________________
સ્વભાવિક રૂપ ચક્ષુગમ્ય નથી, વિભાવિક રૂપ ચક્ષુગમ્ય છે. વ્યવહારરાશિમાં જીવ આવે ત્યારે નામ પડે છે.
આત્મા નામ-રૂપથી જુદો છે. ભ્રાંતિથી પૌગલિક રૂપો થયાં છે. આત્માનું મૂળ સ્વરૂપ જુદું જ છે.
રૂપ અનેક પ્રકારનાં હોય, પણ બધું પૌલિક ને બદલાયા કરે. આંખ મુખ્ય તેજસ પરમાણુઓની બનેલી છે.
જડ સિવાયના બીજા પાંચ તત્ત્વો છે તેય બધાં અરૂપી છે. એમાં આત્મા તત્ત્વના પોતાના આગવા ગુણધર્મો છે. જેમાં મુખ્ય અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ છે. બીજા ગુણો જેવા કે અમૂર્ત, અસંગ, ટંકોત્કીર્ણ, અવિનાશી એ બીજાં ચાર તત્ત્વોને લાગુ પડે છે. એટલે આ ગુણોની ભજના કરે તો તેમનેય પહોંચે અને એટલે મૂળ ચેતન પમાય નહીં.
સ્વભાવિક પુદ્ગલનો બીજો ગુણ છે રસ. રસ ગુણના છ પ્રકાર છે; કડવો, મીઠો, તીખો, ખારો, તૂરો, ખાટો.
કેરી ખાટી કે મીઠી લાગવી તે જડનો ગુણ છે. પણ અહીં ‘કેમ આવું ખાટું ? કેમ ગળ્યું ?” એમ થયું તો વ્યવહાર આત્માનો મહીં ભાવ ભળ્યો. ભાવ-અભાવ વ્યવહાર આત્માના છે. ભાવાભાવથી મુક્ત થવા “આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું’ એ હાજર રાખવાનું.
જડનો સ્પર્શ ગુણેય છે. ઠંડું, ગરમ, સુંવાળું, ખરબચડું એ સ્પર્શના બદલાયા કરે.
પૂર્વે કરેલા ભાવના પરમાણુઓ આજે ફૂટે છે. ઉગ્ર ભાવ હોય, પરમાણુઓ તેમાં તન્મયાકાર થાય તેને ક્રોધ કહ્યો. અને તન્મયાકાર ના થાય તો તેને ક્રોધ કહેવાતો નથી, ઉગ્રતા કહેવાય છે. અહીં ક્રોધક છે તે ક્રોધ કરાવે. રાગ-દ્વેષ, સુખ-દુઃખ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, બધાં પુદ્ગલ પરિણામ અને પુદ્ગલ પરમાણુના પર્યાય એટલે લાલ, પીળો,
બધા રંગો, સુંવાળાપણું એ બધું જ બદલાયા કરે.
પુદ્ગલ સ્પર્શનાનો નિયમ શું છે ? એ તો એકલા જ્ઞાની જ યથાર્થ સમજે.
આપણા પર કોઈએ ગોળી છોડી પણ તે આપણને સ્પર્શશે કે નહીં, તેનો નિયમ કોણ જાણે ? આ કોઈના હાથમાં સત્તા ખરી ? આ તો ‘વ્યવસ્થિત'ની સત્તા છે.
ગંધ એ સ્વભાવિક પુદ્ગલનો ગુણ છે અને સુગંધ-દુર્ગધ એ એનો ગુણ નથી પણ એનો પર્યાય છે. આત્માને કંઈ લેવાદેવા નથી એમાં. સુગંધમાં ઉપયોગ જાય તો દુર્ગધમાં એ જવાનો જ. માટે ઉપયોગ આત્મામાં દેવો. કડવી-મીઠી વાણી, સ્વાદ-બેસ્વાદ, સુદૃશ્ય-કુદેશ્ય એ બધા પૌદ્ગલિક ગુણો છે.
શબ્દ એ પુદ્ગલનો ગુણ નથી. પરમાણુઓ એકબીજાને અથડાય તો જ શબ્દ પ્રગટે. આ પુદ્ગલનો નિત્ય ગુણ નથી.
રબરનું હૉર્ન દબાવીએ એટલે અવાજ કરે. એ ગોળો દબાવવાથી પરમાણુઓ બહાર નીકળે છે તે વખતે ઘર્ષણ થાય છે તેનો અવાજ આવે
આત્માના એક પણ ગુણની નકલ ના થઈ શકે. પુદ્ગલના ગુણોની નકલ થાય. વાણીની કેટલીય ટેપરેકર્ડની નકલ થાય.
અવસ્થાઓ વિનાશી છે. મૂળ દ્રવ્યો અવિનાશી છે. માટે જગત પણ અવિનાશી છે. એક પરમાણુ વધ-ઘટ થતું નથી. અવસ્થાઓ બદલાયા કરે. જેમ દૂધની છાશય બને ને એ જ દૂધનો દૂધપાકેય બને ! અવસ્થાઓ બદલાય છે.
શબ્દ - કાનનો ગુણ રસ - જીભનો ગુણ રૂપ - આંખનો ગુણ સ્પશે - | ત્વચાનો ગુણ ગંધ - નાકનો ગુણ