________________
૨૭૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
[૭]
પરમાણુની અસરનું સાયન્સ !
પરમાણુ-પરમાણુનું મિલત ! તમને ‘વ્યવસ્થિત' સમજાયું છે ? અપમાનની જગ્યાએ જવું પડે તો તમને શું થાય ?
પ્રશ્નકર્તા : દાદા, આપે કહ્યું છે કે એક પરમાણુ ને બીજા પરમાણુનું મિલન* વ્યવસ્થિતના લૉ સિવાય બને તેમ નથી, તો આ ગાળ બધું આવે છે એ તો બધું જથ્થાબંધ આવે છે, તો તે વ્યવસ્થિત જ છે ?
દાદાશ્રી : બહુ સરસ વાત કહી. આ અમારી ઝીણી વાત તે પછી પકડી પાડી. એક-એક પરમાણુ-પરમાણુનું મિલન વ્યવસ્થિતના નિયમની બહાર નથી. તો આ એક શબ્દ વાણી રૂપે નીકળે અને એના પરમાણુઓ છૂટા પાડીએ તો આખી રૂમ ભરાઈ જાય. એકદમ ચોખ્ખા બે પરમાણુનું મિલન વ્યવસ્થિતના નિયમ વગર ના થઈ શકે, તો આ કદરૂપા પરમાણુની તો વાત જ શી કરવી ? એક પરમાણુ પણ વ્યવસ્થિતના નિયમને આધીન છે. અને એક પરમાણુ એવું નથી કે જે એક જગ્યાએ ઊભું રહે. નિરંતર સમસરણ થયા જ કરે છે.
જે ગ્રહણ થાય છે તે રૂપી એવા સૂક્ષ્મ પરમાણુ રૂપે થાય છે. એ ભરાય છે અને પછી ધૂળ રૂપકમાં આવે છે, પછી ક્રિયા થાય છે. આખાય બ્રહ્માંડના પરમાણુ ભર્યા છે. કોઈ એક વ્યાપાર બાકી જ નથી રાખ્યો. * અહીં બધ ચોખા કે કદરૂપા એ વિભાવિક પુદ્ગલ પરમાણુ સમજવું આ શુદ્ધ પરમાણુની વાત નથી. શુદ્ધ પરમાણુ જુદાં જ છે. ‘વ્યવસ્થિત' વિભાવિક પુદ્ગલ પરમાણુને જ લાગુ થાય છે.
તે આ બધું પરમાણુની અસરવાળું છે. તે આ બધું સાયન્સ તો આપણે ત્યાં જ હતું મૂળ તો. પછી એ સાયન્સ અહીંથી ત્યાં ફોરેન ગયું.
હવે એ પરમાણુ કેવા હતા ? વર્લ્ડમાં એ પરમાણુ બધા જે છે રૂપી પરમાણુ, તે બધા જ પ્યૉર છે. પણ માણસ એમ બોલે છે, ‘તમે નાલાયક છો.' આવું ‘નાલાયક' બોલનારને ભાન નથી, સાંભળનારનેય ભાન નથી. હવે સાંભળનારને જેટલી અસર થઇ એટલા પરમાણુ એનામાં પેઠા અને આ બોલનારનેય પરમાણુ પહોંચે. સિદ્ધને ના પહોંચે. સિદ્ધને પરમાણુ અસર ના કરે.
તમે જેટલો કકળાટ કરશો તેટલા સામાના પરમાણુ તમારામાં પેસશે. તે સામોય બગડશે અને તમેય બગડશો.
આપણે કોઈની આગળ બોલ્યા હોય કે આ જજ સારો નથી. પછી આપણે જજ આગળ જઈએ તો પેલા ખરાબ બોલ્યાના પરમાણુ છે તેની જજને આપણી આંખો ઉપરથી જ ખબર પડી જાય. પરમાણુ પહોંચે. તેમ આપણે કોઈની આગળ બોલી ગયા કે આ જજ સારો છે. તો તે થોડાક વખત પછી આપણામાં તેના માટે સારા પરમાણુ ભરેલા એટલે જજને સારાની અસર થાય જ. કશું જ અવળું વિચારવા જેવું નથી અને સવળુંય વિચારવા જેવું નથી. (શુદ્ધ જોવા જેવું છે.)
જે જે પરમાણુ ભેગા (ચાર્જ) કર્યા છે, તેવા (ડિસ્ચાર્જ થતી વખતે) વિચાર છપાઈ જાય છે અને તે જ પરમાણુ ઉદયમાં આવે છે. જો પોતે જ વિચારતા હોઈએ તો ગમતા જ વિચાર આવે. પણ જેવા પરમાણુ ભર્યા છે તે નીકળે છે. વિચારો સંયોગોને આધીન છે.
દરેક પરમાણુનો એક ખૂણો પોઝિટિવ હોય, એક નેગેટિવ હોય. આપણા દેશમાં બધાએ જ એકી અવાજે વરસાદને ‘વેલ કમ’ કહેવું જોઈએ. આ તો વરસાદ આવે. પણ ત્યારે કોઈ કહે, ‘હમણાં ના પડીશ.” કોઈક કહે, ‘જલદી પડજો', કોઈક વળી કહે કે ‘બે દિવસ પછી પડજો.” નવાં કપડાં પહેયાં હોય ને વરસાદ આવે તો વરસાદને ગાળો દે. દરેક પોતપોતાની સગવડતા પ્રમાણે વરસાદને કહે. એટલે બિચારો