________________
(૭) પરમાણુની અસરનું સાયન્સ !
દાદાશ્રી : મારે પરમાણુ બધા જોડે મળતા આવે. મારા પરમાણુ (મોક્ષના હેતુવાળા) બધામાં કોમન છે. મારા જેવા પરમાણુ હોય તો ખેંચાઈને અહીં આગળ આવે. ઓછા-વત્તા મારા જેવા પરમાણુ હોય તો જ ભેગો થાય, નહીંતર ના થાય.
૨૯૫
પ્રશ્નકર્તા ઃ તમારા જેવા પરમાણુ એમનામાં છે અને તમારા જેવા પરમાણુ મારામાં છે, તો મને અને એમને તો મેળ થાય ને ?
દાદાશ્રી : તમને ને એમને મેળ ના પડે. એ તમને મારી જોડે મેળ પડે. તમારામાં પરમાણુ જે છે જુદી જાતના છે, તે મારામાં છે. તમારા પ્રમાણે એમનામાં નથી. એમના પરમાણુ જેવા મારામાં છે. એમના પરમાણુ જેવા તમારામાં નથી.
પ્રશ્નકર્તા ઃ તમારી પાસે પરમાણુનો ભંડાર છે.
દાદાશ્રી : ભંડાર એવો નથી, મારા પરમાણુ બધાને મળતા આવે
છે.
પ્રશ્નકર્તા : તો પછી તમારા પરમાણુની સંખ્યા વધારે છે કે તમારા પરમાણુની ક્વૉલિટી એવી છે કે બધાની જોડે ફીટ થઈ જાય ?
દાદાશ્રી : અમારા દરેક પરમાણુ બધાને કામ લાગે એવા જ હોય છે. બધાનામાં હોય છે એવા જ અને એ જ ભેગા થાય છે મને.
બીજાથી ભેગા થઈ શકાતું નથી. મેં આ ભઈને દેખાડેલું. ત્યાં મામાની પોળમાં રહેતા હતા ત્યારે કોઈ ઓટલે ચઢે ને, તો હું કહું આ ઓટલે ચઢે છે ને, તે હમણાં ઉતરી જશે, જો જો ! થોડી વાર પછી ઉતરી ગયો હોય ! એનાથી અવાય નહીં.
પ્રશ્નકર્તા : કેટલાય જતા રહેલા છે પાછા. એ સિવાય કેટલાય મળીનેય પાછા જતા જ રહે છે ને !
દાદાશ્રી : મેળ જ પડે નહીં. એને મહીંથી જ ના પાડે. એટલે બધું આ આધારવાળું છે જગત, નિરાધાર નથી. ભગવાન ભગવાનના ફોર્મમાં છે અને આ પરમાણુઓ પરમાણુઓના ફોર્મમાં છે. બધું આધાર
આપ્તવાણી-૧૪ (ભાગ-૨) સહિત છે, કાયદેસર છે અને વ્યવસ્થિત છે. હા, અને રેગ્યુલેટર ઑફ ધી વર્લ્ડ છે.
૨૯૬
પ્રશ્નકર્તા : આ જે અમને તમારી પાસે ખેંચી લાવે છે એ પરમાણુ, એ સૂક્ષ્મ પરમાણુ જે છે એને અને આત્માને લેવાદેવા નથી ?
દાદાશ્રી : કશુંય લેવાદેવા નથી. આત્માને તો કોઈનીય લેવાદેવા નથી. આત્મા તો સ્વતંત્ર છે, પરમાનંદ સ્વરૂપમાં છે અને એક જ સ્વભાવમાં છે બધા. કશું જુદાઈ છે નહીં. આ બધી પરમાણુની જુદાઈ છે. ત્યારે કહે, ‘બધે જુદાઈ કેમ ?” ત્યારે કહે, “બધાની સ્પેસ જુદી છે એટલે બધી જુદાઈ છે. જો એક જ સ્પેસ હોતને તો કશું આવું ના થાત.’
પ્રશ્નકર્તા : પરમાણુનું ચાલકબળ કયું છે અને કયા ભાવથી આ પરમાણુ બંધાયેલા હોય છે ? પરમાણુ આવ્યા જુદી જુદી સ્પેસમાં, જુદા જુદા આકારના, જુદી જુદી એમાઉન્ટમાં આ પરમાણુ ભેગા થયા. હવે આનું ચાલકબળ ક્યું છે ?
દાદાશ્રી : કોણ ચાલક ? પોતે સ્વભાવથી જ ચાલક છે. જગત નિરંતર પરિવર્તનશીલ જ છે. જગત પ્રવાહરૂપે જ છે. તમારે કશું ચલાવવાની જરૂર પડતી નથી. વ્યવસ્થિત સંજોગો ભેગા કરી આપે છે. એના હિસાબમાં જ છે બધું. પરમાણુ ફર્યા જ કરે છે.
પરમાણુનું મળતાપણું આવે તો આકર્ષણ થાય અને પરમાણુનું મળતાપણું ના આવે ત્યારે વિકર્ષણ થાય. એકદમ વિશેષ પ્રમાણમાં મળતા ભેગા થાય વિરહો ઉત્પન્ન થાય. હવે જ્ઞાની પુરુષ પ્રત્યે બધા જ મહાત્માઓને એક જ ભાવ હોય છે. કારણ કે અમારામાં દરેક મહાત્માઓને મળતા પરમાણુ હોય, તે જ અમને ભેગો થાય. હવે તમારા વિકર્ષણના પરમાણુ નીકળી જશે ને મારા મળતા પરમાણુઓ તમારામાં ભરાતા જશે, તેમ તેમ મારા જેવા થશો.
અમારા પરમાણુ સ્ટ્રોંગ, અગ્નિને ઉધઈ ન અડી શકે તેવા. અમને કોઈના પરમાણુ અસર ન કરે.