના લાગે એવા પરમાણુ ! અત્યારે એવા પરમાણુવાળા સીમંધર સ્વામી છે. સીમંધર સ્વામી અત્યારે વર્તમાન તીર્થકર સાહેબ છે. વર્તમાન તીર્થંકરના પરમાણુ ફરતા હોય. વર્તમાન તીર્થંકરનો બહુ લાભ થાય !
મહીંથી ઈડેન્ટ, બહારથી સપ્લાય ! સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે છે. આ બધું. જગતમાં એક પરમાણુ પણ ચેન્જ થઈ શકે એમ નથી.
અત્યારે તમે જમવા બેસશોને, તો તમને પોતાને ખબર નથી, કે તમે શું ખાવાના ! બનાવનારને ખબર નથી કે કાલે શું કરવાનું છે ! આ શી રીતે બની જાય છે એય અજાયબી છે ! તેમાંથી કેટલું તમારાથી ખવાશે ને કેટલું નહીં ખવાય, એ પરમાણુ બધા ગોઠવાયેલા
પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એમ કે એ કેવી રીતે ગોઠવાયેલા છે, એ આપણે જાણી ના શકીએ ?
દાદાશ્રી : જાણી શકીએ, બધું જાણી શકીએ. આ પઝલ બધું મારું સોલ્વ થઈ ગયું છે. હું જાણીને બેઠો છું.
તમે જે જે ખાઓ છો તે તમારી અંદરના પરમાણુને ગમતું જ ખાઓ છો.
શરીરમાં જે પરમાણુ હોય છે તે જ માંગે છે. ફૂટવાના સંયોગો ભેગા થાય ત્યારે ફૂટે અને ટાઈમ થાય ત્યારે તે આવી જાય.
આ એક વર્ષની બેબીને ડિશમાંની બધી જ વાનગીઓ ધરી. પછી મેં એને મગસનો ટુકડો આપ્યો. પણ તેણે જોયું અને અડી નહીં.