________________
(૭) પરમાણુની અસરનું સાયન્સ !
૨૮૭
૨૮૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
ચંદુને રહે. આ જ્ઞાન મળ્યા પછી નવો રસ ઉત્પન્ન થતો નથી. શ્યાં સુધી જૂનો રસ સંપૂર્ણ ખેંચાઈ ગયો નથી, ત્યાં સુધી નિવેડો ના આવે. નવો રસ ઉત્પન્ન થતો હોય ત્યાં આગળ સંસાર. આ તો ઈફેક્ટ જ છે ખાલી. આ કોઝિઝ ના હોય, નિકાલી બાબત હોય આ. કોઝિઝ ને ઈફેક્ટનું બન્ને સાથે હોય એનું નામ સંસાર.
સોનાની વ્યાખ્યા આપણે ના સમજીએ અને પછી પિત્તળને સોનું કહીએ તો તો પછી આપણે એની કિંમત જ ના સમશ્યા કહેવાય ને? પિત્તળેય બફીંગ કરે તો સોના જેવું દેખાય, પણ સોનાની વ્યાખ્યા ગુણ સહિત જાણવી જોઈએ. એવી રીતે ક્રોધ શું છે ? લોભ શું છે ? આકર્ષણ શું છે ? વિકર્ષણ શું છે? એ પુદ્ગલ પરમાણુના ગુણો છે. આ બધું સાયન્સ છે. સાયન્સ એટલે એક્કેક્ટલી સમજી લેવું જોઈએ. વાત ઝીણવટથી સમજી લેવાની જરૂર છે. કશું કરવાની જરૂર નથી.
આત્મા અમે આપી દીધો એ નિર્લેપ ભાવે આપેલો છે, અસંગ જ આપેલો છે. હવે ફક્ત સમજવાની જરૂર છે. જ્ઞાન જાગૃતિ એટલી બધી ન રહે અને હજુ આ પુદ્ગલની ખેંચ છે. પુદ્ગલની ખેંચવાળું છે ને અનંત અવતારથી પુદ્ગલના પક્ષમાં બેઠા'તા ને એકદમ આપણે વિપક્ષી થઈ ગયા. એટલે પુદ્ગલના સામાવળિયા થયા હવે. આપણે શુદ્ધાત્મા થઈ ગયા એટલે પુદ્ગલથી વિપક્ષી થયા હવે. પણ એ પુદ્ગલની ખેંચ એને અનંત અવતારની છે તે જાય નહીં. એટલે એ ખેંચ નુકસાન શેમાં કરે એવી છે ? આ સ્ત્રી-પુરુષોના આકર્ષણમાં એ ખેંચ નુકસાન કરે એવી છે. એટલે ત્યાં આગળ બહુ જાગૃતિ રાખવી જોઈએ.
ત્યાગેય છે વિકર્ષણ ! આ જગત એટ્રેક્શનથી જ ચાલી રહ્યું છે અને તેમાં જીવ પોતે અહંકાર કરે છે કે “મેં આમ કર્યું ને તેમ કર્યું. તેનો માર ખા ખા કરે. અને એટ્રેક્શનથી પૈણે છે અને પાછો કહે, ‘હું પૈણ્યો.” અલ્યા મૂઆ, તું શી રીતે પૈણ્યો ? આ તો વહુ આવી પડી !
પ્રશ્નકર્તા : એટલે જે આ બધું ત્યાગીને જતા રહે, એમને વિકર્ષણ કહેવાય ? જે ત્યાગે એ વિકર્ષણ કહેવાય ?
દાદાશ્રી : મહીં પરમાણુ ખલાસ થઈ જાય એટલે એની મેળે (વાઈફથી) છૂટું પડી જાય. ત્યારે કહેશે, “મેં ત્યાગ કર્યો.” ખાલી ઈગોઈઝમ કર્યા કરે છે.
આ બહુ સૂક્ષ્મ સમજવા જેવું જગત છે. આ જે લોકો કહે છે ને, આ સાયન્ટિસ્ટો કહે છે તેવુંય જગત નથી. સાયન્ટિસ્ટો અમુક હદ સુધી પહોંચ્યા છે, ખોટું નથી પહોંચ્યા. એ લોકોએ જેટલું બહાર પાડ્યું, એટલું એમને સમજાયેલું છે. અને તે એમની બુદ્ધિનો ખેલ નથી આ, એમની ગિફ્ટ (કુદરતી સૂઝ)નો ખેલ છે.
ખપે પ્રતિક્રમણ, રાગ-દ્વેષતાં ! પ્રશ્નકર્તા : આકર્ષણનું પ્રતિક્રમણ કરવું પડે ?
દાદાશ્રી : હાસ્તો. આકર્ષણ-વિકર્ષણ શરીરને થતું હોય તો ચંદુભાઈને આપણે કહેવું પડે, “હે ચંદુભાઈ, અહીં આકર્ષણ થાય છે, પ્રતિક્રમણ કરો.’ તો આકર્ષણ બંધ થઈ જાય. આકર્ષણ-વિકર્ષણ બેઉ છે તે આપણને રઝળાવનારા છે.
આ “ના ગમે', તેનો કંઈ ઉકેલ લાવવાનો કે નહીં લાવવાનો? આ ‘ગમે' તેનો ઉકેલ લાવવાનો, સંઘરવાનું નથી. જે બધી વાતો ‘ગમે' એ સંઘરવાની નહીં, એનોય ઉકેલ લાવવાનો ને આનોય ઉકેલ લાવવાનો છે. ‘ગમે' એ ભરેલો રાગ નીકળે છે અને ના ગમે” એ ભરેલો દ્વષ નીકળે છે. એટલે કૅષનો ઉકેલ લાવવાનો છે. એટલે ત્યાં અમારી પેઠે રહેવું, બધાની સાથે ભળતા ને ભળતા ! (કારણ કે દ્વેષને લઈને જુદાઈ થઈ જાય, ભળતાં રહેવાથી જુદાઈ મટી જાય ને દ્વેષ ઓગળી જાય.)
પ્રશ્નકર્તા: ‘ષનો નિકાલ કરવાનો છે એવું તો સામાન્ય સમજમાં આવે, પણ રાગનો નિકાલ કરવાનો છે, એ તો કંઈક ભારે વાત છે.