________________
(૭) પરમાણુની અસરનું સાયન્સ !
વરસાદ પણ શું કરે ?
જે પરમાણુ નીકળે છે તે વેગ છે, પણ તેના વિચાર કરીને લોક આવેગમાં લાવે. વિચારોમાં તન્મયાકાર થયા તો બીજ પડે. પણ જો તેના જ્ઞાતા-દ્રષ્ટા થયા તો બધા જ પરમાણુ શુદ્ધ થઈને ઊડી જાય.
૨૭૩
સૂક્ષ્મ અહંકારના પરમાણુ ભેગા થાય, તો તેને કાઢવા બહુ મુશ્કેલ છે. આ પરમાણુની ગોઠવણ જ એવી છે કે અહંકાર ઉત્પન્ન થયો કે તેને માર મારે.
પરમાણુ-પરમાણુના હિસાબ ફેર હોય. તારા પરમાણુ જો આમને આપે તો એને હલકા થઈ પડે, કહે કે આટલા હલકા ! ને જો એવા પરમાણુ મને મળે તો તો મને નહીં જેવું લાગે. આવી છે પરમાણુની ઈફેક્ટ ! આનું કારણ શું છે કે મન કેળવાયેલું નથી, મનોબળ કેળવાયેલું નથી, તે હવે ધીમે ધીમે કેળવાયા કરે. આત્માની શક્તિ વધે તેમ તેમ કેળવાય. બધાને દુઃખ સરખા લાગતા હશે ? ના. કારણ કે બધાને મનમાં, હિંમતના જુદા પરમાણુ હોય. હિંમતના પરમાણુ હોય તે શું કહે કે આ ચાર જ બહારવિટયા આવ્યા છે ! તે શાંતિથી જમે ને ગણકારે નહીં, શ્યારે બીજા ધ્રુજી જાય.
ભિન્ન પરમાણુઓનું પ્રમાણ !
કોઈ આત્મા પિતા-પુત્ર થઈ શકે જ નહીં. કોઈ આત્મા સ્ત્રીપુરુષ થઈ શકે જ નહીં. બધું પરમાણુઓને લીધે છે.
કારણ કે તમારુંય (પુરુષનું) શરીર પરમાણુનું બનેલું છે. એમનુંય (સ્ત્રીનું) શરીર પરમાણુનું બનેલું છે. પણ તમારે ક્રોધ ને માનનું બનેલું છે. એમનું માયા એટલે કપટ અને લોભનું બનેલું છે. બેઉ શરીર પરમાણુનું બનેલું છે. આ કોઈ પુરુષ સ્ત્રી જોડે રહીને એ કપટ ને મોહના પરમાણુ ભરે તો આવતે અવતારે સ્ત્રી થઈ જાય ને કોઈ સ્ત્રી, પુરુષ જોડે રહી પુરુષના જેવા પરમાણુ ભરે, કપટ ને મોહના પરમાણુ ઓછા ભરાય તો પુરુષ બને. આત્મા તેનો તે જ છે, મોહ ને કપટના
૨૭૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પરમાણુ સત્સંગથી ઘટે તો પુરુષમાં જાય.
પુરુષમાં ત્રણ જેન્ડર (જાતિ) હોય. સ્ત્રીમાં ને નપુંસકમાં પણ ત્રણ જેન્ડર હોય. નર, નારી અને નાન્યતરના પરમાણુ દરેકમાં હોય. દેહ પરમાણુનો બનેલો છે, તેમાં ત્રણેવ જાતના પરમાણુ હોય. એ પરમાણુ બધા મિક્ષ્ચર છે. જીવમાત્રમાં ત્રણ જાતના પરમાણુ હોય. પુરુષલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, આ ત્રણ પ્રકારના પરમાણુના જ આ જીવમાત્ર બનેલા છે, નહીં તો પુરુષોને અહીં સ્તન ના હોય. એટલે એમાં જે પરમાણુ વધ્યા, તો એ પુરુષ સ્ત્રી જેવો દેખાય. સ્ત્રીમાં જો પુરુષના પરમાણુ વધ્યા હોય ને, તો થોડી થોડી નાની નાની મૂછો હોય અહીં આગળ. આ બધું જ બેલેન્સ પરમાણુ પર છે અને એ ત્રણેવ પરમાણુ. પેલા નપુંસકના ખૂબ પરમાણુ વધે તો તે નર્કમાં જાય. આ નર્કગતિના જીવો બધાય નપુંસક કહેવાય. નપુંસકને ત્યાં તો બહુ વેદના થાય. સ્ત્રી જાતિને સેકન્ડ નંબર વેદના આવે ને પુરુષને છેલ્લો નંબર (સૌથી ઓછી વેદના) આવે, વેદનાની બાબતમાં.
સ્ત્રીના પરમાણુ વિશેષ થયા એટલે એનામાં સ્ત્રી સહજ ગુણો હોય અને પુરુષોના પરમાણુ ભેગા થાય એટલે પુરુષ સહજ ગુણો હોય. એમાં બીજી કોઈ વિશેષતા છે નહીં.
તેથી પુરુષોને કહ્યું કે માતાજીની ભક્તિ કરે તો શું થાય ? સ્ત્રી પરમાણુ સુંદર થાય. એટલે પુરુષોમાં જે સ્ત્રી પરમાણુ છે, તે સુંદર થાય એટલે શું થાય ? બહુ ચટપટઓ હોય તે બધું મટી જાય, સ્થિરતા આવે. ચટપટિયા નહીં હોતા ? ટકે નહીં, કોઈ જગ્યાએ ટકીને બેસે નહીં.
આ સ્ત્રી પરમાણુ મોહવાળા હોય. અને પેલા સ્ત્રી પરમાણુ સુંદર થાય, પુરુષ મોહ રહિત હોય, તે સ્થિરતા આવે પછી. સ્ત્રીઓના જેવી સ્થિરતા આવે. આ તો ધકમક ધકમક કર્યા કરે છે આખો દહાડોય. જંપીને બેસે નહીં ઘડીવાર. અને સ્ત્રીઓ નિરાંતે જાણે કશુંય પડવાનું ના હોય એમ રહે ! અને આમને તો મનમાં આમ છે કે આ પડશે કે પેલું પડશે, આ પડશે કે પેલું પડશે ?