________________
૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૬) લીંક, ભાવ અને પરમાણુની !
૨૬૯ પ્રશ્નકર્તા ઃ એટલે જોડે તો ખરો જ ને ?
દાદાશ્રી : હા, જોડે તો ખરો જ. પણ બધો માલ તે પાછલો જ. પણ પાછલો એટલે ગયા અવતારનો માલ નહીં, ગયા અવતારના ક્રોધ-માન-માયા-લોભ તો ઓગળી ગયા અને જે ગયા અવતારે બીજા હિસાબે બાંધેલું તેનું સરવૈયા રૂપે નીકળે છે એ. હિસાબનું સરવૈયું નીકળે છે.
પ્રશ્નકર્તા: તો પછી ભવોભવના કર્મ કેમ રહ્યાં ?
દાદાશ્રી : એ બીજ નાખતો જાય ને પણ, એની એ જ વસ્તુ, ફરી બીજ નાખતો જાય.
પ્રશ્નકર્તા : પાછલા ઓગળી જાય ?
દાદાશ્રી : હા, પાછલા ઓગળી જાય ને પાછું નવું બીજ નાખતો જાય.
પ્રશ્નકર્તા : કાં તો વધારે હૂંડા હોય કાં ઓછાં હોય.
દાદાશ્રી : હા, ઓછાં હોય પણ તે બીજ નાખતો જાય. તે તમને બીજ બહુ નથી પડ્યા. એટલે તમારે આ નવી જાતનું થવાનું હવે, આ જેવું છે એવું નહીં. તમે તો આ અહીં આગળ (જ્ઞાની પાસે) આવ્યા ને એ બધાં બીજ પડ્યાં.
શેનાં શેનાં બીજ પડ્યાં, એ જાતિસ્મરણ જ્ઞાન હોય ત્યારે ખબર
પ્રશ્નકર્તા : સૂક્ષ્મ બોડી જોડે શું શું જાય છે ? જો નવો જ અહંકાર ઊભો થતો હોય પાછલા હિસાબથી, એ હિસાબમાં સૂક્ષ્મ બોડી જોડે બધો હિસાબ જાય છે ?
દાદાશ્રી : પરમાણુ જાય છે બધા. પ્રશ્નકર્તા : એટલે લોભના, માનના, બધા ?
દાદાશ્રી : ના, ના, એ બધા ભેગા થઈને પછી ત્યાં આગળ પ્રગટ થવાના હજુ. હજુ તે અહીં આ ભેળસેળ પરમાણુરૂપે છે એ કોઝિઝ પરમાણુ. અને પછી ઈફેક્ટ ઊભી થાય, ત્યારે ક્રોધ-માન-માયાલોભ કહેવાય. ત્યાં સુધી તો આ પરમાણુરૂપે હોય. એથી અમે કહીએ છીએ કે આ અવતારનું નથી. આ અવતારના (અત્યાર સુધી થયેલાં કોઝિઝ પરમાણુઓ) બળીને સાફ થઈ ગયા.
આ ભવનો હિસાબ તો ઓગળી જશે (હિસાબનું સરવૈયું બીજે ભવ જોડે જવાનું), એટલે અત્યારનો જે તમારો સ્વભાવ છે એ બધો ઓગળી જવાનો છે. નવેસરથી એ બધો ઓગળી જવાનો. હવે તમારો આવો સ્વભાવ આવતા ભવમાં નહીં રહે.
પ્રશ્નકર્તા : પણ એ જાતિસ્મરણ તો ઊભું થશેને ? દાદાશ્રી : શું કરવા, એની જરૂર શું છે ? પ્રશ્નકર્તા : આપણે નથી કહેતા કે એ ઊભું થાય.
દાદાશ્રી : ના, ના, પણ એ જરૂર જ નહીં ને ! એ જરૂર કરવા જઈએ તો આપણું મૂળ રહી જાય પાછું.