________________
હવે જ્ઞાન થાય તો આ લઢવાડ બંધ થઈ જાય. ચેતન માલિક થઈ બેઠો, કર્તાહર્તા બની બેઠો હતો, તે છોડી દે છે ને ખાલી જ્ઞાતાદ્રષ્ટા રહે છે. એટલે ઝઘડો મટી જાય છે.
આ જગતમાં કોઈથી કહેવાય નહીં કે હું કરું છું. ભગવાન (આત્મા) પણ ના કહી શકે કે જગત મેં બનાવ્યું. આમાં તો ભગવાનની પણ સરખી ભાગીદારી છે. ભગવાન પણ છઠ્ઠા પાર્ટનર છે.
શરીરની અંદરોઅંદર ઝઘડા કેવી રીતના હોય છે ?
આપણે કોઈને ઘેર બોલાવ્યા પછી આપણા જ મનમાં થાય કે આને ક્યાં બોલાવ્યા ? એટલે શરીરમાં જ અંદર મતભેદ ચાલે. ઠેર ઠેર આવું ચાલે. જ્ઞાન મળ્યા પછી અંદરનાં મતભેદો ઓછા થયા !
“કર્યું માન્યું કે બોલ્યા તેથી મહીંવાળા ભાગિયાઓની કચકચ ચાલુ થઈ જાય. ‘તમે શેના ચોંટી પડ્યા ? અમારી સરખી ભાગીદારી છે આ ધંધો ચલાવવામાં !”
દાદાશ્રીએ આખા બ્રહ્માંડનું રહસ્ય આ છ તત્ત્વોની ભાગીદારીનું રૂપક આપીને કેવી સરળતાથી સમજાવી દીધું ! બાળકને ચોકલેટ ખવડાવતા ખવડાવતા, રમાડતા રમાડતા આખો કક્કો બારાખડી શીખવાડી દીધો ! જ્ઞાની હંમેશાં અઘરાને સાવ સહેલું કરી આપે. ક્યારે અજ્ઞાની ગુરુઓ સાવ સહેલાને એકદમ અઘરું કરી નાખે ! ન ભૂતો ન ભવિષ્યતિ એવા દાદાશ્રી આ કાળમાં પાક્યા તે આખા વિશ્વની જબરજસ્ત પુણ્ય જાગી ત્યારે જ થાય ને માત્ર હવે આપણે તેનો પુરેપુરો લાભ લેવાનો છે ! કામ કાઢી લો ! કામ કાઢી લો !! કામ કાઢી લો !!!
છ તત્ત્વોનું જ્ઞાન એ તો વિજ્ઞાન છે ! એ જાણવા માટે છે, આરાધન કરવા માટે નથી. આરાધના તો મનનું સમાધાન હર પળે થાય તેનું કરવાનું, દાદાશ્રીની પાંચ આજ્ઞાનું કરવાનું. ઝીણી બાબતમાં ઊંડું ઉતરવાની જરૂર નથી.
[ખંડ-૨] પરમાણુ, અવિનાશી દ્રવ્ય !
[૧] પરમાણુનું સ્વરૂપ ! આખું જગત પરમાણુઓથી જ ભરેલું છે.
પરમાણુ એ રૂપી તત્ત્વ છે. પાંચ ઈન્દ્રિયોથી દેખાય તેવું છે. ચેતન અરૂપી છે. આ આંખે ના દેખાય, દિવ્યચક્ષુથી ઓળખાય.
પરમાણુઓની શોધખોળ તીર્થકરોની છે અને તે જ્ઞાનીઓને એમની સમજમાં આવી ગયું. તીર્થકરો કેવળજ્ઞાનથી જોઈ શકતા. દાદા કેવળજ્ઞાનથી જોઈ ના શકે પણ એની વાત સમજમાં આવી જાય !
પરમાણુ અવિભાશ્ય છે. પુદ્ગલ પરમાણુઓમાંથી જ થાય છે.
પરમાણુઓ અનંત છે. એક-એક જુદા પાડી શકાય. પરમાણુ એકમાંથી અનંત ના થાય. અમુક પરમાણુઓ ભેગા થાય એટલે અણુ કહેવાય. એ સાધનથી દેખાય.
અનંત પરમાણુઓ ને અનંત આત્માઓ છે. આકાશ તત્ત્વ,
એક ભાગિયો ના હોય તો બીજા પાંચ ભાંગી પડે, ધંધો ચાલે જ
નહીં.
ચંદુભાઈના નામની દુકાન ખોલી, તેમાં છ ભાગિયા. પાછો પૈણે. એટલે ચંદ્રાબેનના નામની દુકાનના બીજા છે એટલે બાર ભાગિયાનું કોર્પોરેશન થયું. પાછા બાબા-બેબી આવે એમ ભાગિયા વધતા જ જાય. જ્ઞાની મળે તો જ અનંત અવતારનો દેહાધ્યાસ છૂટે, નહીં તો શી રીતે છૂટે આ ?
ચેતને તો માત્ર ‘જોયા જ કરવાનું છે. દાદા કહે છે કે અમે માત્ર નિરીક્ષણ કરીએ છીએ.
છએ તત્ત્વો મૂળ વીતરાગી જ છે. આ નાટક ઊભું થયું છએની ભાગીદારીમાં ! નાટક કરતાં કરતાં અહમ્ ઊભો થઈ ગયો. ત્યાંથી જ સામસામી ઝઘડા શરૂ થઈ ગયા કે એય, આ તારા એકલાનું છે ? તને જોઈ લઈશું ! તે આ ઝઘડો અનંત કાળથી ચાલ્યા જ કરે છે.
31