________________
ધર્માસ્તિકાય તત્ત્વ, અધર્માસ્તિકાય તત્ત્વ એક-એક જ છે !
બે કે બેથી વધારે પરમાણુઓનું મિલન થઈ જવું એને સ્કંધ કહેવાય. સ્કંધ એટલે જામી ગયું. શરીરમાં એક પરમાણુ ના હોય, જથ્થાબંધ સ્કંધ હોય.
વૈજ્ઞાનિકો સબ ઍટૉમિક પાર્ટીકલ્સ સુધી પહોંચ્યા છે. હજી એનું વિભાજન થઈ શકે તેમ માને છે. પણ પરમાણુ સુધી તેઓ પહોંચી શકે તેવી શક્યતા લાગતી નથી. કેવળજ્ઞાની સંપૂર્ણ ઍબ્સૉલ્યુટ થયેલા હોય તે પરમાણુ જોઈ શકે. જ્ઞાની પણ ના જોઈ શકે.
મન-વચન-કાયાને પરમાણુ ના કહેવાય, પુદ્ગલ કહેવાય. પુદ્ગલ મૂળ પરમાણુરૂપે નથી, અવસ્થારૂપે છે.
જે અવિભાશ્ય છે તે પરમાણુ તે મૂળ તત્ત્વ છે. શ્યારે પુદ્ગલ એ વિભાવિક થયેલું છે. એટલે કે બે જાતનાં પુદ્ગલ, એક મૂળ સ્વભાવિક પુદ્ગલ અને બીજું વિશેષભાવને પામેલું પુદ્ગલ. જીવમાત્રને વળગેલા દેહને જ પુગલ કહેવાય, બીજાને નહીં. એકલા પરમાણુઓને કે સ્કંધને પુદ્ગલ ના કહેવાય. પુદ્ગલ એટલે જીવતું હોવું જોઈએ. સ્વભાવિક પગલા
વિભાવિક પુદ્ગલ અવિભાશ્ય
વિભાશ્ય દેહમાં ના હોય.
દેહમાં હોય. એકલા હોય, પરમાણુ કે સ્કંધ કહેવાય. જીવતું હોય તેમાં જ હોય. વિકૃત નથી.
વિકૃત છે. અગુરુલઘુ
ગુરુ લઘુ પરમેનન્ટ
ટેમ્પરરી પરમાણુરૂપે હોય.
જથ્થાબંધ હોય. ચોખ્ખા છે.
પ્રકૃતિના રંગે રંગાયેલા હોય. ચેતન ગેરહાજર
ચેતન હાજર કેવળજ્ઞાની જોઈ શકે.
જ્ઞાની જોઈ શકે.
આત્મ શક્તિ અને પૌદ્ગલિક શક્તિમાં બહુ ફેર છે. પૌગલિક શક્તિ એ તો આત્માની હાજરીથી પૂરાયેલો પાવર છે, પાવર ચેતન છે. મન-વચન-કાયાની ત્રણ બેટરીઓમાં ચેતનનો પાવર પુરાયેલો છે, એટલે ચેતન જેવું જ કામ કરે. એમાં ક્રોધ-માન-માયા-લોભ બધું જ હોય. શ્યારે મૂળ આત્મા કંઈ જ કરતો નથી. જીવમાત્રને ફક્ત પ્રકાશ જ આપે છે. પાવર ચેતન જ બધું કરે છે. પુદ્ગલની અપાર શક્તિ છે.
મૂળ પરમાણુમાંય ભયંકર શક્તિ છે. જ્ઞાન-દર્શન ને ચેતનાથી જે શક્તિ ઉત્પન્ન થઈ છે તે વિકૃત શક્તિ છે.
અમુક સંજોગોમાં જડને શ્યારે તોડેને ત્યારે ભયંકર શક્તિ ઉત્પન્ન થાય છે. મૂળ પરમાણુ નહીં પણ કેટલાય બધા પરમાણુઓ ભેગા થાય ત્યારે એક એટમ થાય. એ એટમ તૂટી શકે. એમાંથી ઍટોમિક એનર્જી ઉત્પન્ન થાય છે. ઈલેક્ટ્રૉન, ન્યુટ્રોન, પ્રોટૉન એ બધું જ જડ છે.
પરમાણુઓનું ભેગું થવું, વીખરાવું, પૂરણ-ગલન એ એનો સ્વભાવ જ છે. પરમાણુઓ ભેગા થવાથી શક્તિ નથી આવતી. પરમાણુઓ ભેગા થઈને જે અણુ બને છે, એ અણુને તોડવાથી શક્તિ ઉત્પન્ન થાય છે, કારણ આ ઊંધું છે, અકુદરતી છે માટે.
[૨] પુદ્ગલ પરમાણુતા ગુણો ! પુદ્ગલ રૂપી છે. બીજા પાંચ તત્ત્વો અરૂપી છે. સ્વભાવિક પુદ્ગલ
આત્મા અજીવ
જીવ
અરૂપી રૂપ, રસ, ગંધ, સ્પર્શ જ્ઞાન, દર્શન, સુખ મૂર્ત
અમૂર્ત પ્રકૃતિ અને પુરુષમાં એક પણ કોમન ગુણ નથી. સ્વભાવિક પુદ્ગલના મુખ્ય ચાર ગુણ છે; રૂપ, રસ, ગંધ, સ્પર્શ. આમાં રૂપ બદલાતું હોય છે. રૂપાળી વહુ લાવે પછી ઉંમર વધતી જાય તેમ તેમ રૂપ બગડતું જાય ને !
રૂપી