________________
(૭) પરમાણુની અસરનું સાયન્સ !
૨૮૯
૨૯૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : એ તો બધો નિકાલ કરવો પડશે એમનો. નિકાલ કર્યા વગર તો કેમ ચાલે તે ? સંઘરેલો માલ સોંપી દેવો પડશે. જે જે પરમાણુ જેના હોયને તે એના પરમાણુને સોંપી દઈને છૂટા થઈ જવાનું. ના ગમતા હોય તેય સોંપી દેવા પડશે ને ગમતાય સોંપી દેવા પડશે. પછી વીતરાગ થવાનું છે. હવે આ ચારિત્રમોહનીય એટલે ભરેલો માલ કાઢવો, ભરેલા માલનો હિસાબ ચૂકતે કરવો, એ ચારિત્રમોહનો સમભાવે નિકાલ કરવો.
પરમાણુ સિલ્લકમાં હતા જ અને ખર્ચી નાખવાના છે, પણ સંયોગી પુરાવા ભેગા થયા એટલે અંદરના પરમાણુ બહાર આવે.
જે જે પરમાણુ પૂર્વે ભેળા કરેલા છે, તેને પાછા આપી દઈને છૂટા થવાનું છે. કૃપાળુદેવે શું કહ્યું છે ? પૂર્વ કાળે જેના જેના પરમાણુ ભેગા ર્યા છે તે આપી દેવા છે. જેને આપણે પરાયું જાણ્યું પછી તેને આપણે રાખીને શું કરવું છે ?
તત્ત્વજ્ઞાન નિર્ભેળ હોય. શ્યાં એક પરમાણુ પણ ભેળસેળ નહીં ત્યાં નિર્ભેળ આત્મા અને નિર્ભેળ પરમાણુનું જ્ઞાન હોય.
ભેદજ્ઞાનથી તમને એવા જુદા પાડી આપ્યા છે કે એક પરમાણુ પણ તમારું નહીં. લોક પરભારી ચીજોને બથાડી પડ્યા છે. અલ્યા, સ્મશાનમાં જાય છે, તે બથાડેલું લઈને જાય છે ?
જગતનું ક્ષણે ક્ષણે પરિવર્તન થયા જ કરે છે. પરમાણુ પરમાણુનું સમયે સમયે પરિવર્તન થયા જ કરે છે. આવા પરિવર્તનશીલ જગતમાં લોકો પરમેનન્ટ સુખ ખોળે છે, તે શી રીતે બને ?
વીતરાગોનું એક્કેક્ટ સાયન્સ છે, પણ આ લોકોને નહીં સમજાવાથી અને કાળની વિચિત્રતાને લઈને મોહના પરમાણુ વધ્યાથી, બધા વિચિત્ર થઈ ગયા.
પ્રસનકર્તા: કર્મના પરમાણુઓ ખરા ? દાદાશ્રી : કર્મ તો પરમાણુનું જ બનેલું છે પણ દેહાધ્યાસ હોય
ત્યાં સુધી ચેતન જેવા લાગે. દેહાધ્યાસ ગયા પછી પરમાણુ ચોખ્ખા લાગે.
દેહના માંહ્યલા પરમાણુના તો હપ્તા ભરવા જ પડે. તેમાં ડખોડખલ કરવા જેવું નથી. શ્યારે મનના અને દેહના પરમાણુ બન્નેય ભેગા થાય ત્યારે ભારે હુમલો થાય, ભયંકર અશાંતિ વર્તાય. એવી ભયંકર અશાંતિમાં જો માણસથી સહન ના થાય તો આખું શરીર દરિયામાં ફેંકે.
વાણીના પરમાણુ વપરાતા દેહની શક્તિ બહુ ખર્ચાઈ જાય. અમારી વાણી વીતરાગતાથી બોલાય, તે કંઈ થાય નહીં.
જેવી રીતે આ શરીરે પરમાણુ ગ્રહણ કરેલા તેવી જ રીતે પરમાણુ નીકળે. સ્પંદનથી ગ્રહણ થાય અને સ્પંદનથી નીકળે. આત્મા તો અચળ છે. મન-વચન-કાયાથી ગ્રહણ કરેલા, તે મન-વચન-કાયાનાં સ્પંદનથી નીકળે.
રંજક પરમાણુઓની બનેલી ગાંઠો ફૂટે તે મન, ભાવમન એટલે આત્માનું રંજાયમાનપણું. ઉદય આવે ત્યારે રૂપકમાં આવે. મન બગાડે એટલે સ્પંદનો ઊભા થાય. જ્ઞાતા રહે તો સ્પંદનો ધીમે ધીમે ઓછાં થતાં જાય.
ક્રોધ-માન-માયા-લોભ સ્પંદનથી ઊભાં થાય છે. જ્ઞાની પાસે એ નીકળી જાય છે અને અજ્ઞાની પાસે એ સ્પંદન વધે છે.
મહાન જ્ઞાનીઓને હલાવી નાખે તેવા આ સંસારમાં પરમાણુ ભરેલા છે, માટે બીવેર (ચતો) !
પરમાણુઓ : સમકિતી - મિથ્યાત્વીતા ! એક માણસને ‘કોનું લઉં ને કેવી રીતે ભેગું કરું ને કેમ કરીને ખઉં” એવું થયા કરે. ત્યારથી જ હું જાણું કે આ જાનવર થવાના પરમાણુ ખેંચી રહ્યો છે. સારા પરમાણુ ખેંચે તે બહુ હલકા હોય, લાઈટ વેઈટ પરમાણુ કહેવાય. આ મારેય પરમાણુ ખેંચાવાના તમારી જોડે પણ