________________
૨૭૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૭) પરમાણુની અસરનું સાયન્સ ! એડજસ્ટમેન્ટ કર્યું એટલે ડિએડજસ્ટમેન્ટ થવા માટે તેને ઝેરી નાગ બનવું જ પડે. તે તેને એક જ ભવનું એડજસ્ટમેન્ટ હોય. તે ભોગવીને ફરી પાછો ગ્યાં હોય ત્યાં જાય.
આત્મામાં ગુસ્સો અને પ્રેમ છે, એ તો ભ્રાંતિવાળા જગતે શોધી કાઢેલું છે. (મૂળ) આત્મામાં પ્રેમ નામનો ગુણ જ નથી અને (વ્યવહાર) આત્માનો પ્રેમ છે તે શુદ્ધ પ્રેમ છે. તેને લૌકિક પ્રેમ જેવો પ્રેમ નથી કહેવાતો, જુદી જ વસ્તુ છે એ તો. (એ પ્રેમમાં વીતરાગતા હોય છે.) આ પ્રેમ તો ઘડીકમાં ચઢે ને ઘડીકમાં ઉતરે. એ તો આસક્તિ છે. શુદ્ધ પ્રેમ ના હોય. ટાંકણીને અને લોહચુંબકને શું પ્રેમ છે, પૂછી આવ ને ? ક્રોધ એ હોટ (ગરમ) પરમાણુ છે અને પ્રેમ એ માઈલ્ડ (ઠંડા) પરમાણુ છે. બધું જ પરમાણુનું છે, પુદ્ગલની કરામત છે. ચર્મચક્ષુથી જે કંઈ દેખાય છે તે બધું જ અયથાર્થ છે.
જાણે એનું નામ જ્ઞાન અને કરે એનું નામ ક્રોધ. ભાન જ ભૂલે જગત આખું. તે ઘડીએ કશું ભાન જ ના રહ્યું હોય. બાપજી હોય તો બાપજીને ભાન ના રહેને ! તને ઉગ્રતા રહે છે કે નથી રહેતી ? વખતે દેહ ઉગ્ર થાય તે દેહના ગુણ હોય તેવા. આ પગલ પરમાણુના બહુ જાતના ગુણો છે. હા, ઠંડા પરમાણુઓ હોય છે, ઉગ્ર પરમાણુ હોય છે, શુષ્ક પરમાણુ હોય છે, સુંવાળા પરમાણુ હોય છે. એટલે આ બધા પરમાણુના ગુણો હોય છે તે ગુણો બતાવે છે. બોલો, અજ્ઞાની છે તે તન્મયાકાર થઈ જાય, ક્રોધ થતાંની સાથે અને પોતે ક્રોધ કરે. ‘મેં ક્રોધ કર્યો કહે છે અને પેલો જ્ઞાની જાણે, એટલો જ ફેર. પછી ધીમે ધીમે એય પરિણામ ઓછાં થતાં જાય.
જ્ઞાન આપ્યા પછી ક્રોધને બદલે ઉગ્રતાના પરમાણુ રહે અને લોભને બદલે આકર્ષણના પરમાણુ રહે. આ તો જાણે કે ચંદુભાઈ કડક બોલ્યા, ઢીલા રહ્યા, એ જાણે ત્યાં સુધી ઉગ્ર થાય, પણ એમાં આત્મા ભળે નહીં તે ત્યાં સુધી ક્રોધ કહેવાય નહીં. એ પરમાણુના ગુણ છે ને આત્મા ભળે તો ક્રોધ કહેવાય. નહીં તો વીતરાગતામાં બોલ્યા કહેવાય.
એ છે પોઝિટિવ-નેગેટિવતું ખેંચાણ ! બધું જ પરમાણુનું ખેંચાણ છે. આકર્ષણ-વિકર્ષણમાં બે જાતના પરમાણુઓ છે. શ્રેષના પરમાણુઓ ભરી લાવ્યો છે તે વૈષ કરે છે. રાગના લાવ્યો છે તે રાગ કરે છે. ક્રોધ આવે છે, ક્રોધમાં પરમાણુની ઉગ્રતા હોય ને લોભમાં લક્ષ્મી સંબંધે પરમાણુનું આકર્ષણ રહે. લોભ આવે છે, રાગ આવે છે, તે કેમ બંધ થાય ? પરમાણુઓ લઈને આવ્યો છે તે નીકળવાના જ છે. પુદ્ગલના આકર્ષણને લોકો રાગ કહે છે. રાગ એ રાગ નથી પણ માન્યતાની ભૂલ છે. રાગ એ સરખા સ્વભાવવાળા પરમાણુઓનો આકર્ષણ ગુણ છે. એ તો પુદ્ગલની કરામત છે. માતા અને બાળક બેઠાં હોય અને માતા ત્યાંથી ઊઠીને જવા લાગે કે બાળક પણ પાછળ જાય છે. તે માતા ગઈ એટલે પાછળ જવું એવી સમજથી નથી જતું પણ પૌગલિક પરમાણુઓના આકર્ષણથી પાછળ જાય છે. પોઝિટિવ અને નેગેટિવ ભેગા થાય ત્યારે જ પરમાણુનું આકર્ષણ થાય.
સંસારી સંબંધનો એન્ડ આવવાનો અને તે આ અવસ્થાઓ જે છે એમાં બૈરી-ભાયડો, છોકરો ને મા ને એ બધું ઑન્સી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. લોકો મનમાં માની બેસે છે કે હું એનો બાપો થયો. અરે, બાપો શી રીતે થવાનો'તો ? તું તો છોકરો હતો ફલાણાભાઈનો ! ફલાણાભાઈનો છોકરો આનો બાપો થયો છે. આ બધી ખોટી માન્યતાઓ છે.
પ્રશ્નકર્તા : લોહીના જે પરમાણુઓ હોય છે એ સરખા હોય છે, એ તો સંબંધ જાળવતા જ હોય છે.
દાદાશ્રી : એ તો સંબંધ જાળવેય ખરા ને ઉખાય ખરા. એ રાગ-દ્વેષના પરમાણુ ભરેલા હોય. ઘડીમાં ખુશ થઈ જાય, એટલે પછી આમ વહાલમાં (છાતીએ) દબાવે આપણને અને ઘડીમાં નાખુશ થઈ જાય ત્યારે તમાચો મારે. એ રાગ-દ્વેષના પરિણામ છે.
પ્રશ્નકર્તા : ના, પણ જે જાણવા મળ્યું છે કે બુદ્ધિ અને લાગણીથી પર એવું એ ખેંચાણ એક લોહીના સંબંધમાં રહેતું જ હોય