________________
(૭) પરમાણુની અસરનું સાયન્સ !
૨૭૯
૨૮૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
છે. એટલે બધા સંબંધો કરતાં જે લોહીનો સંબંધ હોય છે એ તોડવો એટલો બધો સહેલો નથી હોતો.
દાદાશ્રી : લોહીનો સંબંધ જ નથી હોતો. એ તો એના જેવું લોહી મળતું આવે. કોઈ કોઈને લોહીનોય શું, હાડકાનો, માંસનો કશોય સંબંધ હોતો નથી. લોહીનો જો સંબંધ હોય ને, લોહી જો બાપ-દાદાનું આવ્યા કરતું હોય તો તો ક્રોધ-માન-માયા-લોભ જોડે રહે જ. પણ આ તો બાપ ક્રોધી હોય ને છોકરો ઠંડો હોય. એટલે કશુંય લેવાદેવા નથી. આ તો આંખે એવું દેખાય છે લોકોને, એટલે લોકો બોલે એવું, બ્લડ રિલેશન એટલું કહે. ખરેખર રિલેશન નથી, વ્યવહારથી રિલેશન છે. કોઈ કોઈને કશુંય એક પરમાણુ માત્રનું ભેળસેળ નથી. વ્યવહારથી કહેવા માટે કહેવું પડે કે ભઈ, આ એક કુટુંબનાં, બ્લડ રિલેશનવાળા, એક ફેમિલીનાં છે.
પ્રશ્નકર્તા : સરખા પરમાણુઓ અથવા તો સરખી પ્રકૃતિના પરમાણુઓ એકબીજાને વધારે આકર્ષે એવું નથી હોતું ?
દાદાશ્રી : એવું જ થયેલું છે. સરખી પ્રકૃતિનાં માણસો, ફરી બીજા અવતારમાં ભેગા થઈને જન્મે છે બધાં.
પ્રશ્નકર્તા : શ્યાં સરખા પરમાણુઓ છે ત્યાં એકબીજાને આકર્ષે છે, એનાથી જુદા હોય તો એ લોકોનો મેળ નથી પડતો.
દાદાશ્રી : એ તો સરખા પરમાણુ આકર્ષે છે અને તે પરમાણુ ચેન્જ થયે વિકર્ષણ થાય. એટલે આ બધું લોહચુંબકના ગુણો ઉત્પન્ન થયેલા છે.
પ્રશનકર્તા : એટલે એ પ્રકૃતિનો સ્વભાવ છે. એનાથી બહાર તો કંઈ શરીર જઈ ના શકે.
દાદાશ્રી : આ લોહચુંબક હોય છે ને, તે લોખંડને જ ખેંચે. બાકી પિત્તળ-બિત્તળ બીજું બધું આપે તો એને કશુંય નામ ના દે. એટલે પોતાને મેળ પડતો હોય, ત્યારે પરમાણુ ખેંચાય અને પછી કહેશે, “ ખેંચાયો.’ હું ખેંચાયો, એ બ્રાંતિ. ‘મારે ખેંચાવું નહોતું તોય ખેંચાયો', કહેશે.
પ્રશ્નકર્તા : પણ દાદા, એ જ હું વાત કરતો'તો કે શરીરના પરમાણુઓમાં તો આકર્ષણ ને વિકર્ષણ રહેવાનાં જ, એને કાઢવાનો પ્રયત્ન કરવો, એ ઊલટું ખોટી દિશામાં ચાલવા જેવું છે.
દાદાશ્રી : ના, એ કાઢવાનો વિચાર નહીં કરવાનો. એ ક્રાય જ નહીં, નીકળે જ નહીં. એમાંથી આપણો ભાવ ખેંચી લેવાનો છે. આ રાગ-દ્વેષના ભાવ ખેંચી લેવાના છે. એટલે વીતરાગતા રાખવાની છે આપણે, બસ. એ પરમાણુ તો એની અસર કર્યા જ કરવાના.
પરમાણુઓ આપણે મહીં જેવાં ભર્યા છે તેવા જ પરમાણુ ફળ આપવાના. એટલે આપણે કહીએ છીએ ને કે જે થાય એનો નિકાલ કરો. જેવું ભર્યું એવું નીકળશે. ફક્ત ખેંચાઈ શું ગયું ? ત્યારે કહે, જે એની પર રાગ-દ્વેષ હતા આપણા, તે ખેંચાઈ ગયા. હવે રાગ-દ્વેષ થાય છે ? નથી થતા ને ?
પ્રશ્નકર્તા : ના, દાદા.
દાદાશ્રી : રાગ-દ્વેષ ના થાય એ વીતરાગ કહેવાય. વીતરાગ થવાની જરૂર છે. રાગ-દ્વેષ ન થવા જોઈએ. કશું કરવાની જરૂર નથી. આદતો રહેવાની. આદતો જાય નહીં. શરીરની આદતો, મનની આદતો એ બધી જાય નહીં.
રાગ-દ્વેષ, સંસારનું મૂળ ! શ્યાં સુધી પરમાણુ મળતા આવે ત્યાં સુધી અભેદતા રહે ને પછી વેર થઈ જાય. આસક્તિ હોય ત્યાં વેર હોય જ. આસક્તિ એ પ્રત્યક્ષ ઝેર છે. જેટલી પુલમાં આસક્તિ તેટલી ચંચળતા વધારે.
રાગ નહીં કરવાનું સજડ નક્કી કર્યા છતાંય તે રાગ હોય તેના તરફ શરીર ખેંચાઈ જાય છે. કારણ કે રાગ તો પરમાણુ જ છે. એટલે પોતે આ નથી કરતો પણ રાગના પરમાણુનો સ્વભાવ જ એવો છે. રાગ નામનો ગુણ કે દ્વેષ નામનો ગુણ આત્મામાં નથી. આ તો પરમાણુ એ પરમાણુ રાગવાળા, ષવાળા પડ્યા છે.