________________
(૭) પરમાણુની અસરનું સાયન્સ !
૨૯૩
૨૯૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
શરીરી. ચરમ શરીર એટલે આમ તલવાર મારે તો વાગે નહીં, નહીં તો કોઈ ચરમ શરીરીને મોક્ષે જ ના જવા દે. તેથી મહાવીર ભગવાન ફાવ્યા ને ! પેલા ગોશાળાએ તેજલેશ્યા મૂકી, તેજોવેશ્યા એટલે સૂર્યનારાયણની સામે જોઈને જે ત્રાટક કરેલું, તેથી તેજોવેશ્યા ઉત્પન્ન થાય અંદર અને એ તેજોવેશ્યા બીજાની ઉપર મૂકે એની રીતે, તે બાળી મેલે આમ. તે બે શિષ્યો બાળી મેલ્યા અને પછી મહાવીર ભગવાન પર મૂકી એણે, તે મહાવીર ભગવાનને બાળી ના શક્યો. પણ મહાવીર ભગવાનને છ મહિના સુધી લોહી પડ્યું સંડાસમાં ! એ એવો ગોશાળો ! ભગવાનનો શિષ્ય હતો, એમની પાસે જ શીખ્યો અને એમની ઉપર જ આ બધું વાપર્યું !
પ્રશ્નકર્તા : એટલે એ ચરમ શરીર એ છેલ્લો દેહ કહેવાય ?
દાદાશ્રી : એ તો ચરમ દેહ, ઓહોહોહો ! નહીં તો મહાવીર ભગવાનનું નિર્વાણ ના થાત, મરણ થાત ! ચરમ શરીરનું નિર્વાણ થાય અને મારી શકે નહીં કોઈ.
પ્રશ્નકર્તા : દાદા, તમારે ચાર ડિગ્રી બાકી છે, તો આ ચરમ શરીર કહેવાય ?
દાદાશ્રી : આ અમારી ચાર ડિગ્રી પૂરી થાય (૩૬૦ ડિગ્રી થાય) ત્યારે ચરમ શરીર પ્રાપ્ત થાય.
પ્રશ્નકર્તા : દાદા, નિર્વાણ અને મરણ એમાં ફેર શું ?
દાદાશ્રી : નિર્વાણ એટલે ફરી દેહ પ્રાપ્ત થવાનો નહીં, છેલ્લો દેહ. હવે બીજા પરમાણુ રહ્યા નહીં કે જેથી આનો નવો દેહ ઊભો થાય. અને મરણવાળાને તો નવો દેહ ઊભો થયેલો જ હોય. અનંત અવતાર મર્યા પણ બધાં કુમરણ થયાં, સમાધિ મરણ થયું નથી અને હવે સમાધિ મરણ થશે. કારણ કે ક્યારે કંઈક સંસારી આફત આવે છે ત્યારે તું ચંદુ રીતે રહું છું કે આત્મા થઈ જાઉં છું ?
પ્રશ્નકર્તા : આત્મા થઈ જાઉં છું.
દાદાશ્રી : હા, તે કંઈક મરણની આફત આવી પડી, તે ઘડીએ મહીં આત્મા થઈ ગયો હોય ! આફત આવી કે ઊભો ના રહે બહાર, હોમમાં (આત્મામાં) પેસી જાય એ સમાધિ મરણ.
પ્રશનકર્તા : મહાત્માઓનું મૃત્યુ સમાધિમાં જ થશે ?
દાદાશ્રી : અમારી આજ્ઞા પાળે તો અમે હાજર હોઈશું ને સમાધિ મરણ થશે.
પ્રશ્નકર્તા : એટલે સમાધિ મરણ થાય, તે વખતે આપણે આત્મામાં રહીએ ?
દાદાશ્રી : હા, સમાધિ મરણ, તે સમયે આત્મામાં હોય ત્યાં ! મહાત્માઓની છેલ્લી ઘડીએ તો દાદા ખડે પગે હાજર રહેશે !
ખેંચાય મળતા પરમાણુઓવાળા જ “અહી” ! જ્ઞાની પુરુષના દેહમાં દ્વેષ નામનું એક પણ પરમાણુ ન હોય. જ્ઞાની પુરુષના (પ્રતિષ્ઠિત) આત્મામાં રાગનું પરમાણુ ન હોય એટલે દ્વેષ ન હોય. છતાં સહજ ભાવે (દેહમાં) રાગ થાય, પણ સહજ ભાવે દ્વેષ તો થાય જ નહીં. મોક્ષ આપવા જ્ઞાની આવ્યા છે, કેરીઓ પેદા કરવા નથી આવ્યા.
પ્રશ્નકર્તા : આપની પાસે બધા માણસો જુદી જુદી પ્રકૃતિવાળા આવ્યા છે, તે બધા મોક્ષને માટે આવ્યા હશે ? મુખ્ય ધ્યેય એ હશે ?
દાદાશ્રી : પુણ્ય પાછી જોડે છે અને પાછા મારા પરમાણુને મળતા આવે છે.
પ્રશ્નકર્તા ઃ અમારા બધાના પરમાણુ તો, આપને એકેય ના મળે. દાદાશ્રી : જુદા હોય, પણ મળતા આવે મારા પરમાણુને.
પ્રશ્નકર્તા : આમાં તો તમને મળ્યા એ બધાના ને આપના પરમાણુ મળતા જ આવે ?