________________
(૬) લીંક, ભાવ અને પરમાણુની !
૨૬૭
૨૬૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
આપતા'તા ત્યારે કેમ નહોતું ખાધું ? એટલે આ બહારના પરમાણુ ભેગા થાય છે એ ડૉક્ટરોને સમજ પડે એવી નથી. એક ડૉક્ટરને મેં કહ્યું કે, આ માણસને તમે કહો છો કે આજે આ વધારે ખાજો ને આ ઓછું ખાજો ને આ બધું કરો છો, એમાં ખાવું-ના ખાવું એ શેના આધીન છે ? ત્યારે કહે કે આપણે ના ખાઈએ તો ના ખવાય ને ખાઈએ તો ખવાય. ઓહોહોહો.. મહીં ડિઝાઈન છે તે પ્રમાણે ખવાશે. જેવી અંદર ડિઝાઈન છે તે પ્રમાણે જ ખાશો. ડિઝાઈનથી એક આટલોય ફેરફાર નહીં થાય.
પ્રશ્નકર્તા : એવું જ વ્યવસ્થિત ઘડાય, એમ આપ કહો છો ?
દાદાશ્રી : એ જે કહો તે, પછી તમારે કહેવું હોય તે કહેજો પણ અમારું કહેવાનું કે આ મહીં ડિઝાઈન છે એ પ્રમાણે જ ખવાશે.
પ્રશ્નકર્તા : એટલે ત્યાં બીજમાં (ઈફેક્ટિવ બોડીમાં) સૂક્ષ્મ પરમાણુઓ છે, એનો સંયોગ પેલા શૂળ પરમાણુઓ સાથે પછી થયા કરે ?
દાદાશ્રી : એ ખેંચાણ જ થાય એક જાતનું. એટલે આપણે છે તે ગમે ત્યાં ગયા હોઈએ અને ઘેર આપણે કહીને નથી જતા કે આજ શાક કારેલાનું બનાવજો. અને ઘરે જઈએ ત્યારે કારેલાનું શાક હોય, બીજું બધું હોય અને આપણે ખાઈએય ખરા. આનો આધાર શું ? આ નિરાધાર છે ? ત્યારે કહે, “ના, નિરાધાર એક પરમાણુ નથી.' ત્યારે કહે, “આ લાલભાઈ શેઠ ખાય છે ?” ત્યારે કહે, “ના, લાલભાઈ શેઠને સંડાસ જવાની શક્તિ નથી એ શું ખાવાના હતા તે ?” આ સાધાર છે. બીજા પરમાણુનું, સામા પરમાણુનું આકર્ષણ છે.
થાળીમાં રોટલી ચાર આવી હોય અને બે ખવાય ને બે પડી રહેલી હોય, શો હિસાબ ? એટલે સમજાય નહીંને આ ઝીણી વાત !
હિસાબ, તવા-જૂતા કષાયોતો ! પ્રશ્નકર્તા : અત્યારે મારામાં જે અહંકાર છે, મૃત્યુ પછી એ
અહંકાર એટલો ને એટલો જ જોડે જાય છે કે ઓછો-વધતો જાય છે. કે બીજા જન્મમાં નવો ઊભો થાય છે ?
દાદાશ્રી : નવો ઊભો થાય છે. પ્રશ્નકર્તા : પાછળનો બિલકુલ નહીં ?
દાદાશ્રી : પાછળનો બધો ઓગળી જાય. નવો હિસાબ હોય તે અહંકાર, ક્રોધ-માન-માયા-લોભ બધું નવું, જૂનું નહીં.
પ્રશ્નકર્તા : એ નવું ઓછું-વધતું કયા આધારે થાય છે ?
દાદાશ્રી : આ છે નવું, પણ એ તો સરવૈયું છે એટલે. એની પાસે જે માલ છે ને આખી જિન્દગીનો, તેનું સરવૈયું લઈ જાય છે.
પ્રશ્નકર્તા : તો એ પાછલું ખરું ને ?
દાદાશ્રી : ના, પાછલું ના કહેવાય છે. એ માલનું સરવૈયું કાઢે ને સરવૈયા ઉપરથી એ માલ નીકળે. અત્યારે જે ક્રોધ-માન-માયા-લોભ છે, એ તો ઓગળી જાય બધું.
આ માલ છે તે મૂળ તો પાછલો જ. પાછલો એટલે એનો અર્થ એવો નહીં, તમે આ જે કહો છો, એવું નહીં. આખી જિન્દગી તમે કર્યું છે ને, એના સરવૈયા રૂપે હોય છે અને તમારા ક્રોધ-માન-માયા-લોભ તો ઓગળી જ જાય છે, આ ભવમાં. અત્યારે જે છે તે, ઓગળી જાય.
પ્રશ્નકર્તા : લોભ ને અહંકાર ?
દાદાશ્રી : કશું નહીં રહે. બીજી જાતનું થશે. અત્યારે તો તમારે કંટ્રોલમાં રહે એવું નથી બધું.
પ્રશ્નકર્તા છોકરું જમ્મુ પછી, એ અહંકાર ઊભો ક્યાંથી થાય છે ?
દાદાશ્રી : જે અપ્રગટ હતો, એ પ્રગટ થાય છે, ઊભો નથી
થતો.