________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૬) લીંક, ભાવ અને પરમાણુની !
૨૬૫ જ ચાર્જ થયેલા પરમાણુ છે ને ?
દાદાશ્રી : કારણ શરીર છે ને, એનું થઈ ગયું ઈફેક્ટિવ બોડી. ગર્ભમાં ગયા પછી ચાર્જ થયેલા પરમાણુ, એ બીજની અંદર જ હોયને ! હવે એ ઈફેક્ટિવ બોડી થયું ને એ જ ફળ આપે. એ તો આ ચાર્જ થયેલા પરમાણુ હતા તેની આ ઈફેક્ટિવ બોડી બંધાઈ, એ પરમાણુ બધા વપરાઈ ગયા. વપરાઈ ગયા ને બીજા સ્વરૂપે થઈ ગયું. જે પરમાણુ કોઝિઝ રૂપે હતા, એ બધા વપરાઈ ગયા ને હવે ડિસ્ચાર્જ, ઈફેક્ટિવ સ્વરૂપે થયું. હવે ઈફેક્ટિવ ફળ આપે. એમાં પછી પાછલા પરમાણુની જરૂર નહીં.
પ્રશ્નકર્તા: ચાર્જ પરમાણુઓ બીજમાં હોય છે કે બહાર પણ હોય છે? બીજ સિવાય બહાર પણ એ ચાર્જ પરમાણુઓ હોય ? કારણ કે એ આપે કહ્યું કે ચાર્જ થયેલા પરમાણુઓ એમાંથી કોઝલ બોડી થયું.
દાદાશ્રી : ચાર્જ થયેલા પરમાણુઓ એ જ કોઝલ બોડી. એ ચાર્જ પરમાણુ એટલે શું? પરમાણુ એને લાલ રંગે કર્યું હોય તો લાલ થયું હોય, લીલું કર્યું એટલે આપણે લીલું થયું, કો’કે પીળું કર્યું તો પીળું થયું. પછી એ પીળું થયેલું ઈફેક્ટમાં જાય. તેની ઈફેક્ટ બંધાય અને ઈફેક્ટથી પછી ફળ આપે. કાળા પરમાણુ હોય તો શરીર આખું કાળું દેખાય, તે પરમાણુ ના રહે તે વખતે.
પ્રશ્નકર્તા : પછી ઈફેક્ટ આવી ગઈ.
દાદાશ્રી : પરમાણુ તો ઈફેક્ટિવ થઈ ગયા બધા. હવે એ કાળ પાકે ત્યારે ઈફેક્ટ ફળ આપતી થાય.
પ્રશ્નકર્તા : બીજ વખતે જે ચાર્જ થયેલા પરમાણુઓનો સંયોગ થયો ને, એ બીજમાં એનો સમાવેશ થયો, એ સિવાય પરમાણુઓ બહાર કંઈ બાકી રહે ખરા ?
દાદાશ્રી : બીજ એ તો ઈફેક્ટિવ થઈ જાય, એટલે બીજા (જૂના) પરમાણું રહ્યા જ નહીં, પણ તે ત્યાં (ગર્ભમાં) નથી રહ્યા. (નવી
ઈફેક્ટિવ) બોડીમાં નથી રહ્યા. જે ઈફેક્ટિવ બોડી છે ને, તેના પરમાણુ સૂક્ષ્માતિસૂક્ષ્મ હોય છે, પણ બહાર સ્થૂળ રહ્યા.
પ્રશ્નકર્તા : બહાર એટલે ક્યાં ?
દાદાશ્રી : બહાર, આ બધું આંખે જોઈએ છીએ, ખાઈએ છીએ, પીઈએ છીએ.
પ્રશ્નકર્તા : એ તો ખરા, એ બહાર તો જે હોય તે હોય.
દાદાશ્રી : ના, ના, એ નહીં. આપણે જે ખાઈએ છીએને, તે પહેલાંનાં બીજ છે. પહેલાંના પરમાણુ હોય તે જ પરમાણુ ઉદયમાં આવે, તેથી બહારની ચીજ ભેગી થાય. પણ બહાર કેવા છે ? ચૂળમાં (ખાવાનું) લઈશું, આ બહાર સ્થળ છે. એટલે તમે આ બે જ રાઈના દાણા ખાશો તો મહીં પેલા બે પરમાણુ તૈયાર થયા હોય તે બે જ દાણા લેવાય, પછી ત્રીજું ના લેવાય.
પ્રશ્નકર્તા : અચ્છા, એ બહારના પરમાણુથી ઈફેક્ટ આવે છે ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આ વિષયનું પણ એવું જ, દાદા ?
દાદાશ્રી : બધુંય, બધુંય. આજે તમે જામફળ ખાવ, તે રોજ કંઈ ખાતા નથી ને આજ જામફળ ખાધું એનું કારણ શું ? ત્યારે કહે, મહીં ઉદય આવ્યા જામફળના પરમાણુ. જે પરમાણુના જે ઉદય આવ્યા ત્યારે ભેગું કરી આપે બધું. ઈફેક્ટ રૂપે ભેગા થાય બધા સંજોગો. અને ખાય ખરો. પાછો કહે શું કે મેં જામફળ ખાધું. અલ્યા મૂઆ, તું શું ખાવાનો હતો તે ? તું ખાતો હોત તો કાલે કેમ ન'તું ખાધું? આવું ગાંડું બોલે.
: બધા જ બોલે છે ને, દાદા. આખી દુનિયા એમ જ બોલે છે.
દાદાશ્રી : આ તો આપણે કોઈને નથી કહેતા. આ વાત કરીએ છીએ કે ભઈ, આવું ગાંડું બોલે છે. ‘મેં જામફળ ખાધું કહે, તો કાલે