________________
(૭) પરમાણુની અસરનું સાયન્સ !
૨૯૯
૩%
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
એને સમજણ ના પડે કે આ હવા ક્યાંથી આવે છે ! અમારી હવા અમુક લિમિટમાં જ પહોંચે. બહુ લાંબી ના પહોંચે.
તીર્થંકરો ને કેવળીમાં કેવળજ્ઞાનમાં ફેર નથી પણ તોય તીર્થંકરો એક નામકર્મ છે. એટલે ઘણા જીવોને મોક્ષે લઈ જવાના માટે નિમિત્ત છે એ. કેવળીનો દેહ એ મનુષ્યનો દેહ કહેવાય અને તીર્થકરોનો દેહ એ તો દુનિયાની એક અજાયબી છે. દેવલોકો પણ એવો દેહ ન ધરાવી શકે. મહેન્દ્ર-બહેન્દ્ર, બધા દેવલોકો, તે એમનો દેહ પણ એવો ના હોય. આખા વર્લ્ડના ઊંચામાં ઊંચા પરમાણુ એમના દેહમાં હોય, મહાવીર ભગવાનના દેહમાં હોય. એ દેહમાં ભલે બૌતેર વર્ષ રહ્યા, પણ પરમાણુ ઊંચામાં ઊંચા.
પ્રશ્નકર્તા : એમના એ કેવા પરમાણુ કે ભગવાન પદ મળ્યું ?
દાદાશ્રી : એવું છે ને, ચોરી કરવાના ભાવવાળાને ચોર પરમાણુ ભેગા થાય, સિલક થાય. વકીલાતના ભાવવાળાને વકીલાત પરમાણુ ભેગા થાય અને સુથારી કામ કરવું હોય તો સુથારી પરમાણુ ભેગા થાય. અને આમને ? તીર્થકરી કામ કરવું હોય તો તીર્થંકરી પરમાણુ ભેગા થાય. લોકોનું કલ્યાણ કરવા માટે જે જગ્યા, એમાં એમનું પોતાનું શું રહ્યું ? એટલે એ પરમાણુ કેવા ત્યારે ?
પ્રશ્નકર્તા : એ બધાય શુદ્ધ પરમાણુને ?
દાદાશ્રી : પરમાણુ શુદ્ધ, પણ પરમાણુ શુદ્ધ ક્યારે કહેવાય કે શુદ્ધિકરણ થાય ત્યારે. એમના પરમાણુ શુદ્ધ નહીં પણ બહુ ઊંચા પરમાણુ કહેવાય.
પ્રશનકર્તા : જગતમાં પરમાણુ તરીકે તો બધા એકસરખા જ ને, મૂળ સ્વરૂપ પરમાણુ ?
દાદાશ્રી : મૂળ સ્વરૂપ સરખા, પણ આ તો ભાવથી રંગાયેલા. એટલે જીવમાત્રને ભાવથી રંગાયેલા પરમાણુઓ હોય. પોતાના ભાવે કરીને રંગાયેલા. સુથારી કામવાળાને સુથારના ભાવે કરીને, ચોરને
ચોરના ભાવે કરીને રંગાયેલા, તીર્થંકરને તીર્થંકરના ભાવે કરીને રંગાયેલા, જ્ઞાનીને જ્ઞાનીના ભાવે કરીને રંગાયેલા.
પ્રશ્નકર્તા : પણ ત્યાં તીર્થંકરોનું તો ચરમ શરીર હોય એટલે એમને તો બધા ભાવ છોડીને જવાના છે ને ?
દાદાશ્રી : બધા ભાવ છોડીને જ જવાના. આ જે જે પરમાણુ છે ને, તે એમણે એ ભાવના કરી છે કે જગતનું કલ્યાણ કરું, મને મળેલું સુખ છે તે જગત પામો. શાસ્ત્રો લખવા માટે દેહ નથી એમનો. લોકોનું કલ્યાણ કરવા જતાં જે વાણી નીકળી, એના લોકોએ શાસ્ત્રો બનાવી દીધાં.
પ્રશ્નકર્તા: એટલે તીર્થંકર ગોત્ર બાંધ્યું ત્યારના એ પરમાણુઓ, એને લઈને જ આ પરમાણુઓ આવ્યા ?
દાદાશ્રી : તીર્થંકર નામકર્મ બાંધ્યું, ગોત્ર બંધાયું એટલે તે દહાડે પરમાણુ ભેગા થયા અને એ પરમાણુના આધારે અત્યારે સ્થૂળ પરમાણુ ભેગા થયા. એ પરમાણુઓ ભગવાન મહાવીરનેય સાચવવા બહુ મુશ્કેલ હતા. સાચવવા માટે બહુ મુશ્કેલી પડી. આકર્ષે એવો દેહ, જોતાં જ આકર્ષણ થાય. દેવો પણ જોયા જ કરે. દેવ-દેવીઓ જોઈને મલકાતા જાય કે કહેવું પડે આમનો દેહ, કહેવું પડે !
પ્રશ્નકર્તા : સાચવવાનું એટલે શું ?
દાદાશ્રી : એમને ઊઠાવી ના જાય. ગુંડા લોકો ઊઠાવી જાય, સહુ લોકો ઊઠાવી જાય, આકર્ષક દેહ એટલે.
પ્રશનકર્તા : તે ગુંડાઓને પણ આકર્ષણ થાય ?
દાદાશ્રી : હા, બધાયને. એટલે બહુ સાચવવા પડે. પણ શા આધારે બચતા હતા ? ત્યારે એમનું પુણ્ય. કોઈ લેવા ફરે, લૂંટવા ફરે પણ લૂંટાય કેમ નહીં ? ત્યારે કહે, પુણ્યના આધારે. પોતાની લાવેલાને, જાહોજલાલી. પણ લોકો તો ભડકી મરે ને, કે સાચવો. સાચવે નહીં તોય એમનું કોઈ નામ જ ના દે, અડેય નહીં અને લાવણ્યમય દેહ !