________________
વન ઑફ ધી ઍવિન્ડસ (સંજોગ) છે. [વધુ સમજ માટે આપ્તવાણી-શ્રેણી ૧૧(પૂ.), પેજ ૨૭૦ ઉપ૨]
મરતાં પહેલા ૪૮ મિનિટ પહેલા ડિસિઝન આવે કે કઈ ગતિ થશે ? માટે છેલ્લી ૪૮ મિનિટ સચવાઈ ગઈ તો કલ્યાણ થઈ ગયું ! છેલ્લી ૪૮ મિનિટમાં આખી જિંદગીનું સરવૈયું આવે છે.
આત્મા એકસરખો જ છે બધામાં. તેનો ધર્મેય સરખો જ છે, છતાં જુદા જુદા ધર્મો કેમ ?
સ્પેસ જુદી તેથી દરેકના વિચારો જુદા, મોઢાં, મગજ, બધું જુદું. તેથી ધર્મેય જુદા !
હવે આમ જુઓ તો હંડ્રેડ પરસેન્ટ સ્પેસનું કારણ નથી. સ્પેસ બદલાય એટલે ભાવ બદલાય, અહંકાર બદલાય, બધું બદલાય. આમાં સ્પેસનું કારણ ફીફટી પરસેન્ટ છે ને બાકી બીજાં ફીફટી પરસેન્ટ કારણભૂત છે. પણ વધારે સ્પેસનું કારણ હોવાથી તેને મુખ્ય કારણ કહ્યું.
ઢગલેબંધ દાગીના એકાંતમાં પડ્યા છે ને ત્યાં આપણે જઈ ચઢીએ તો મનમાં ચોરી કરવાનો ભાવ જાગે. એ બીજ પડ્યું. આ ભાવ શેના આધારે થાય છે ? વ્યવહારિક જ્ઞાનના આધારે અને ભાવ જુદા જુદા થાય છે તેથી જુદા જુદા પરમાણુઓ ખેંચાય છે.
પોતાનો જ પ્રોજેક્ટ છે, પોતાના જ્ઞાનના આધારે નહીં તો બધું નિયતિ જ હોત પણ તેવું નથી. સ્પેસ જુદી તેથી ભાવ, કાળ બધું જુદું.
સ્પેસ સ્વતંત્ર તત્ત્વ છે. એનો કોઈ આધાર નથી. પણ જીવને આ સ્પેસ મળી તે નિયતિ (પ્રવાહ)ના આધારે.
ગર્ભમાં માતા ને બાળકની સ્પેસ એક જ છે, તેથી બેઉના ભાવ ત્યારે સરખા જ હોય. જેને જે સેસ મળે તે તેના પાછલા હિસાબ પ્રમાણે મળે છે. સારી સ્પેસ મેળવવા અત્યારે સારા ભાવ કરવા જોઈએ, ભાવ ફેરવવા જોઈએ.
આ ઝીણી વાતો ક્યારે સમજાય ? (જ્ઞાન સંબંધી, અધ્યાત્મ સંબંધી)
ઝવેરીપણું આવ્યું હોય ત્યારે. અને સ્પેસના કારણે ઝવેરીપણું જુદું જુદું હોય !
[] સંસાર એટલે છ તત્ત્વોની ભાગીદારીનો ધંધો !
દરેક શરીરમાં છ તત્ત્વો છે. આ સંસાર ચલાવવા માટે છે ભાગીદારો ભેગા થયા છે, લિમિટેડ કંપની ખોલી છે. એ છ ભાગિયા છે. ૧) પરમાણુ, જડ ૨) આત્મા ૩) આકાશ ૪) ગતિસહાયક ૫) સ્થિતિસહાયક ૬) કાળ.
ધંધો માંડ્યો તેમાં જગ્યા આપી આકાશ તત્વે. તેથી તે બન્યો વન સિક્સથુ પાર્ટનર. જોઈએ તેટલી જગ્યા આપી.
માલસામાન આપ્યો જડ તત્ત્વ. સપ્લાયર બન્યા. પરમાણુઓ પાસે માંગે તે વસ્તુ મળે. આ રૂપી તત્ત્વ માત્ર સપ્લાયર છે.
કાસ્ટિંગ કરે ગતિસહાયક, લાવવા-લઈ જવાનું કામ એનું.
ચોથો ભાગિયો બન્યો સ્થિતિસહાયક. માલ સ્ટોર કોણ કરે ? સ્થિતિસહાયક માલ ઉતારે ને એક જગ્યાએ સ્ટોર કરી આપે.
કાળ તત્ત્વ કહે કે મેનેજમેન્ટ મારું. નવાનું જૂનું કરે તે કાળ. કાળાણુઓ સાંયોગિક પુરાવાઓ બધા ભેગા કરી આપે. (લોકાકાશના એક-એક પ્રદેશ ઉપર એક-એક કાળા સ્થિત છે)
અને ચેતન તત્ત્વ આ બધા જ ભાગીદારોનું ધ્યાન રાખે. સુપરવાઈઝરની જેમ કામ કરે. એનું કામ માત્ર સુપરવિઝન કરવાનું, બોલવાનું-કરવાનું, વઢવાનું કશું જ નહીં, માત્ર નિરીક્ષણ કરવાનું, દેખભાળ કરવાની. બીજી કંઈ ભાંજગડ કરવાની નહીં.
હવે ચેતનને માત્ર દેખભાળ કરવાની હતી, તેને બદલે એ માલિક થઈ બેઠો આખા ધંધાનો ! ‘હું જ કરું છું આ બધું માની બેઠો એટલે બીજા બધા ભાગિયા વિફર્યા. (વિભાવિક) ચેતન માને છે, સામાન તો કહે, ‘હું જ ને મારો જ' કાટિંગે મારું, સ્ટોરે હું કરું, મેનેજમેન્ટેય મારું, જગ્યા પણ મારી, એટલે બધા ભાગિયાને ઊડાડી પોતે માલિક થઈ બેઠો. હૉલ ઍન્ડ સૉલ ! તે બીજા ભાગિયાઓએ દાવો માંડ્યો. તેથી હવે એને ભારે પડે છે.