________________
(૭) પરમાણુની અસરનું સાયન્સ !
૨૯૧
૨૯૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
બહુ લાઈટ વેઈટ પરમાણુ, વેઈટ જ ના નીકળે. અને કોનું લઈ લઉં ને કોનું પડાવી લઉં એવું બોલે, તેના હેવી વેઈટ પરમાણુ હોય.
એવું છેને, સમક્તિીને એક બાજુ મૂકો અને એક બાજુ મિથ્યાત્વી મૂકો. સરખી ઉંમરના હોય, સરખું બોડી હોય, છાતી સરખી હોય, બધું સરખું હોય. બન્નેને પાણીમાં ડૂબાડીએ તો એટલું જ પાણી પેલામાં (સમકિતીમાં) નીકળે ને એટલું જ પાણી પેલામાં (મિથ્યાત્વીમાં) નીકળે. એ ક્યૂબેજેય (ડ્યૂિબિકલી) સરખો હોય. પણ ત્રાજવામાં મૂકે તો પેલું મિથ્યાત્વીનું પલ્લું એટલું બધું નમી જાય, કે ન પૂછો વાત.
પ્રશ્નકર્તા : એટલે આ ત્રાજવું કર્યું ? આ સામાન્ય ત્રાજવું છે કે અધ્યાત્મનું ત્રાજવું ?
દાદાશ્રી : ના, ના, સામાન્ય ત્રાજવું. આ તો સામાન્ય વાત કરું છું, સ્થૂળ વાત. આ તો સંસારના લોકોને સમજાય એવી વાત કરું છું. હવે એવું મિથ્યાત્વ એ ફર્સ્ટ ગાંડપણ કહેવાય છે. પછી સેકન્ડ મેડનેસ એ મેન્ટલ હોસ્પિટલવાળા. પાછા ફર્સ્ટ મેડનેસવાળાને ને સેકન્ડ મેડનેસવાળાને મૂકે ત્રાજવામાં, તો સેકન્ડ મેડનેસવાળો વધી જાય. જેટલા પરમાણુ ચોખ્ખા એટલા હલકા. એટલે આપણામાં કહેવત છે કે આ ગાંડો આમ હાથ મારે છે તોય આપણને ડફણું વાગે એવું લાગે. એવું સાંભળેલું ખરું?
પ્રશ્નકર્તા : હા, એનો હાથ ભારે હોય.
દાદાશ્રી : એટલે જેમ જેમ આત્મા ઉચ્ચ ગતિ પામે, તેમ તેમ વેઈટ હલકું થાય, પરમાણુ હલકા થાય. પરમાણુના વેઈટથી આત્મા ઊર્ધ્વગતિ-અધોગતિ કર્યા કરે છે.
પુદ્ગલ ઘટવું જ જોઈએ. પુદ્ગલ ઘટે નહીં એટલે જાણીએ કે આ મહીં પથ્થર જ છે આ. પુદ્ગલ ઘટે તો આત્મા વધે.
પ્રશ્નકર્તા : પુદ્ગલ ઘટે એટલે શું, દાદાજી ? દાદાશ્રી : આ મન-વચન-કાયાના પરમાણુ ઘટે કે પેલી એ બાજુ
આત્માની શક્તિ વધી જાય છે. આ પરમાણુ ઘટે નહીં, તો પથ્થરની મૂર્તિ જેવું હોય.
પ્રશ્નકર્તા : એટલે શરીરમાંથી વજન પણ ઓછું થાય ? દાદાશ્રી : બધું, બધા પરમાણુ ઘટતા જાય, હલકો ફૂલ થતો જાય. પ્રશ્નકર્તા : તો દાદાજી, પુદ્ગલ ઘટે કેવી રીતે ?
દાદાશ્રી : પેલી (આત્મા) બાજુ પ્રેમ વધે, કે આ (પુદ્ગલ) બાજુ ઘટી જાય, એટલે કે મનના પાર વગરના પુદ્ગલ પરમાણુઓ, વાણીના અને શરીરના પરમાણુઓ બધા ઘટતા જાય. આ મનના ને બધા પરમાણુ મિથ્યાત્વની અસરથી મજબૂત થાય અને સમકિતની અસરથી ઊડી જાય.
ફેર, નિર્વાણ તે મરણમાં.. પ્રશ્નકર્તા : ચરમ શરીર એટલે શું ?
દાદાશ્રી : ચરમ શરીર એટલે છેલ્લે શરીર. એ પરમાણુ બધા છેલ્લા હોય. આ જગતમાં પાર વગરના પરમાણુ છે. તેમાં લાસ્ટ ગ્રેડના પરમાણુ હોય તે અન્ડરડેવલર્ડ માણસોને માટે છે. આ બધા જંગલીઓ એ અન્ડરડેવલપ્ત માણસ, એમના હેવી વેઈટ પરમાણુ હોય. તે માણસોનું વજનેય બહુ હોય. આખા જગતમાં દેવલોક બધા કરતાં તદન હાઈ લેવલના પરમાણુ મહાવીર સ્વામીમાં હતા, તીર્થકરોમાં હતા. એ જોતાં જ આપણને આનંદ થાય. ખાલી જોવાથી જ મનમાં એમ થાય કે અહીં બેસી રો હવે.
પ્રશ્નકર્તા : એટલે એ હલકાં હોય ?
દાદાશ્રી : પરમાણુ જ એવા હોય, એટ્રેક્ટિવ (આકર્ષણ) પરમાણુ ! એ બોલેને તે આપણને ગમ્યા જ કરે ! મીઠું લાગ્યા કરે !! એ જેમ જેમ દેહ ડેવલપ થતો જાય, તેમ તેમ પરમાણુ ઊંચા આવતા જાય બધા. અને છેલ્લામાં છેલ્લા પરમાણુ કેવા હોય ? ચરમ