________________
(૬) લીંક, ભાવ અને પરમાણુની !
૨૫૯
પ્રશ્નકર્તા : એટલે પરમાણુનું રમકડું એ શું ?
દાદાશ્રી : આ પરમાણુથી આ બોડી ઊભું થઇ ગયું, એ ભાવથી થઇ ગયું ને ! આ બોડી થયું છે તે ભાવ પ્રમાણે થયું ને !
પ્રશ્નકર્તા : હા, પણ એ પરમાણુ આ સ્થૂળ છે કે સૂક્ષ્મ છે ? દાદાશ્રી : પરમાણુ સૂક્ષ્મ છે પણ આમ દેખાય છે સ્થૂળ. રૂપી ખરુંને, એનો જાડો જાડો ભાગ થાય એટલે સ્થૂળ થઈ જાય. મૂળ પરમાણુ હોય, તે સૂક્ષ્મ હોય.
પ્રશ્નકર્તા : અને ભાવ સ્થળ કે સૂક્ષ્મ ?
દાદાશ્રી : ભાવ એ સૂક્ષ્મ અને ભાવ પરમાણુ ખેંચે તેનેય સૂક્ષ્મ કહે છે. પરમાણુ પછી સ્થૂળ થઇ જાય. તે આખું શરીર રૂપકમાં દેખવામાં આવે.
પ્રશ્નકર્તા : આ પરમાણુ સૂક્ષ્મ, ભાવ પણ સૂક્ષ્મ છે, બન્ને એટલા જ સૂક્ષ્મ છે, પણ બન્ને ભેગા મળીને સ્થૂળ થઇ જાય છે ? દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા : તો ?
દાદાશ્રી : ભાવથી પરમાણુ ખેંચાયા એ જ પરમાણુ સૂક્ષ્મ થાય, બીજા પરમાણુઓ પછી ભેગા થઇ જાય ને એટલે સ્થૂળ થઇ જાય, મૂર્તિ થઇ જાય.
પ્રશ્નકર્તા : બીજા ક્યા પરમાણુ ભેગા મળે પાછા ?
દાદાશ્રી : ઇચ્છા હોય, એ ભાવમાં જેવું હોય ને, એવું બધું સ્થૂળ બહાર ઘડાઇ જાય. મૂર્તિ ઘડાઇ જાય, ભાવ પ્રમાણે.
પ્રશ્નકર્તા : આ શરીર એ પરમાણુઓનો સમૂહ છે ? દાદાશ્રી : પરમાણુઓનો સમૂહ છે અને આ શરીર રૂપી છે.
૨૬૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : આ બધું જગતમાં જે છે, જે પરમાણુઓનો સમૂહ
છે, એ રીતે આકાર થયા છે બધા ?
દાદાશ્રી : હા, બધા આકાર થયા છે, બસ.
પ્રશ્નકર્તા : પણ છૂટા પડીને બધા પરમાણુ જુદા થઇ જાય, પાછા ભેગા મળી જાય ?
દાદાશ્રી : ભાંજગડ જ એની છે.
પ્રશ્નકર્તા : દેહનો વિલય થાય તે પરમાણુ છૂટા પડી જવાના
ને ?
દાદાશ્રી : પરમાણુ પછી ઊડી જાય. આપણે બાળી મેલીએ કે ઊડી જાય એ રીતે અને હતા તેવા ને તેવા જ થઇ જાય પાછા. મૂળ તત્વ પાછું વધે-ઘટે નહીં. આપણે જાણીએ કે બધું આ કેટલું નુકસાન થયું પણ એને કશું નુકસાન થતું નથી. પછી કશું નહીં.
પ્રશ્નકર્તા : આજ એક માણસ મરી ગયો, પછી એનો બીજો જન્મ થવાનો હોય, તો જે એના પરમાણુઓ હોય તો એ પરમાણુ જ શુદ્ધાત્મા સાથે જાય ને ?
દાદાશ્રી : ના, સ્થૂળ દેહના પરમાણુ જોડે ના હોય.
પ્રશ્નકર્તા : તો કેવી રીતે જાય તો એનો બીજો જન્મ થાય છે ? દાદાશ્રી : તે તો એ કોઝિઝ પરમાણુ જાય છે.
પ્રશ્નકર્તા : હા એ કોઝિઝ, પણ કોઇપણ કોઝિઝ પરમાણુ તો ખરા જ ને ?
દાદાશ્રી : એટલે રાગ-દ્વેષ કરેલાને એ પરમાણુ તો ખરા ને ! પ્રશ્નકર્તા : રાગ-દ્વેષના ભાવ કરેલા પરમાણુ, એ પરમાણુ ને ભાવ મિક્સ થઇને કારણ દેહે બીજા દેહમાં જાય ?