________________
૨૬૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૬) લીંક, ભાવ અને પરમાણુની !
૨૬૧ દાદાશ્રી : રાગ ભાવ કર્યો એ પરમાણુ ખેંચાયા, એ ખેંચાઇ અને ઉપર ગિલેટ થઇ ગયો રાગનો. અને દ્વેષ કર્યો તો પરમાણુ ખેંચાઈને ગિલેટ થઇ ગયો &ષનો. એ ગિલેટ ભેગો થયો ત્યાં આગળ પછી, એ પરમાણુ આત્મા જોડ જાય. અજ્ઞાન દશામાં તો આ ક્રિયા ચાલુ રહે છે, આ ઘટમાળ ચાલુ રહે છે.
પ્રશનકર્તા : તો એ પરમાણુ જે રાગ- દ્વેષ કરેલા, એ પરમાણુ બીજા દેહમાં સાથે જાય ?
દાદાશ્રી : જોડે સૂક્ષ્મરૂપે જાય. પ્રશનકર્તા : અને બીજા દેહમાં પરિણામ પામે.
દાદાશ્રી : ગિલેટવાળા સૂક્ષ્મ રીતે જાય અને બીજા દેહમાં પરિપાક થાય એનો. જેમ આંબે મોર થાય છે તે કંઇ કેરી ના ગણાય. એમાં રસ ના નીકળે. પછી પરિપાક થાય ત્યારે કેરી થાય. પહેલાં ખાટી લાગે, પછી છેવટે પરિપાક થાય ત્યારે ગળી લાગે. એ રાગવાળા પરિપાક થઇને ફળ આપે અને શ્રેષવાળા પરિપાક થઇને ફળ આપે. રાગવાળા સુખ આપે અને વૈષવાળા દુઃખ આપે, દુ:ખ આપીને પાછા જાય. ફળ આપી પાછા ચોખા થઇ જાય તરત, એટલે ગિલટ ઊડી ગયો. દુઃખ આવ્યું એટલે ગિલેટ ઊડી ગયો, એવી ઘટમાળ ચાલ્યા જ કરે.
પ્રશ્નકર્તા રાગ-દ્વેષ જે ઉદયમાં આવી ગયા પછી પરમાણુ છૂટા પડી જાય ?
દાદાશ્રી : પરમાણુ છૂટા. હવે એ છૂટા થાય તે વખતે પાછું એને જે ભાવ કર્યા હોય, દુઃખ આવ્યું તે કડવું લાગે, એ ઘડીએ બૂમાબૂમ કરે કે આ આણે મને આવું કર્યું, ફલાણાએ આમ કર્યું. હેય.. પાછા નવા ષના પરમાણુ ખેંચે. તે પેલો જૂનો દ્વેષ-બેષ ઊડી જાય.
પ્રશ્નકર્તા : જૂનો ઊંડે ને નવો શરૂ થાય. એ ઠેકાણે જ્ઞાતા-દ્રષ્ટા ભાવ રહે તો પાછા બીજા નવા ના થાય ને ?
દાદાશ્રી : તો તરત ચોખ્ખા થઇને જાય, ગિલેટ ના ચડવા દે.
ગુહ્ય વિજ્ઞાન, પરમાણુ તણું ! એટલું બધું ગૂઢ સાયન્સ છે કે તમે એક ખરાબ વિચાર કરો કે તરત જ આ બહારના જે પરમાણુ છે ને, તે પછી જોઈન્ટ થઈને અંદર દાખલ થઈ જાય અને તે હિસાબ બેસે ને તેવાં જ ફળ આપીને પછી જાય. એમ ને એમ ના જાય. એટલે કોઈને ફળ આપવું-ફરવું નથી પડતું. આ તો બહાર ફળ આપનારો કોઈ છે નહીં, એવો કોઈ ઈશ્વર છે નહીં કે જે તમને ફળ આપવા માટે આવે ! દેવલોકેય કોઈ છે નહીં કે જે તમને ફળ આપે. આ તો દેવ તો આપણે રૂપક આપેલા છે. આમને (લોકોને) ભક્તિ થાય એટલે માટે રૂપક આપેલાં છે. અંદર શક્તિઓ થવા રૂપક આપ્યાં છે. ગ્રહો બધું રૂપક આપેલાં છે. બહાર ગ્રહો છે એના જેવા જ ગ્રહો અંદર છે પાછા.
આપણે જે દ્વેષથી ખેંચીએ છીએને આમ, જે ખરાબ બોલીએ કે ખરાબ ભાવ કર્યો કે પરમાણુ એવા ખરાબ આવે કે કડવાં ફળ આપે, ના ગમતા. સારો ભાવ કર્યો કે સારાં ફળ આપે, મીઠાં ફળ આપે અને ભાવાભાવ ના કર્યો, ‘હું શુદ્ધાત્મા છું', કર્તાભાવ બંધ થઈ ગયો તો જૂનાં ફળ આપીને ચાલ્યા જાય, બીજા નવાં ના આવે. એવી રીતે આ સાયન્સ છે, આખી પદ્ધતિ છે, આ કંઈ ધર્મ જેવી વસ્તુ નથી. ધર્મ તો શ્યાં સુધી સાયન્સમાં ના આવે ત્યાં સુધી યોગ્યતા લાવવા માટે છે. એને કંઈ યોગ્યતા આવે, અધિકારી થાયને એટલા માટે ધર્મ છે. બાકી, સાયન્સ તો સાયન્સ જ છે બધું.
પરમાણુ જ બધું કરી રહ્યા છે. જેમ એક માણસ આટલું અફીણ કે એવું તેવું ઘોળીને પી જાય પછી ભગવાનને મારવા આવવું પડે ? કોણ મારે ? એવી રીતે આ બધું અફીણના જેવું છે. પરમાણુ જ મહીં જુદી જાતના થાય છે. અમૃત જેવા, અફીણ જેવા, જાત જાતના પરમાણુ, જેવા ભાવ થાય ને તેવાં પરમાણુ થઈ જાય. એ આત્માની એટલી બધી અલૌકિક શક્તિ છે. જડની પણ એટલી બધી અલૌકિક શક્તિ છે કે એટલું ધારણ કરી શકે છે. જડની શક્તિ મેં જોયેલી છે એટલે હું કહી દઉં છું કે બહુ મોટું સાયન્સ છે આ. આત્માની તો શક્તિ છે જ, એ