________________
(૭) પરમાણુની અસરનું સાયન્સ !
૨૭૫
પ્રશ્નકર્તા : લિંગનો અર્થ શું ?
દાદાશ્રી : આપણા આત્મા સિવાય બધું લિંગ કહેવાય. આત્મા સિવાય પુદ્ગલને લિંગ કહે છે. એ સ્ત્રી લિંગ, પુરુષ લિંગ અને નપુસંક લિંગ, ત્રણ જાતના લિંગ પાછા.
પછી લિંગનો અર્થ તો આ કપડાં પહેરે તેય લિંગ (ત્યાગી લિંગગૃહસ્થ લિંગ) કહેવાય. બધું લિંગ જ કહેવાય પછી.
પ્રશ્નકર્તા : મૂર્તિનેય લિંગ કહે છે ?
દાદાશ્રી : બધાને લિંગ જ કહેવાય. આ બધું જે પુદ્ગલ ભાવ છે ને, એ લિંગ કહેવાય. (અને આત્મા અલિંગ છે.)
આ તો બધું સાયન્સ છે, વિજ્ઞાન છે. આપણે છૂટવા સાથે કામ રાખો. આ વિજ્ઞાન તો પાર આવે એવું નથી. એક ફેરો જાણી લેવું કે દાદા, અમને વાત સમજણ પાડો, કે આ શું છે હકીકતમાં. એટલે પછી મનમાં ભાવ ના રહે કે આ જાણવાની ઇચ્છા ના થાય.
પરમાણુઓ, ક્રોધતાં...
ક્રોધ એટલે શું ? એ તો બાહ્ય (ડિસ્ચાર્જ) પ્રકૃતિના પરમાણુ છે. મહીંથી જો અવસ્થા જોડે તન્મયાકાર થાય તો સ્પાર્ક થાય. પણ તન્મયાકાર થાય, મહીં પોઝિટિવ અને નેગેટિવ તાર જોઈન્ટ ન થવા દે તો સ્પાર્ક ના થાય. આપણે શુદ્ધાત્મા છીએ એટલે તે ઉગ્ર પરમાણુ આપણા ન હોય. તે ઉગ્ર પરમાણુ નીકળે તેમાં આપણે તન્મયાકાર ના થઈએ, તેને જોતા જ રહેવાનું. આ બધું જ અજ્ઞાનતાથી જ ઊભું થાય છે. વ્યવહારની (અણસમજ) અને જ્ઞાનની એમ બે અજ્ઞાનતા છે. વ્યવહારની અણસમજથી ઉગ્રતા થાય છે. ખરી રીતે તો વ્યવહારમાં ઉગ્ર થવા જેવું નથી. વસ્તુ બગડે પણ મન ન બગડે એવું હોવું જોઈએ. જ્ઞાન પછી ક્રોધ ના રહે, ગુસ્સો કહેવાય એને. કારણ કે પછી તાંતો સહેજેય ના રહે.
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : આસક્તિ અને તાંતામાં શો ફેર ? આસક્તિ એટલે જબ્બર એટેચમેન્ટ હોય, મારું કે માલિકીપણું હોય ?
દાદાશ્રી : મારું એ વસ્તુ જુદી છે અને આસક્તિ એ વસ્તુ જુદી
છે.
૨૩૬
પ્રશ્નકર્તા : અને તાંતો ?
દાદાશ્રી : તાંતો તો એક શ્રદ્ધા છે, ઊંધી શ્રદ્ધા, મિથ્યા શ્રદ્ધા. તેથી એ તાંતો રહે છે. મિથ્યા શ્રદ્ધા ગઈ અને સમ્યક્ શ્રદ્ધા બેસી ગઈ અને સમ્યક્ દર્શન બેઠું કે આ (આત્મા તરફનો) તાંતો ચાલુ થઈ જાય. એટલે ક્ષાયક સમકિત છે આ. આ કાળમાં સમકિતનું ઠેકાણું નથી, પણ ક્ષાયક સમકિત છે આ.
પ્રશ્નકર્તા : પણ તાંતો શબ્દ મેં નવો સાંભળ્યો.
દાદાશ્રી : હું તમને સમજાવું. ત્યાં આપણે જાત્રામાં ગયા હતા, ત્યાં રાતે કોઈએ તમને કહ્યું હોય તો સવારમાં તમને તાંતો રહેતો નહોતો. ફરી એ ભેગો થાય ને, તો કશું બન્યું નથી એવી રીતે તમે બેસો અને આ જ્ઞાન મળ્યા પહેલાં મહીં અસરો રહ્યા કરે, એ છે પેલો તાંતો.
પ્રશ્નકર્તા : પણ જેમ આ ખરાબ વસ્તુ માટે આપણે તાંતો શબ્દ વાપરીએ તેમ જેમ બહુ રાગ હોય, અત્યંત, એ શું કહેવાય ?
દાદાશ્રી : એય તાંતો રહે. બધા તાંતા તૂટી જાય પછી આસક્તિ રહે. વિકર્ષણ અને આકર્ષણ બે રહે, તાંતો છૂટી જાય.
માની અને ક્રોધી સારા, લોભી અને કપટી નહીં સારા. લોભના પરમાણુ કંઈ એક ભવના ઓછા હોય છે ? અનંત ભવોથી ભેગા થતા આવે છે. ક્રોધના પરમાણુ સૂક્ષ્મ છે, છતાં તે આંખમાં દેખાય છે. જે પરમાણુ સાથે મરે, તે પરમાણુ ભેગા થાય. એક સાધુએ ખૂબ ક્રોધ કર્યો તે બ્રેઈનની નસ તૂટી ગઈ, તે મરી ગયો. પછી (બીજા ભવમાં) નાગ થયો, ચંડકોશિયો નાગ. તે મહાવીર ભગવાને જઈને તેનું કલ્યાણ કર્યું. સાધુપણામાં ક્રોધના પરમાણુ ભેગા કર્યા અને