________________
(૭) પરમાણુની અસરનું સાયન્સ !
૨૮૩
૨૮૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
જ્ઞાન પછી કષાય ગયા, પછી જે રહે છે તે આકર્ષણ ને વિકર્ષણ છે. જે અનાત્મા ભાગમાં છે. આકર્ષણ-વિકર્ષણવાળા ચુંબકીય પરમાણુઓનો અનાત્મ ભાગનો સ્કંધ હોય છે. આપણી ઈચ્છા નથી હોતી તોય આકર્ષણથી ખેંચાય છે. તેથી જ સમજાય કે એ રાગ નથી પણ અનાત્મ ભાગ પ્રત્યે અનાત્મા ભાગ ખેંચાય છે. રાગ તો એમાં આત્મા ભળે તો જ કહેવાય.
સિદ્ધાંત, આકર્ષણ-વિકર્ષણતો ! પ્રશ્નકર્તા : આત્માનું નિયમન કોણ કરે છે ?
દાદાશ્રી : આનું નિયમન કોઈ નથી કરતું. બધું નિયમન કુદરતી છે. જગતનો કોઈ કરનાર છે જ નહીં. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી થયા જ કરે છે. કોઈ ભગવાને કર્યું નથી. નિયમન કશું કરવું ના પડે. નિયમન કરનારો હોયને તો ઈફેક્ટ થાય, ઈફેક્ટ આપે. આમાં (આત્મદ્રવ્યમાં) ઈફેક્ટિવ ના હોય.
પ્રશનકર્તા : આ દેહમાં આ આત્મા જશે, આ દેહમાં આ આત્મા જશે એ બધું કોણ નક્કી કરે છે ?
દાદાશ્રી : આપણે નક્કી કરવાની જરૂર નહીં. પોતાના હિસાબવાળા પરમાણુ ભેગા થાય એટલે ત્યાં આકર્ષણથી જાય છે. બધું આકર્ષણથી જ નર્યું જગત ચાલી રહ્યું છે.
પ્રશ્નકર્તા ઃ શરીર ને આત્માનું આકર્ષણ કેવી રીતે થાય ?
દાદાશ્રી : શરીર અને આત્માનું આકર્ષણ છે જ નહીં. આત્માને કોઈ જગ્યાએ આકર્ષણ નથી. આત્માની જોડે જે બીજી વસ્તુઓ છે, તે વસ્તુઓના આકર્ષણને લઈ ખેંચાય છે.
જાત જાતના અભ્યાસ થઈ ગયેલા હોય. બહુ કાળ આકર્ષણ હોય તેનું વિકર્ષણ થાય. એ આત્મ સ્વભાવ નથી, પૌગલિક સ્વભાવ છે.
પ્રશ્નકર્તા: સારાં કાર્યો કરે તો દેવલોકમાં જન્મ થાય, તો આ
બધું જસ્ટિફાય કોણ કરે કે એ દેવલોકમાં જાય ને...
દાદાશ્રી : જસ્ટિફાય તો, આપણે આ દવા મોઢેથી ખાઈને, દાકતર શું કહે, ગોળીઓ ખાઈ જજો. ક્યાં દુખાવો છે ? તો કહે. ‘અહીં, માથામાં.' તો મૂઆ, ત્યાં શી રીતે જશે ? દવાને શી ખબર કે અહીં રહીને મારે આમ જવાનું છે. એ દુનિયામાં નિયમ એવો છે જે દર્દ હોયને તેની જે દવા હોય તેને ખેંચે સામસામી. એવા નિયમના આધારે અહીંથી દેવગતિને લાયક થઈ ગયા પરમાણુ, એટલે દેવગતિ પેલી બાજુ ખેંચે એને. ગધેડાને લાયક થયો તો ત્યાં ખેંચે. નર્કગતિને લાયક થયો ત્યાં ખેંચે. ખેંચાણ છે બધું. આકર્ષણથી બધું જગત ચાલી રહ્યું છે. સૂર્ય, ચંદ્ર, બધા આકર્ષણથી ચાલે છે. એટલે કોઈને જસ્ટિફાય કરવાની કંઈ જરૂર નથી.
મળતા પરમાણુઓ હોય તો જ આકર્ષણ થાય. અંદર જેવા પરમાણુઓ હોય તેવું જ દેખાય. વર્લ્ડમાં દુઃખ નામેય નથી. બધું અંદર જ ભરેલું છે.
પ્રશનકર્તા : આ છટા પડતી વખતે આંખમાંથી પાણી નીકળી જાય છે તે શું છે ?
દાદાશ્રી : એ બધું પરમાણુનું જ છે. આકર્ષણના પરમાણુ હોય તો છુટા પડતી વખતે આંખમાં પાણી આવે ને વિકર્ષણના પરમાણુ હોય તો છૂટા પડતી વખતે આનંદ થાય.
કોઈ મરે છે ત્યારે એના સગાને રડવા દે છે શાથી ? તે અંતરે નહીં ને, તો મમતાના પરમાણુ હોય તે આંખમાં રહીને બહાર નીકળે. તે પછી શાતા વળે. આ તો લોકો આંતરે. અલ્યા, એ આંતરાય નહીં. એ રડશે તો જ હલકો થાય. રડે નહીં તો તો બોજો વધી જાય. એથી અમારી પાસે રડે, તો અમે વાંસે હાથ ના ફેરવીએ. એ તો રડવા દઈએ તો બધા ખરાબ પરમાણુ નીકળી જાય. આ ઘરમાં તો મા વાંસ હાથ ફેરવે.
અમે કરુણામૂર્તિ, તે સામાને અમને જોઈ રડવું આવે, ત્યાં અમે