________________
મનુષ્યમાત્રની હસ્તરેખા (ફિંગરપ્રિન્ટ) જુદી જુદી છે ! તેના આધારે તો કોર્ટો અને ઈમિગ્રેશન ચાલે છે ! એક માથાના બે વાળેય સરખા ના હોય.
ક્ષેત્ર ફેર ક્યારે થાય ? સ્વભાવ ફેર થાય ત્યારે.
દુષમા સ્વભાવવાળા જ અત્યારે આ ભૂમિ પર આવે. દાદા કહે છે, અમેય આવ્યા છીએ ! જ્ઞાન પછી સ્વભાવ ફેર થાય તો ક્ષેત્ર ફેર થાય ને મહાવિદેહ ક્ષેત્રે એકાદ અવતારમાં જવાય.
બધા હદમાં જ રહે અને જે બેહદમાં ગયો, બાઉન્ડ્રીમાંથી બહાર નીકળ્યો કે કામ પૂરું થયું અને જે બેહદમાં આવ્યા તે જ બેહદમાં લઈ જઈ શકે. (બુદ્ધિ લિમિટવાળી છે, જ્ઞાન અનલિમિટેડ છે)
[3] રહસ્ય, જુદા જુદા મુખડા તણાં ! દરેકના મુખડા જુદા જુદા કેમ ? જો ભગવાને બનાવ્યા હોય તો જુદા જુદા શી રીતે ઘડ્યા ?
ભગવાનને કેટલાંક તે બીબાં બનાવવાં પડ્યા હશે ? સરખાં મોઢાં થઈ જાય તો જમાઈ ઓળખવા મુશ્કેલ થઈ જાય ! ધણી બદલાઈ જાય ! આપણે જે કંકુ છાંટેલા હતા તે નહોય આ ! અને ધણી કંકુ ધોઈને આવ્યા હોય ! આ ગોટાળાની કલ્પના થઈ શકે ?
સ્પેસના આધારે ફેસ છે. જુદા જુદા મોઢાનું કારણ છે, દરેક જીવની જુદી જુદી સ્પેસ !
એક જણ વાત કરે ત્યારે સેંકડો સાંભળનારા હોય, દરેકનો કાળ એક હોય પણ સ્પેસ જુદી જુદી હોય તેથી બધું બદલાય. ભાવ બદલાય તેને ‘વ્યવસ્થિત’ કહ્યું દાદાશ્રીએ. ભગવાનમાં જ્ઞાન છે પણ બુદ્ધિ નથી. બુદ્ધિ જ આ બધું સર્જન કરી શકે, જ્ઞાન નહીં !
ધોધ આગળ લાખો પરપોટા થાય છે. નાના-મોટા હોય છે, પણ દરેકની સાઈઝમાં જરાય સરખાપણું છે ? કારણ કે સ્પેસ જુદી છે. એક એવિડન્સ બદલાય કે બીજુંય બદલાય. ખીચડીમાં દાણે દાણો જુદો. આમલીના એક પાન એકબીજાથી જુદા હોય ! આ સ્પેસના આધારે છે. આ સાયન્સ સમજવા જેવું છે.
આટલા સૈનિકો, આટલા સુથાર, સ્ત્રીઓ, પુરુષો આ બધો હિસાબ જુદી જુદી સ્પેસને કારણે છે.
એક આંબાની દરેક કેરીનો સ્વાદ જુદો ! રોટલી પહેલી અને તેનો સ્વાદ જુદો ને બીજી, ત્રીજી.. છેલ્લીનો સ્વાદ જુદો ! કોઈના ભજિયાં, કોઈના મઠિયાં પ્રખ્યાત થઈ જાય, તેનું શું કારણ ? સ્પેસ, ટાઈમ, ભાવ બધું જુદું તેથી.
કોઈ જીવની મહીં બીજો જીવ ના હોય અને હોય તો તે સૂક્ષ્મ રૂપે હોય. તે પણ જીવની અંદર નહીં પણ બહાર, એટલે કે શરીરના પોલાણમાં હોય. કારણ કે દરેક જીવનું આકાશ જુદું છે.
સ્પેસ જુદી તેથી ભાવ જુદા, તેથી વ્યવસ્થિત જુદું, તેની પાછળ શું નિયતિ કામ કરે છે ? - નિયતિ ક્યારે લાગુ થાય ? એક જ સ્પેસ હોય ત્યારે. તો પછી બધાનું બધું સરખું થાય. નિયતિ શું છે ? એ એક પ્રવાહ છે. જેમ આ પાણી વહેતું હોય તો તે ક્યારેય એક ના હોય. સમયે સમયે બદલાયા જ કરે. તેથી સ્પેસ દરેકની જુદી બને. એક સ્પેસમાં બે પરમાણુ કે બે જીવ ના રહી શકે. એટલે દરેકને સ્પેસ જુદી જુદી મળે છે, તેનો આધાર છે નિયતિ (પ્રવાહ) પણ એકલી નિયતિ કશું ના કરી શકે. સ્પેસ જુદી તેથી અહંકાર જુદો અને અહંકાર બધું કરે છે.
| નિયતિ તો દરેકને માટે સરખી જ હોય. બંધન ને મોક્ષ બન્ને માટે નિયતિની હેલ્પ સરખી જ હોય. બંધનનો જે આધાર છે, તે જ મુક્તિનો આધાર છે. નિયતિ તો ખાલી દરેકને હેલ્પીંગ છે.
દરેક જીવ એક સ્પેસમાંથી પસાર થાય ત્યારે દરેકને એવો સરખો જ અનુભવ થાય. સોળમા માઈલે જે જે આવે તે દરેકને એવો સરખો જ અનુભવ થાય. નિયતિ એ ડેસ્ટિની (નિશ્ચિત) નથી પણ પ્રવાહ છે.
21