________________
(૭) પરમાણુની અસરનું સાયન્સ !
ગમતું અને ના ગમતું એ મોટા સ્વરૂપે રાગ-દ્વેષ છે. રાગના પરમાણુ સુખ-શાતા આપવા માટેના છે અને દ્વેષના પરમાણુ દુ:ખઅશાતા આપવા માટેના છે. સંસાર ઊભો રહ્યો છે તે રાગ-દ્વેષથી. સંસારનું બીજ રાગ-દ્વેષ છે. જેથી કાલ્પનિક શાતા-અશાતાનો ભ્રાંતિમય ભોગવટો હોય છે.
૨૮૧
જેની ઉપર તમને બહુ દ્વેષ થાય તો રાગના પરમાણુ ઊભા થશે જ અને રાગ બહુ થયો તો દ્વેષના પરમાણુ ઊભા થવાના જ. એટલે વીતરાગ થવાનું કહ્યું છે. હે પ્રજ્ઞાધારી ! જો દ્વેષ ઉત્પન્ન થવાના પરિણામ આવે તો તેને જડમૂળથી નિંદી નાખ. એ દ્વેષના બીજમાંથી જ રાગ ઉત્પન્ન થશે. એટલે દ્વેષ તો ક્યારે પણ કામનો નહીં. દ્વેષને તો મૂળિયાં સાથે જ ઉખાડીને બહાર ફેંકી દેવો, પણ સમતાથી જ કરવાનું. દેવોતેય રાગ-દ્વેષ...
કેટલીક જગ્યાએ ભઈ વાંકો હોય ત્યારે એને ત્યાં બૈરી સીધી રહેતી હોય, એવી સરસ બઈ હોય. ઘણી જગ્યાએ ભઈ બિલકુલ સીધો હોય, તેને ત્યાં બઈ વાંકી હોય કાયમની. બધી જાતનો માલ છે અહીં સંસારમાં.
પ્રશ્નકર્તા : આ પરસ્પર વિરોધી પરમાણુવાળા ભેગાં થાય એ શા માટે ?
દાદાશ્રી : જાગૃત કરવા માટે, નહીંતર તો ઊંઘી જાય. બેઉ જણ ઊંઘી જાય. છ-છ મહિના સુધી ઊંધે. બહાર સૂર્યનારાયણનેય જોવા ના આવે. તો તો બધા પડી રહે એવા છે. આ તો બધા વિરોધી છે તેથી તો મજા છે એની. નહીં તો મોક્ષે જ કોઈ જાય નહીં ને !
દેવગતિમાંય આનો આ જ માલ, બધે આવો જ માલ ! પ્રશ્નકર્તા : દેવગતિમાં આકાર ખરો ? રૂપ-બુપ બધાનું ખરું ? જુદું જુદું ?
દાદાશ્રી : રૂપ-બુપ બધું ખરું પણ બીજું (બાળપણ, થૈડપણ) નહીં.
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
રૂપ ના હોત તો તો કિંમત જ ના હોત ને ! પથ્થર જ કહેવાય ને ! રૂપ ના હોય તો બીજી દેવીની કિંમત શી રીતે એમને સમજાય, કે મને આ દેવી મળી ને આને બહુ સારી દેવી મળી', એવું બધું ખબર પડે. આને સારી દેવી મળી છે, મારા જેવી નથી. આને બહુ ખરાબ છે.’ દેવીઓ વાતો કરે કે તરબૂચા જેવો મને મળ્યો પણ આખી જીંદગી કાઢવી જ પડે ને, શું થાય તે ? અને આપણે અહીં તો અવળસવળ કરવું હોય તોય થાય કે ડિવોર્સના કાયદા કાઢ્યા છે સરકારે, બધાય કાયદા કાઢેલા છે.
૨૮૨
પ્રશ્નકર્તા : જો દેવગતિમાં બધાંય કર્મો નિકાલી હોય, તો પછી બધાં કર્મો પૂરાં થઈ જાય એટલે પછી ત્યાંથી સીધો મોક્ષ ના થઈ જાય ?
દાદાશ્રી : કોઈને થાય નહીં બીજી જગ્યાએથી. ત્યાં આગળ કોઈ
દહાડો કર્મ પૂરાં થાય નહીં. કર્મ પૂરા થાય ફક્ત મનુષ્યગતિમાં. તે વીતરાગતાથી થાય. અમુક વર્ષો વીતરાગતામાં જાય ત્યારે થાય. દેવગતિમાં વીતરાગતા હોય નહીં. એટલે એ બધી આશા ફોગટ એવી. અહીં મનુષ્યગતિ સિવાય મોક્ષ નથી.
તથી રાગ, આત્મામાં !
પુદ્ગલ કરામત તો પોતે જ વીતરાગ છે. તમે વીતરાગ થાઓ તો તમે જીત્યા. તું વીતરાગ થઈ જા ને ! તો ઉકેલ આવી ગયો. સાપ પડી રહ્યા હોય અને ત્યાં તું બેઠો હોઉં તો તે તારી વીતરાગતાનો ટેસ્ટ નથી. સહેજ એને છંછેડી જો પછી તપાસ કર કે તારી વીતરાગતા ક્યાં ક્યાં હાલી ગઈ છે, તે તપાસી જો.
આત્મામાં રાગ નામનો ગુણ જ નથી ને લોકો કહે છે કે મારો આત્મા રાગી-દ્વેષી છે. પણ આ શું છે ? આ દેહમાં ઈલેક્ટ્રિકલ બોડી છે. તે શ્યા૨ે મળતા પરમાણુ આવે છે ત્યારે આખી બોડી લોહચુંબકની જેમ ખેંચાય છે. અને લોકો કહે છે, ‘હું ખેંચાયો, મને રાગ થાય છે.’ પણ એમાં વીતરાગોનો મત શું કહે છે, આ પૂતળું એ જેમનું નાચે, તેને તું ‘જાણ’ કે પૂતળું ક્યાં ખેંચાયું ને ક્યાં ના ખેચાયું.