________________
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવ બધું બદલાયા કરે. ભવ લાંબો ટાઈમ ચાલે, પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ નિરંતર બદલાયા કરે.
સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ ને સ્વભાવ એ ચારેય ભાવે પોતે જ છે, એ શુદ્ધાત્મા જ છે.
સ્વક્ષેત્ર એટલે પોતાનો અનંત પ્રદેશી ભાવ. ખરેખર એ ક્ષેત્ર નથી પણ પરક્ષેત્ર, સ્વક્ષેત્ર એ સમજાવવા કહ્યું છે. આત્માને સ્વભાવ જ હોય, બીજું ના હોય. જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી એ જ એનો સ્વભાવ, એ સિવાયનો બધો પરભાવ. પરભાવ પરક્ષેત્રને આધીન છે. આત્મા ક્ષેત્રજ્ઞ છે. ક્ષેત્રને જાણનારો તે ક્ષેત્રાકાર થઈ ગયો છે.
| [૨] સ્પેસતી અનોખી અસરો ! આત્મા સિવાય બધું જ સ્પેસ રોકે છે. પુદ્ગલનો સ્વભાવ જગ્યા રોકવાનો છે. શુદ્ધ પરમાણુઓ પણ જગ્યા રોકે છે.
મારે ડૉક્ટર બનવું હોય તો એમાં સ્પેસ કઈ રીતે કામ કરે છે? ટાઈમિંગ, સ્પેસ, બીજા બધા કારણો ભેગા થાય ત્યારે ડૉક્ટર થવાના વિચાર આવે. પોતે સ્વાધીનતાથી કર્મ કરતો નથી. આમાં સ્પેસ મુખ્ય છે.
સ્વભાવ પહેલો કે સ્પેસ પહેલી ?
સ્વભાવથી સ્પેસ મળે ને સ્પેસથી સ્વભાવ મળે. એટલે નિમિત્તનૈમિત્તિક ભાવથી છે.
કર્મ પણ સ્પેસના આધારે છે. કર્મ મૂળ તત્ત્વ નથી, સ્પેસના આધારે કર્મ છે.
પણ સ્પેસમાં ભાવ ઊભો થયો કાળના આધારે.
દ્રવ્ય છે તે ક્ષેત્રમાં આવ્યું અને તેના આધારે કાળ ભેગો થયો અને કાળ પછી ભાવ ઉત્પન્ન થાય અને પછી કર્મ ચાર્જ થાય.
ક્ષેત્રમાં દ્રવ્ય - કાળ – ભાવ = કર્મ ચાર્જ દ્રવ્ય એટલે બ્રાંતચેતન. ભ્રાંતિ વગરનું ચેતન તો સ્પેસમાં હોય
જ નહીં ને ! એટલે મૂળમાં ક્ષેત્ર પહેલું હોય તો ગાડું આગળ વધે.
અને સ્પેસ શેના આધારે મળે ? એના કાયદાના આધારે. સ્કૂલમાં બધા સાથે સાંભળે પણ સ્પેસ દરેકની જુદી જુદી, તેથી ભાવ જુદો જ હોય દરેકનો.
સ્પેસ જુદી એટલે અહંકાર જુદો દરેકનો ને અહંકારને લઈને સ્પેસ જુદી, અન્યોન્ય છે. - જ્ઞાન સ્પેસ રોકે નહીં, કર્મ જગ્યા રોકે. ભક્તિ પણ સ્પેસવાળી. કર્મ અને જ્ઞાન સાથે બેસી શકે. કારણ કે જ્ઞાન સ્પેસ રોકે નહીં ને ! કર્મ અને ભક્તિ સાથે બેસી શકે નહીં. કારણ કે બન્ને સ્પેસ રોકે છે.
સ્થળ (સ્પેસ) અને કાળની અસર વિચારો ઉપર થાય, આત્મા પર ના થાય. આત્મા સિવાય વર્લ્ડમાં કોઈ એવી ચીજ નથી કે જેને અસર ના થાય. પુદ્ગલ પોતે જ ઈફેક્ટિવ છે.
માણસોના વાઈબ્રેશન્સ (સ્પંદનો) હોય તેમ ક્ષેત્રમાંય વાઈબ્રેશન્સ હોય. કુરુક્ષેત્રમાં લઢવાના જ વિચારો આવે. ત્યાં લઢી પડેય ખરા ! ભક્તિ, જ્ઞાન અમુક અમુક જગ્યાએ જ જામે.
ક્ષેત્ર સ્પર્શનાના હિસાબો છે. પુણ્ય હોય ત્યારે સુંવાળી સ્પર્શના લાગે, ઠંડક લાગે અગર તો કુતરું દેખે, ગિલોડી (ગરોળી) દેખે ને ચીઢ ચઢે તો તેવો હિસાબ આવ્યો ગણાય.
આપણે ડાહ્યા થવાનું છે. આપણે વાંકા તો જગ્યા વાંકી મળે. આમાં ભાવ સુધરે તો ક્ષેત્ર, દ્રવ્ય, કાળ બધું જ સુધરે. ભાવ ફેર કરવાનો છે. દરેકે એવી તૈયારી રાખવી કે ગમે તે સંજોગમાં, કોઈ પણ જગ્યા બોજાવાળી ના લાગવી જોઈએ.
તીર્થમાં જાય તો નાસ્તિક પણ ભગવાનને માનતો થઈ જાય ! તીર્થકરો શ્યાં વિચરે તે તીર્થ બને ! દાદા કહે છે, અમારાથી એવું ના
બને.
મહાત્માઓને હવે બધા ડિસ્ચાર્જ ભાવ છે. ‘હું ચંદુ છું' એવી માન્યતા છે ત્યાં સુધી જ ભાવ થાય, નહીં તો ના થાય.
24