________________
(૭) પરમાણુની અસરનું સાયન્સ !
રડીએ તો એનું શું થાય ? આ તો અમે રડતાને આંતરીએ નહીં. તે એ પરમાણુ શું કરવા રહેવા દઈએ ? છોને નીકળતા, મમતાના ને બીજા કચરાનાં પરમાણુ નીકળી જાય.
૨૮૫
શરીર તો પરમાણુનું બનેલું છે, બીજું કંઈ છે નહીં. જેવા પરમાણુઓનો સંગ તેવું શરીરમાં અનુભવાય. ગમે તેની સાથે સેકહેન્ડ કરવાથી (હાથ મિલાવવાથી) ગમે તેવા પરમાણુ આવે છે. એકલા બેસી રહેવું સારું પણ નીચા થરના માણસ જોડે બેસવું સારું નહીં. તેના પરમાણુ તમને અસર કરશે.
વહાલું અને અળખામણું એ પરમાણુના હિસાબ છે. તમારા ને એના પરમાણુ ના મળે, એટલે એ તમને વહાલો હોય, તો પણ અળખામણો લાગે.
દરેક વ્યક્તિ દીઠ બોડીના પરમાણુમાં ફેરફાર હોય. (સામે કંકોડાનું શાક જોઈને) પેલા કંકોડા પ્રત્યેક જુદા જુદા ફેરફારવાળા છે, તેમ પ્રત્યેક વ્યક્તિમાં ફેરફારવાળા પરમાણુ છે. તે બધાનું સમાન વ્યક્તિત્વ ઊભું ના થાય. સમાન પરમાણુના માલવાળા અને વિરોધ પરમાણુના માલવાળા ભેગા થાય.
આપણને કોઈ માણસ બહુ સાંભર સાંભર કરે, તેનો રોગ આપણી મહીં પેસી જાય. જેના તમને બહુ વિચાર આવે તેના પરમાણુઓ તમારામાં પેસી જાય. સાંભરવું એટલે અનુકૂળ પરમાણુ એટ્રેક્ટ (આકર્ષિત) કરે છે તે. એ પરમાણુ ખલાસ થશે એટલે સાંભરવાનું બંધ થશે.
જગતનો સ્વભાવ જ છે કે સરખા પરમાણુનું આકર્ષણ થાય. લોભિયો હોય તો લોભી ભેગો થઇ જાય. આ જગત પરમાણુનું ભરેલું
છે.
વિકર્ષણ-આકર્ષણ પરમાણુનું હોય છે. પરમાણુને એક છેડે પોઝિટિવ છે, બીજે છેડે નેગેટિવ છે. વિકર્ષણમાં જાગ્રત હોય. આકર્ષણમાં ગોથું ખાઈ જાય. આકર્ષણ એ પુદ્ગલનો ગુણ છે. એક પરમાણુ બીજા પરમાણુને મળતું આવે એટલે ખેંચે. દેહ-મન-બુદ્ધિ પરમાણુના બનેલા
૨૮૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
છે તે ખેંચાય છે. કેટલીક જગ્યાએ વિકર્ષણ પણ થાય છે.
પરમાણુનો આકર્ષણ ગુણ છે, પણ શ્યાં સુધી જ્ઞાન ન મળે ત્યાં સુધી આકર્ષણ કહેવાય નહીં. કારણ કે એના મનમાં તો એમ જ થાય કે મેં જ કર્યું આ અને જ્ઞાન મળ્યું હોય તો એના મનમાં થાય કે દેહ આકર્ષણથી ખેંચાયો અને મેં કંઈ કર્યું નથી, મેં જાણ્યું ફક્ત.
આ શરીરમાં જ મોટું વિજ્ઞાન છે. ઘણું મોટું મશીન છે. જ્ઞાન મળ્યા પછી શુદ્ધ પરમાણુ ભરાતા જાય અને ખોટો માલ નીકળતો જાય. આ (જ્ઞાનભક્તિના) પદો ગાતી વખતે શું થાય ? શરીરની પ્રક્રિયા ચાલી તે ચોખ્ખા પરમાણુ પેસે, શ્યારે કંટાળા ને બીજા પરમાણુ નીકળે. આ થબાકા પાડીએ ને ઉલ્લાસમાં આવો, તે પેલા નકામા, અશુદ્ધ કચરા માલવાળા પરમાણુ નીકળે ને એક નીકળે તો બીજા પેસવા જ જોઈએ. તે ચોખ્ખા પરમાણુ પેસે. તેથી તો અમે જાતે થબાકા પાડવાનું નાટક કરીએ ને ! પોતે ગાય ને ગાઈને ગવડાવ્યો વીતરાગ. તે તમને ઉલ્લાસ
આવે ને શુદ્ધિ થતી જાય. આ તો અક્રમ વિજ્ઞાન છે. તે મહીં કચરો માલ ખાલી કરવા માટે આ પદો ગાઈએ. તે શુદ્ધિ થતી જાય. કેવો સહેલો માર્ગ ! મિથ્યાત્વની જે ગાંઠો પડેલી, તે આ બોલવાથી સમકિતની પડતી જાય ને પેલી ઓગળતી જાય.
એ છે ચુંબકત્વ !
પ્રશ્નકર્તા ઃ રાગ એ અહંકારનું પરિણામ છે અને આકર્ષણ એ પુદ્ગલનો ગુણ છે. (આપ્તસૂત્ર)
દાદાશ્રી : રાગ એ અહંકારનો ગુણ છે. રાગ અને દ્વેષ બેઉ અહંકારી ગુણ છે. આકર્ષણ એ પુદ્ગલનો ગુણ કહેવાય.
પ્રશ્નકર્તા : ‘જેનો’ અહંકાર ગયો હોય, ‘તેને’ પુદ્ગલનું આકર્ષણ
રહે ?
દાદાશ્રી : ‘એને’ પોતાને ના રહે, પણ પુદ્ગલને પુદ્ગલનું આકર્ષણ રહે. આ ‘તને’ અહંકાર ગયેલો હોય તો તને ના અડે પણ