________________
(૮) ખોરાકના પરમાણુની અસરો !
૩૦૫
૩૦૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પીવું, તે અહંકાર કર્યો કે મન ઊભું થયું. નહીં તો મન કશું બૂમ પાડતું જ નથી. એ એને ખેંચે, એને આપણે જોયા કરીએ, જાણીએ કે ખેંચનારો આ ને ખેંચાય છે આ, પછી મનને ક્યાં રહ્યો સંબંધ ? મનને સંબંધ ક્યારે ? હું પીઉં છું, કે થયો સંબંધ. ‘મારે નહોતું ખાવું ને ખવાઈ ગયું” એ મનનો સંબંધ.
અને અંદરના પરમાણુ ખેંચતા ના હોય તો મહીં એવી વ્યવસ્થા રાખી છે કે બહાર હઉ કાઢી નાખે હડહડાટ, આપણે રેડ રેડ કરી એને તો ઊલટી કરી નાખે. પછી ડૉક્ટર પાસે જાય, ‘સાહેબ, મને ઊલટી થઈ ગઈ, મને ઊલટી થઈ ગઈ. અલ્યા, આ મહીંવાળાએ કરી ઊલટી, તેમાં સાહેબનો શો દોષ ?
‘મેં ચા પીધી’ એવું કહે ને ઘડીક પછી કહે, ‘મને ઊલટી થઈ”. અલ્યા મૂઆ, બે વસ્તુ ના હોય. પીધી તો ઊલટી ના હોય, ઊલટી હોય તો પીધી ના હોય. બે વસ્તુ એકી સાથે શી રીતે સામટી હોય ? તમને વિરોધાભાસ નથી લાગતો ? રિજેક્ટ કોણ કરે છે? અંદરના પરમાણુ જ બધા કામ કરી રહ્યા છે.
આ સાયન્ટિસ્ટો ચંદ્ર ઉપર ગયા ને આટલા બધાએ શોધખોળો કરી. આ બધાને ધૂળધાણી કરી નાખે એવી આપણી શોધખોળ છે પણ તે આપણે ઢાંકી રાખ્યું છે.
આપણે પૂછીએ કે ‘આ ભાવે છે તમને ?” ત્યારે કહે, ‘હા, મને બહુ ભાવે છે.” આપણે કહીએ શોખ છે ? ત્યારે કહે, ‘ના, શોખ નથી.' અલ્યા, આનો અર્થ શું ? ‘ભાવે છે’નો અર્થ અંદર ખેંચાય છે અને ‘શોખ છે' એ તમે કરનારા છો, તે પૂરવાર થાય. હવે એને કશું ભાન જ નથીને જગતને. ‘આ બહુ ભાવે છે, આ ભાવતું નથી.” અલ્યા મૂઆ, આ ભાવતું નથી, શા આધારે ? ભાવવું એટલે ખેંચવું.
પ્રશ્નકર્તા : એક્સેપ્ટ (સ્વીકાર) કરે છે ને રિજેક્ટ (અસ્વીકાર) કરે છે, બે કર્તા જુદા છે ?
દાદાશ્રી : અરે, કર્તા જુદા નથી, એ રિજેક્ટ કોઈ કરતું જ નથી.
આમ એક્સેપ્ટ જ થયા કરે છે. રિજેક્ટ તો બીજી વિરોધી વસ્તુ આવી હોય ત્યારે એ (દેહ) એને રિજેક્ટ કરે છે. બાકી, પરમાણુ જ ખેંચ ખેંચ કરે છે. કાઢે છે એ અને ઘાલે છે એ અને તેમાં આ વચ્ચે, “ ચા પીધી, નાસ્તો કર્યો, ફલાણું કર્યું, આમ કર્યું, તેમ કર્યું’ બોલ બોલ કરે છે. આખી દુનિયા આ સાયન્સ નહીં જાણવાથી ભટક ભટક કરે, બાવો-બાવલી, સાધુ-સંન્યાસી બધા. હવે શી રીતે ખેંચાય છે એ મેં જોયેલું છે. હવે શી રીતે સમજ પડે માણસને બિચારાને ! પછી આ વાત અનુભવની શ્રેણી ઉપર મુકોને, તે મેં આ તમને જ્ઞાન આપેલું છે એટલે તમને સમજાય. બીજા લોકોને તો જ્ઞાન આપેલું ના હોય તેને સમજાય નહીં. ગમે એટલી વાત આપણે ઉઘાડી કરીએ તોયે એને સમજાય નહીં. એને લાગે કે ખોટી વાત છે આ. ‘હું છું ને મેં જાતે ખાધેલું છે ને હું જાણું છું' એવું જ બોલ્યા કરે.
આ આણંદની ભેંસો કો'કના ખેતરમાં ચરી આવી હોય, એમાંથી દૂધ થાય, તે મુંબઈમાં કો'ક ચા પીતો હોય, મૂઓ ! અંદરના પરમાણુઓમાં એટલી બધી શક્તિ છે કે ચા જેવી વસ્તુ સીલોનમાં હોય તોય એ ખેંચી લાવે ને તમારા ટેબલ પર ભેગું થાય !
તેથી આ મનુષ્યોને હું ઉતારી પાડું છું કે મૂઆ, સંડાસ જવાની શક્તિ નથી, તે શું કામ ગા ગા કરે છે ! કઈ શક્તિ છે, એને તું ખોળી કાઢ અને જે શક્તિ છે એ તું જાણતો નથી. તારો કરંટ (સત્તા) છે એ જાણતો નથી તું. શ્યાં કરંટ (સત્તા) તારો નથી, ત્યાં ચોંટી પડ્યો વગર કામનો !
ખોરાકની અસરો... દરેકમાં તેજસ શરીર છે. દરેક બોડીમાં કોમન જ રહેવાનું. તેજસ શરીર એ ઈલેક્ટ્રિકલ બોડી છે જે પચાવે છે વિગેરે, મહીં બધું કરે છે. લોહી ઉપર-નીચે લઈ જાય છે. કરોડરજ્જુમાં તે મશીનરી ગોઠવાયેલી છે અને તેના તાર-દોરડા બધેય પહોંચે અને એથી ખાવાનું પચે અને બધુંય ચાલે તેનાથી. આ તો બોડી નથી પણ મશીનરી છે. એનું જતન