________________
(૭) પરમાણુની અસરનું સાયન્સ !
૨૯૭
૨૯૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદા ભગવાનને યાદ કરો એટલે એમના પરમાણુ તમારામાં ખેંચાય, યાદ કરતાની સાથે. એટલે ઊંચામાં ઊંચા વ્યક્તિને યાદ કરવાના. ઊંચામાં ઊંચી વ્યક્તિઓ જેને સંસારમાં કહેવાય છે કે, રાજ પુરુષો નહીં, ઊંચી અને ધાર્મિક વ્યક્તિ.
પ્રશનકર્તા : સીમંધર સ્વામી.
દાદાશ્રી : હા, એમને યાદ કરતાની સાથે પ્રત્યક્ષ પરમાણુ એમના પેસે. એથી આપણા લોકો પહેલાં છે તે સતીઓના નામ લેતા'તા ને ! હવે એવા ખરાબ માણસોનું નામ દો તો તેય આવે પાછું. “કસ્તુરી, કસ્તૂરી’ બોલ બોલ કરો તો તેના પરમાણુઓ ખેંચાય અને ‘દારૂ, દારૂ’ બોલ બોલ કરો તો તેના પરમાણુ ખેંચાય. એવું આ બધુંય જગત સૂક્ષ્મ રીતે ચાલ્યા કરે છે. એમાં સત્સંગ એટલે શું કે એ ઊંચી વસ્તુઓ તરફ લઈ જાય. એ દર્શન કરો તેય ઊંચી વસ્તુનાં, વાણી બોલો તેય ઊંચીની, વિચાર કરો તોય ઊંચી વસ્તુના, બધી ઊંચી વસ્તુનું આરાધન થાય.
ગાળ બોલીએ, કષાય થાય ત્યારે સ્પંદન થાય, તે ઘડીએ પરમાણુ જે પેસે છે ત્યારે નાકેથી પેસે છે. હાથ ધ્રુજે તે છીદ્ર છીથી પેસી જાય. તેમ ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર' બોલવાથી છિદ્ર છિદ્રથી શુભ પરમાણુ પેસે. આ શરીર પરમાણુનું બનેલું છે. આત્મા પરમાણુનો બનેલો નથી. દાદા ભગવાનના પદો મોટેથી બોલીએ એટલે અવળા પરમાણું નીકળે ને સારા પેસે. મારી હાજરીમાં હસસો તેટલા અજ્ઞાન પરમાણુઓ નીકળી જશે અને જ્ઞાનના પરમાણુઓ ફીટ થશે. આ શરીરમાં વેક્યુમ એટલે હવા વગરની જગ્યા ન રહે.
અમને હાર ચઢાવે છે તેમાં ફૂલની કિંમત જ નથી, ભાવની જ કિંમત છે. અમને જે હાર ચઢાવે છે તે પરમાણુ ભરીને પાછા આપીએ છીએ. તે પરમાણુ તમને અસર કરે. જ્ઞાની પુરુષનું એક-એક પરમાણુ ઠંડું હોય, તેને અડવાથી ઠંડક જ મળે. અમારા ચરણોને સ્પર્શે ત્યારે ગજબના પરમાણુઓ પ્રાપ્ત થાય. આ તો આવડી મોટી જંજાળ છે. પરમાણુએ પરમાણુ જંજાળ છે, એમાંથી છૂટાય એવું છે જ નહીં. એટલે
ભગવાને કહ્યું કે, “જ્ઞાની પુરુષ મળે તો તેમની પાસે પડ્યો રહેજે !
અમને મળ્યા પછી તમારી ઉપર આફત શાની આવે ? શા માટે આવે ? એ તો આફતો તમારી વિદાય લઈ રહી છે. એ તો બધો પરમાણુનો હિસાબ છે.
અહીં સત્સંગમાં આવો એટલે ઓરડાના (માયાના) બારણા વસાઈ જ જાય. બહારના પરમાણુ તમારામાં પેસે જ નહીં. અમારી રૂમના (મામાની પોળ, વડોદરા) પરમાણુ એવા છે કે ગમે તેવો અકળાયેલો આવે તોય શાંતિ થઈ જાય. દુખિયાનું દુઃખ હરાઈ જાય. માયાથી તો અહીં અંદર પેસાય પણ નહીં. અહીં વ્યવહારની વાત હોય નહીં. કદાચ વ્યવહારની વાત નીકળે તોય તેમાં વીતરાગતા હોય.
તીર્થકરતા પરમાણુઓ ! આખા બ્રહ્માંડના આ બધા દેહધારીના દેહ પરમાણુથી બંધાયેલા હોય છે. તે પરમાણુ ચાર પ્રકારે હોય છે. અશુદ્ધ પરમાણુ એટલે અશુદ્ધ ક્રિયા કરતો હોય, જેમાં હેતુ વગર, મોજ માટે લોકોના ઘરો બાળી મેલે. એવું કરનારા નથી હોતા ? તે એના દેહના પરમાણુ એવા હોય. પછી અશુભ કરનારા, પોતાના સ્વાર્થને માટે સામાને નુકસાન કરે તેના પરમાણુ એવા હોય. પછી શુભ કરનારા એટલે સાધુ-સંતો હોયને ! કેટલાક મહીં એવાય હોય તે પછી અશુભ ના કરે બનતા સુધી. તે શુભ કરનારના પરમાણુ ઊંચા હોય. અને ભગવાનના તો શુદ્ધ પરમાણું. એટલે આખા બ્રહ્માંડમાં કોઈના પરમાણુ ના હોય, દેવોના, કોઈનાય પરમાણુ આવા ના હોય અને શું લાવણ્ય, જોયું હોય તો ! આજુબાજુ દુકાળ ના પડે. અમારું જ્ઞાન તીર્થકરોનું છે. જે તીર્થકરોએ જાણ્યું'તું એ જ અમારું જ્ઞાન છે પણ એમનામાં ને અમારામાં ડિફરન્સ બહુ છે. અમે છીએ ત્યાં આગળ દુકાળ પડેલા જોઈએ જ છીએને ! એટલે પ્રબળતા નથી અમારા પરમાણુની. આજુબાજુ ચાર-ચાર જોજન સુધી તો કૂતરા હઉ શાંત થઈ જાય ! અને આ તો અમે બેઠા હોઈએ તો આટલામાં જ શાંત થાય, બીજે બધે ના થાય. આની હવા પહોંચે મેડાવાળાને, પણ